શિક્ષણ – માતૃભાષા મા કે અંગ્રેજી મા
મિત્રો ,
આ લેખ લખતા પહેલા હુ બે ચોખવટ કરવા માંગુ છુ કે ૧. આ લેખ કોઈની પણ નીંદા કે પ્રશંસા કરવા માટે નથી લખ્યો. ૨. મારી પોતાની દિકરી અંગ્રેજી માધ્યમ મા છે.
આ લેખ લખવા નુ કારણ એક જ છે કે આપણે જે ગેરસમજ પાળી ને બેઠા છીએ તે દુર કરવાનો છે. ઘણા મિત્રો સાથે મારે ચર્ચા થાય છે કે આપણા બાળક ને શિક્ષણ કઈ ભાષા મા આપવુ જોઈએ. મારો મત હમેશા એ રહ્યો છે કે બાળક ને શિક્ષણ હમેશા માતૃભાષા મા જ આપવુ જોઈએ , કારણ એ નથી કે અંગ્રેજી ભાષા ખરાબ છે કારણ એ છે માતૃભાષા મા શિક્ષણ આપવા થી બાળક નો સર્વાંગી વિકાસ સરળ બને છે અને તે તેના મુળ થી અલગ નથી થતો. દરેક બાળક ની વિચાર સરણી જે છે તે એ છે કે હમેશા તે પોતાની માતૃભાષા મા વિચારશે અને પછી તેને અનુરુપ પગલા લેશે.
જ્યારે બાળક અંગ્રેજી મા શિક્ષણ લેતુ હોય છે ત્યારે તેની કોઈપણ વાત ને ગ્રહણ કરવા ની ઝડપ ઓછી થતી જાય છે અને તેને કોઈપણ વાત ગ્રહણ કરતા તેને વખત લાગે છે. બીજુ નાની ઉમર મા તેને બે ભાષા ઉપર ધ્યાન આપવુ પડે છે અને ઘણી વખત બે કરતા વધારે ભાષા પર એક અંગ્રેજી / બીજી માતૃ ભાષા / ત્રીજી હિન્દી અને ચોથી સ્કુલ ની પોતાની ભાષા જો કમ્પલસરી હોય તે.
મારી વાત સાંભળી ને મને હમેશા એ પ્રત્યુતર મળે છે કે આજે બધા પોતાના બાળકો ને અંગ્રેજી મા ભણાવે છે આપણુ બાળક પાછળ પડી જશે. પરંતુ સત્ય હકિકત એ છે કે બધાને દર એ લાગે છે કે સમાજ શુ વિચારશે.
ખરેખર તો વાત એ છે કે અંગ્રેજી ભાષા નુ શિક્ષણ આપણા બાળક ને આપવુ જોઈએ નહી કે અંગ્રેજી ભાષા મા. કોઈ પણ ભાષા કે વિષય શિખવા માટે એ વિષય ઉપર વધારે ધ્યાન આપવુ ઘટે નહી કે તમે એ ભાષા ને પ્રાધાન્ય આપી ને તમારી માતૃ ભાષા ને ભુલી જાઓ.
બીજી બાબત એ છે કે અંગ્રેજી ભાષા મા શિક્ષણ લઈ ને આપણે મહદ અંશે આપણી સંસ્કૃતિ ને ભુલી જઈએ છીએ આપણ ને જે કાઈ શિખવવા મા આવે છે તે અંગ્રેજી ને આધાર ઋપ ગણી ને ભણાવવા મ આવે છે.
મિત્રો આ વિષય ના સંદર્ભ મા ઘણી વાત કરવી છે જે પછી કયારેક , તમારા પ્રતીભાવ ખાસ આપજો.
© copy rights – અલ્પ લીમડીવાળા
Like this:
Like Loading...
આપના અભિપ્રાયો