મિત્રો થોડા વરસો થી પેપર મા અને બધે પરીક્ષાના ડરથી કે તેના પરિણામના ડરથી કિશોર ભાઈ-બહેનો મોતને વહાલું કરી લે છે આવા સમાચાર વાંચવા મા આવે છે ત્યારે આપણને થાયછે કે હજી તો ઉગવા ની ઉમર છે ત્યા છોકરા/છોકરી ઓ આત્મ હત્યા શા માટે કરે છે. ત્યારે એમ લાગે છે કે આ બધા માટે સૌ પ્રથમ જવાબદાર કોઈ હોય તો બાળક ના માતા પિતા છે, બીજા નંબરે આપણી શિક્શણ પદ્ધાતિ અને ત્રીજા નંબરે આપણો સમાજ જવાબદાર છે. અને છેલ્લે એ બાળક.
સૌ પ્રથમ તો માતા પિતા ઓ એ એક વાત સમજવા ની જરુર છે કે આપણુ બાળક સ્કુલ મા ઓછા માર્ક લાવશે તો એની જીંદગી ત્યા પુરી નથી થઈ જવાની. અને ફેઈલ થશે તો તેનુ એક વરસ બગડશે. ( અહી મા- બાપ નો ડર સાચો પણ છે અને વ્યાજ્બી પણ છે કારણ કે એક વરસ બગાડવુ તન – મન અને ધન ( અહી જવાબદાર છે આજ ની મોંઘી શિક્ષણ પદ્ધતિ ) કોઈ ને ન પોસાય પરંતુ ઘણી વખત વરસ બગડે તે પોષાસે જીંદગી જાય તે નહી.
આ માટે સૌ પ્રથમ પહેલ માતા પિતા ઓ એ કરવાની જરુર છે અને તે છે કે તમારી મહત્વ્કાંક્ષા ઓ બાળકો પર નહી ઠોકો પરંતુ તેમન તેમ્ની રીતે મહત્વકાંક્ષી બનવા દો. અને સમાજે બીજા ના બાળકો ની બાબત મા માથુ મારવાની બિલ્કુલ જરુર નથી.
( આ લેખ ના અમુક અંશ કલ્પેશ સોની ના લેખ પર થી લેવા મા આવ્યા છે. )
જો તમારી આર્થીક સ્થિતી ન સારી હોય તો ગજા બહાર જઈ ને બાળક ને ભણાવવાની કોઈ જરુર નથી સિવાય કે બાળક પોતે તે માટે સક્ષમ હોય અને તેની ઈચ્છા હોય, નહી તો બનશે એવુ કે તમારા અને તમારા બાળક ઉપર ડબલ સ્ટ્રેસ આવશે.
આજ ના વિશ્વ મા ફક્ત એન્જીનિયર / ડોકટર / સી.ઍ. બની એ તો જ કારકીર્દી બને એવુ નથી ( જોઈએ તો બાળક ને ૩ ઈડિયટ બતાવો ( અને મા બાપે તો ખાસ જોવી ). અભ્યાસ ક્રમ નક્કિ કરતી વખતે બીજા શુ કરે છે તે જોવાની જગ્યા એ પોતે શુ કરવુ છે તે જોવાની જઋર છે. ( મને પોતાને આનો અનુભવ છે ).
બીજી એક અત્યંત મહતવ ની વાત તમે જે છો તેને તમે સ્વીકારો ( ACCEPT YOURSELF ) તમારી અંદર ની ઘણી બાબ્ત એવી હશે કે જે ને તમે પ્રેક્ટીસ થી સુધારી શક્શો પણ ઘણી બાબત નહી સુધરે. જેને આંકડા સાથૅ વેર હોય તેને સી. ઍ ન બનાવાય નહી તો એનુ જીવન વ્યર્થ જશે.
આટલી બાબત આપણે ધ્યાન આપશુ તો કદાચ આપણે આપણા બાળક ને બચાવી શકશુ. સૌથી મોટી બાબત છે આપણા બાળક ને પ્રોત્સાહીત કરવા ની નહી કે બીજા સાથે સરખામણી કરી ને તેની નિંદા કરવાની.
આ પ્રોત્સાહીત કરવાની વાત છે ત્યારે બીજી એક વાત પણ ધ્યાન મા આવે છે અને તે છે મ બાપ ન તેમના બે સંતાનો ન ઉછેર ની , પણ આ વિશે હવે પછી વાત કરશુ.
વા્ચક મિત્રો ને વિનંતિ છે તમારા અભિપ્રાય જણાવશો…………..
Like this:
Like Loading...
Related
આપના અભિપ્રાયો