આજે ૨ ઓકોબર ૨૦૧૩. આપણા રાષ્ટ્ર પિતા મહાત્મા ગાંધી નો જન્મ દિવસ છે. અને આજે મને લાગે છે કે આપણને હજી એક ગાંધી ની જરુર છે !!!
હા આપણને ઓર એક ગાંધી ની જરુર છે એવા ગાંધી ની કે જે હજારો ગાંધી પેદા કરી શકે. અને ગાંધી ની જરુર એટલા માટે છે કે આપ્ણો દેશ ગુલામ છે. હા આપણૉ દેશ ગુલામ છે. ભલે આપણે બ્રિટિશરો ની ગુલામી માથી આઝાદ થઈ ગયા હોઈએ આપણે તેમની વિચાર ધારા થી આઝાદ થયા છીઍ ખરા ?
આપનો દેશ જ્યારે આઝાદ થયો ત્યારે અને ખરેખર તો ગાંધીજી ની જરુર આઝાદી પછી વધારે હતી પણ એમને તો ગોળી એ દઈ દીધા. આઝાદી પછી આપણને જરુર હતી એક એવા અર્થ શાસ્ત્રી ની જે આપણા અર્થશાસ્ત્ર ને સમજી શકે. અને એ ગુણ એમના મા ભરી ને પડ્યો હતો. પણ કદાચ એ અન્યો ને મંજુર નહોતુ. કારણ્કે એમની વિચારધારા પ્રમાણૅ દરેક વ્યક્તિ નો વિજય થવો જોઈએ અને દરેક ના ભાગે સરખુ આવવુ જોઈએ. MAY BE HE ALWAYS BELIEVED IN WIN- WIN SITUATION.
એમનુ માનવુ એમ હતુ કે જો દેશ ને આગળ લાવવો હોય તો દરેકે સાથે મળી ને ચાલવુ પડ્શે જો એક વ્યક્તિ આગળ અને એક વ્યક્તિ પાછળ રહેશે તો એજ જુની અમીરી – ગરીબી વાળી પરિસ્થિતિ ઉભી થશે. દરેક વ્યક્તિ એ સ્વ નિર્ભર થવુ પડ્શે. કોઈ ની કોઈ ઉપર જોહુકમી નહી ચાલે. પરંતુ ઘણા લોકો ને એ મંજુર નહોતુ.
પરંતુ આઝાદી પછી આપણે જે રસ્તે ચાલ્યા તેમા આપણે સંપુર્ણ પણે એમની વિચાર ધારા ની અવગણના કરી એજ ઈરાદા થી કે આપ્ણે બહુ જલ્દી આગળ વધવુ છે અને હા અને આપ્ણે આગળ વધી પણ ગયા છિએ પણ કઈ કિંમતે.
ચાલો એક ઉદાહરણ લઈએ.
૧. આપણા દેશ મા જે ખેડૂત અનાજ ઉગાવે છે એ ભુખે મરે છે એમણૅ આત્મ હત્યા કરવી પડે ્છે અને એમના જ પકવેલા અનાજ માથી લોકો processed food બનાવે છે એ લોકો એને મન માની કિંમતે. વેંચે છે. ( બેકારી અને મોંઘવારી માટે જવાબદાર કોણ ? ) અને જેટલો નફો થાય છે એ પોતાના દેશ મા લઈ જાય છે. આવી આવી કંપની જ્યારે આપણા દેશ મા આવે છે ત્યારે એમ કહે છે કે અમે તમારા દેશ મા રોજ્ગાર ઉભો કરીયે છિએ પણ એની કીંમત શુ ?
૧. જ્યારે આ લોકો આપણાઆ દેશ મા કંપની સ્થપવા મટે આવે છે ત્યારે તેમને માટે જમીન ફાળવો અને એ જો ખેતિ લાયક જમીન હોય તો તેને બિન ખેતી લાયક બનાવો. આ માટે ભ્રશ્ટાચાર કરવો પડૅ તો કરો. ( અમારા દેશ મા ભ્રશ્ટાચાર મનાઈ છે , બીજે બધે કરાવી શકાય છે) આમ તમારી માટૅ એક ખેતર ની જમીન ઓછી થઈ.
૨. એવા કારખાના ઓ ની સ્થાપાના થાય કે જેનાથી પ્રદુશણ થાય ( અમારા દેશ મા પ્રદુશણ કરવાની મનાઈ છે , બીજે બધે ફેલાવી શકાય છે )
૩. ૨૦૦ / ૫૦૦ માણસો ને રોજગાર આપો એમની શરતે. ( એક કારખાના મા ૨૦૦/૫૦૦ ને નોકરી ઉભી કરીને કેટલા માણસો ને બેકાર બનાવાય છે એનો અંદાજો એ ઉપર થી આવી શકશે કે આ એક કારખાના મા એક દિવસ ની અંદર હજારો કિલો / હજારો લિટર ખાવા -પીવા ની ચિજો પેદા થાય છે. જે માણસો દ્વારા બનાવવામા આવે તો હજારો માણસો દ્વારા બનાવવી પડે ( એટલી જ રોજગારી ઉભી થાય ) અહિયા તો આપણી જમીન આપણા માણ્સો અને નફો કોના હાથમા ?
૪. કાચો માલ ઉદાહરણ તરીકે ( બટેટા ની ચીપ્સ) હમણા થોડાક મહિના પહેલા સમાચાર સાંભળ્યા હતા કે પંજાબ મા લાખો કિલો બટેટા રસ્તામા ફેંકી દેવા મા આવ્યા કારણ કે ૧ રુપીયે કિલો મા પણ કોઈ ખરીદાર નહોતુ. ( પણ આપણે એજ બટેટા ની ચીપ્સ ૩૦૦ થી ૪૦૦ રુપિયે કિલો ની ખાઈશુ….. પછી આપણ્ને મોંઘવારી નડૅ છે) એની આડ અસર
પરંતુ આજ ઉદ્યોગ ગાધીજી ના અર્થ્શાસ્ત્ર ના નિયમ પ્રમાણે ચલવવા મા આવે તો.
૧. આપણી જમીન – આપણોજ ખેડૂત જો ગ્રુહ ઉદ્યોગ ની રીતે બનાવે તો …….ન એને કારખાના માટે જમીન ની જરુર પડે ન ખેતીલાયક જમીન જાય – ન કારખાના ની જરુર પડે ન પ્રદુશણ થાય – હજારો માણસ બનાવે અને એટલા જ લોકો વચ્ચે નફો વેંચાય અને એ પણ આપણા જ દેશભાઈ ઓ મા
અને મારા મતે તો સાચુ અર્થશસ્ત્ર તો એ છે કે જેમા ફકત આવક જ નહી પણ ખર્ચ પણ ETHICAL હોવા જોઈએ.
અલ્પ
Like this:
Like Loading...
આપના અભિપ્રાયો