આજ નુ શિક્ષણ અને પર્યાવરણ
આજ નુ શિક્ષણ શુ પર્યાવરણ લક્ષી છે ? ના આજ નુ શિક્ષણ પર્યાવરણ લક્ષી નહી પણ પર્યાવરણ ભક્ષી છે. કારણ આજ ના બાળક ને કહેવા મા તો આવે છે કે તમારે પર્યાવરણ ની રક્ષા કરવાની છે. પણ વાત જ્યારે અમલ મા મુકવા ની આવે છે ત્યારે ? શરુઆત કરીએ તો શાળા ના પુસ્તકો થી જ કરીએ
૧. દર એક બે વરસે અભ્યાસ ક્રમ બદલવા મા આવે છે અને બદલી બદલી ને શુ બદ્લાય છે પાંચ કે સાત પ્રકરણ અને પરિણામ જે પુસ્તક થી ત્રણ થી ચાર પેઢી ભણી શકે તે એક કે બે પેઢી માંડ ભણી શકે.
૨. પુસ્તકો ના કવર દરેક પુસ્તકો ને ખાખી પુંઠા ચડાવવાના શા માટે તો કે બધુ સારુ અને એક સરખુ દેખાય અને પરિણામ એક બાળક દર વરસે ઓછા મા ઓછા દસ થી પંદર મીટર કાગળ નો સત્યાનશ વાળે છે , અને આ એક બાળક નો હિસાબ છે ભારત મા કેટલા બાળકો છે હિસાબ માંદી જુઓ ! શાની પાછળ તો કે પુસ્તકો ના કવર પાછળ શુ આની જગ્યા એ ન્યુસ પેપર ની પસ્તી / જુના કેલેન્ડર ના વાપરી શકાય ?
૩. ન જરુર હોય તો પણ ૨૦૦ પાના ની નોટ્બુક માટે ઇન્સિસ્ટ કરાય છે શા માટે ઘણી શાળા મ તો ટર્મ્સ બદ્લાય એટ્લે નવી નોટ્સ.
૪. શાળા નો યુનીફોર્મ દર એક / બે વરસે બદલવા મા આવે છે શા માટે જે યુનીફોર્મ બાળક ને બે થી ત્રણ વરસ ચાલી શકે તેમ છે તે એક / બે વરસ મા બદલી નાખવાનો ? એમા પણ વળી શેડ ની રામાયણ જાણે શેડ બદાલવાથી બાળકો ના ભણતર મા ફરક પદી જવાનો !
૫. ઘણી શાળા મા તો બે થી ત્રણ યુનીફોર્મ હોય છે કારણ રામ જાણે ?
આવા તો કઈક દાખલા ઓ છે અને કારણ એક જ છે આ બધાની પાછળ છે હાથ માર્કેટિંગ નો આવતા લેખ મા ચર્ચા કરીશુ માર્કેટિંગ વર્સિસ પર્યાવરણ વિશે.
આ લેખ તમને કેવો લાગ્યૌ તમારા અભિપ્રાય જરુર આપશો અને મારી સાથે સહ્મત હો તો આ લેખ બધા સાથે શેર કરશો………..
© copy rights – અલ્પ લીમડીવાળા
Like this:
Like Loading...
આપના અભિપ્રાયો