નેત્રદાન શા માટે કરવુ જોઈએ ? નેત્રદાન માટે યાદ રાખો એક નંબર ૧૯૧૯
નેત્રદાન અમુલ્ય છે અને એ માટે આપણે કઈ ગુમાવવાનુ નથી. નેત્રદાન અને મ્રુત્યુ પછી થતુ દાન છે. જે જીવન દરમીયાન નથી થતુ. પરંતુ હા એ તમારી આંખો ને હમેશા માટે જીવન આપે છે અને બે દ્રષ્ટીહિન વ્યક્તિ ને દ્રશ્ટી. જ્યારે તમારી આંખો કોઈને નથી અપાતી ત્યારે તે આંખો ના રિસર્ચ માટે વપરાય છે. આજની તારીખે ભારત મા જેટલા મ્રુત્યુ થાય છે તે દરેક વ્યક્તિ જો નેત્રદાન કરે તો ફકત ૧૫ થી ૨૦ દિવસ માજ આપણા દેશ ની દરેક વ્યક્તિ પોતાની આંખે આ વિશ્વ ને જોઈ શકે.
નેત્રદાન પહેલા ની કાળજી
નેત્રદાન ફક્ત મ્રુત્યુ પછી જ સંભવ છે. મ્રુત્યુ બાદ ૪ થી ૬ કલાક ની અંદર નેત્રદાન થઈ જવુ જોઈએ. આ માટે તમારી નજીક ની આયબેંક અથવા ૧૯૧૯ પર સંપર્ક સાધો. ફક્ત રજીસ્ટર્ડ મેડીકલ ડોકટર્સ તમારી આંખો કાઢી શકે છે. આયબેંક ના ડોક્ટર્સ તમારા ઘરે આવીને અથવા હોસ્પીટલ મા આવી ને આંખ લઈ જાશે. આ સંપુર્ણ પ્રક્રિયા ૨૦ થી ૩૦ મીનિટ મા પુરી થાય છે. નેત્રદાન વખતે શરીર માથી થોડુક લોહી પણ લેવા મા આવે છે (રોગ ના ટેસ્ટ માટે) નેત્રદાન થી મ્રુત વ્યક્તિ નો ચહેરો ખરાબ નથી થતો.નેત્રદાતા અને નેત્ર લેનાર વ્યક્તિ ના નામ ગુપ્ત રાખવા મા આવે છે.
નેત્રદાન ફક્ત મ્રુત્યુ પછી જ સંભવ છે અને તે માટે મ્રુત વ્યક્તિ ના નજીક ના સગાની મંજુરી થી નેત્રદાન થઈ શકે છે. અને જો તમારી ઇચ્છા હોય તો તમે તમારી હયાતી મા જ આ નિર્ણય લઈ શકો છો. આ માટે તમારે ફક્ત એક પ્રતિજ્ઞા પત્ર ભરવાની જરુર છે અને તે તમે આયબેંક એસોસિએસન ઓફ ઇંડીયા ને મોકલવાની તેઓ તમને પ્રતીજ્ઞા પત્ર મોકલાવશે. જો તમને આ વિશે વધારે માહિતિ કે પ્રતીજ્ઞાપત્ર કે PLEDGE CARDS જોઈતા હોય નો અમને કોન્ટેક્ટ કરી શકો છો. મનીશ શાહ 9833462439/9773781982
Like this:
Like Loading...
આપના અભિપ્રાયો