પરિચય
મિત્રો,
સૌ પ્રથમ તો અલ્પ ના આંગણે તમારુ સ્વાગત કરુ છુ. આ બ્લોગ ગુજરાતી મા લખી શકુ છુ એ માટે ઘણા બધા નો આભારી છુ અને એ માટે એક ખાસ પેજ ફાળવવા મા આવ્યુ છે. મને ગુજરાતી મા લખવાની પ્રેક્ટીસ ઓછી છે માટે વ્યાકરણ ની ભુલ હોય તો માફ કરશો. મારા લેખ ગમે કે ન ગમે અભિપ્રાય આપશો તો ગમશે…
આ બ્લોગ લખવા નો શોખ લાગ્યો, બ્લોગ વાંચવા ના શોખ માથી. મારો સૌ પ્રથમ વંચયેલ બ્લોગ હોય તો એ છે મેહુલ ભાઈ નો પ્રથ્ના મંદિર વિશેનો બ્લોગ, લોકો ના વિચારો વાંચી પોતાના વિચારો વ્યક્ત કરવા માટેનુ ઉતમ માધ્યમ છે આ બ્લોગ. આજે માર્ચ ૨૦૧૭ ના રોજ આ બ્લોગ ને આજે લગભગ નવ વરસ પુરા થશે. આ સમય દરમિયાન ઘણા મિત્રો ના પત્રો મળ્યા અને ઘણી નવી વાતો જાણવા મળી. ઘણા મિત્રો ની કોમેંટ્સ અને પત્રો મળ્યા. વાંચીને વધુ લખવાની પ્રેરણા મળે છે. પરંતુ ઘણા સમય થી સમય નો અભાવ અને મન ની અંદર ચાલતા વિચારો ને શબ્દો મા ઢાળવા માટે શબ્દો ના અભાવ ને કારણે નિયમિત લખી શકતો નથી.
મારો પરિચય આપવો હોય તો એટલુ કહી શકાય કે મારુ મુળ વતન સુરેન્દ્ર નગર પાસેનુ લીમડી ગામ.મોટા ભાગ નો અભ્યાસ અમદાવાદ ની સી. એન. વિદ્યાલય માથી થયો. અત્યારે મુંબઈ મા ટ્રાવેલ કન્સલટન્ટ ( વિસા કંસલ્ટન્ટ) તરીકે નો વ્યવ્સાય છે. કંપની નુ નામ છે . મુખ્ય શોખ છે વાંચન નો , દરેક પ્રકાર નુ વાંચન ગમે છે અને બીજો શોખ છે સંગીત નો દરેક પ્રકાર નુ કર્ણ પ્રિય સંગીત સાંભળવુ ગમે છે. ખાસ કરી ને ગુજરાતી અને હીન્દી ગઝલ / હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત અને જુના ફીલ્મી ગીતો.
મારા પ્રિય સાહીત્યકારો ની વાત કરુ તો ઘણા નામ લઈ શકાય અને તે છતા ઘણા નામ રહી પણ જાય. નાનપણ મ સી. એન. વિદ્યાલય ની લાઈબ્રેરી ખુંદવાનો શોખ હતો, એ શોખ પુરો કરવામા મને ત્યારના અમારા લાઈબ્રેરીયન ધીરુભાઈ સહેબ નો ઘણો ફાળો હતો. સાહિત્યકારો ના થોડા નામ આપુ તો ,ઝવેરચંદ મેઘાણી, અને અન્ય લોક કથા ઓ બહુ પસંદ. યુવાની મા શોખ લાગ્યો ગઝલ અને શાયરી નો રુશ્વા મઝ્લુમી જેમની રચના મોહ્તાજ ના હતો કશાનો સાંભળી ને હુ ગઝલ પ્રત્યે આકષાયો… મારા પ્રિય શાયરો ના નામ આપુ તો ઘણા છે એમા મુખ્ય છે અમ્રુત ઘાયલ સાહેબ , મરીઝ સાહેબ , જલન માત્રી સાહેબ ,સૈફ પાલનપુરી સાહેબ , શુન્ય પાલનપુરી સાહેબ , આસિમ રાંદેરી સાહેબ , બેફામ , મનોજ ખંડેરિયા , કૈલાસ પંડિત…… મનહર ભાઈ ને ન ભુલાય કારણ કે ઉપર ની પ્રત્યેક વ્યક્તિ ગઝલ નો આત્મા છે અને મનહર ભાઇ એમનો અવાજ.
અહિ રજુ થયેલ વિચારો મારા પોતાના છે, અને દરેક વ્યક્તિ ના વિચારો અલગ હોઈ શકે છે, માટે તેનુ આંધળુ અનુકરણ કરશો નહી અને પોતાની વિવેક બુદ્ધી વાપરી તેનો ઉપયોગ કરવો. હા તમને એમ લાગતુ હોય કે આ બાબત ગેરર્માર્ગે દોરનારી છે તો અમને જણાવશો. મારુ ઈ.મેલ આઈ ડી છે.manishdotshah@gmail.com
Like this:
Like Loading...
આપ આપના બ્લૉગને એક રસપ્રદ સ્ટેજ પર લઈ જઈને વિરામ લીધો છે, મિત્ર! ફરી સક્રિય થાવ અને તમારા બ્લૉગને હર્યોભર્યો બનાવતા રહો! શુભેચ્છાઓ !
હરીશ દવે . . . અમદાવાદ
અ્લ્પભાઈ,
‘ઉદ્યોગમિત્ર’ ને ફોલો કરવા બદલ આભાર. એમાં તો હજુ પા પા પગલી જ છે, અને મિત્રોની સહાયથી આગળ વધવાનું છે. વધુ કાર્ય તો http://bestbonding.wordpress.com પર થયું છે. જ્યાં ‘સંબંધો’ સમજવાનો પ્રયત્ન કર્યો છે. તમારા બ્લોગમાં હવે ચંચુપાત કરીશ. મળતા રહીશું. ઉદ્યોગમિત્ર માટે ‘ટ્રાવેલ ઈન્ડસ્ટ્રીઝ’ શરુ કરવા ઇચ્છતા મિત્રો માટે માર્ગદર્શક લખાણ મોકલશો તો આનંદ થશે
ફરી આભાર.
SURE WE WILL HAVE CONVERSATION GOING ON. THANKS, MANISH
ભાઇ શ્રી,
બ્લોગ જગતમાં પોણા ચાર વર્ષનો અમુલ્ય સહયોગ ………પછી..
હવે આપ શ્રીને ” અલ્પ” નહિ પણ “વિશાળ” કહેવાનું મન થાય છે.
બસ આપના અમુલ્ય જ્ઞાનનો મીઠો કંસાર પીરસતા રહો.
ને વર્ષોનાં વર્ષો બ્લોગ જગતને લાભ મલતો રહે,
આપણે બંને વતન પાડોશી છીએ અને કદાચ આપણે રૂબરૂ મળીશું તો વધુ ઓળખાણ નીકળશેજ ! મારા બ્લોગ ને ફોલ્લો કરવા બદલ આભાર.આપનો બ્લોગ અને માહિતી સુંદર છે.
આદરણીયશ્રી. મનિષભાઈ
આપે સરસ બ્લોગ બનાવેલ છે,
આપના વિચારો સ્પષ્ટ છે તે જાણી ઘણોજ આનંદ થયો.
હકારાત્મક અભિગમ જ તમારી સાચી મુડી છે.
thank you kishorbhai
May be 1st time to your Blog.
Nice.
Congratulations !
Welcome to Gujarati WebJagat !
All the Best.
DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
http://www.chandrapukar.wordpress.com
Inviting to Chandrapukar..Hope to see you !
Dear Manishbhai,
I read your above blog on Arvindbhai Adalaja’s-Web-Site..!!
Anyway,I would like to KNOW that were WE HUMANS,ALL-BEINGS and ALL-THINGS called as the WORLD or UNIVERSE were JUST NAMES and FORMS or as OUR-SCRIPTURES have had PREDICTED AGES AGO that WE were SAME as NAMELESS-FORMLESS-BODYLESS-SELFLESS-UNSELFISH-ETERNAL-GOD;WHOM WE-INDIANS have had KNOWN for AGES as FOREVER-LIVING-BHAGAVAN-PARAMAATMAN..!!
And I am sure that therefore SWAMI VIVEKANANDA had had said about 100 years AGO that POTENTIALLY WE-HUMANS,ALL-BEINGS and ALL-THINGS WERE DIVINE..!!
In short,as OUR-SCRIPTURES have had said AGES AGO THAT WE were SAME as NAMELESS-FORMLESS-BODYLESS-SELFLESS-UNSELFISH-ETERNAL-GOD ie FOREVER-LIVING-BHAGAVAN-PARAMAATMAN;then WHY were WE-HUMANS in general and WE-INDIANS in particular were NOT-SELFLESS or NOT-UNSELFISH in RELATIONSHIP with the WORLD or UNIVERSE..!!
Because WE-HUMANS in general and WE-INDIANS in particular;IRONICALLY were like INSECTS,BIRDS,BEASTS,BRUTES or ANIMALS;EXTREMELY-SELFISH..!!
By the way,even SCIENCE in general and QUANTUM-PHYSICS in particular can not even say for SURE,WHO or WHAT WE ie the WORLD or UNIVERSE of HUMANS,ALL-BEINGS and ALL-THINGS WERE;let alone NAMELESS-FORMLESS -BODYLESS-SELFLESS-UNSELFISH-ETERNAL-GOD ie FOREVER-LIVING-BHAGAVAN-PARAMAATMAN was..!!
Think about that for a moment..!!
rkpatel,
wn,nz.
ghani saari n sundar vaato lakho 6o. tamaro parichay vanchine pan majaa avi. tamara mate shubhechchhao.
આભાર શબ્બીર ભાઈ……….
આભાર નો આ ભાર હું નહી ઝીલી શકું મોટાભાઈ. બસ મનના માંડવે આવેલા વિચારોને અભિવ્યક્ત કરવાનું મોકળું મેદાન મળ્યું છે એને સારા અને સાચા અર્થમાં ઉપયોગમાં લઈએ એજ ખુબ છે. દોસ્ત, માતૃભાષા એ આપણો શ્વાસ છે. મા ગુર્જરીની સેવા જેટલા પ્રકારે થઈ શકે એ કરવા પ્રયાસ કરવો જોઈએ.
આભાર અને અભિનંદન.
તમારા ઈ મેઈલની રાહ જોવું છું.
આભાર નો આ ભાર isn’t it great.
મનીષભાઈ સુંદર બ્લોગ છે અને એથી એ વધારે સુંદર તમરી રચનાઓ, પણ મુર્તઝાભાઈ એ કહ્યું તેમ તમે એકી સાથે વધારે રચનાઓ મુકો છો જેથી સમય ના અભાવે ઘણી પોસ્ટ વાચી શકાતી નથી.
Namskar
Manishbhai
aap j post muko te bija blog mathi lidhi hoy to ullekh karvo hitavah chhe
jo name na janta hoy to tame karo chho te barabar chhe
મિત્રો,
તમારી કોમેન્ટ્સ બદલ આભાર, તમારો પ્રેમ અને અભિપ્રાય જ મને નવુ લખવા ની પ્રેરણા આપે છે. આ બ્લોગ મે મારા શોખ માટે અને ગુજરાતી ભાષા મા લોકો રસ લેતા થય માટે બનાવ્યો છે અને તેની પાછળ મારો કોઈ વ્ય્વસાઈક લાભ નથી, મારે અહી એક ચોખવટ કરવી છે કે આ બ્લોગ મા આપેલ દરેક લેખ કે કાવ્ય મારા પોતાના નથી તે કોઈક બીજાના પણ હોઈ શકે છે અને મને ગમ્યા તેથી અને મને લાગ્યુ કે આ વસ્તુ ને મારે અન્ય વાંચકો સાથે share કરવી જોઈએ તેથી તેને મારા બ્લોગ પર કોપી કર્યા હતા. પરંતુ મારી ભુલ એ થઈ ગઈ કે મે ઓરિજિનલ લેખક ને તેની ક્રેડીટ નહોતી આપી. IT WAS NOT DONE INTENTIONALY AT ALL. માટે હુ ઓરીજિનલ રાઈટર ની માફી માંગુ છુ. ખાસ કરી ને ભરત ભાઈ ચૌહાણ જેમનો મને મેલ મળ્યો અને વિનય ભાઈ ની જેમણે મને ફોન કરી ને જણાવવાની તસ્દી લીધી. અને મને સમજાવ્યુ કે આ રીતે કરવુ unethical છે અને આ મારે ન કર્વુ જોઈએ.
ભરત ભાઈ ચૌહાણ અને વિનય ભાઈ અને અન્ય વાંચકો ને ખાસ જણાવવાનુ કે મે હમેશા કોશીશ કરી છે કે ઓરીજીનલ રાઈટર ને ક્રેડીટ મળે. YOU CAN CHECK OUT OTHER POST WHERE I HAVE GIVEN A CREDIT TO ORIGINAL WRITERS OR ORIGINAL SOURCE. પણ ઘણી વખત એવુ બને કે કોઈક રચના કે લેખ તમે વાંચયો હોય જેના ORIGINAL WRITER OR ORIGINAL SOURCE ની આપણ ને ખબર જ ન હોય તો ? આપણે શુ કરવુ એ વિચારો ને વ્યક્ત ન કરવા ? કે પછી ORIGINAL WRITER OR ORIGINAL SOURCE ની શોધ મા લાગવુ ? બહેતર છે કે વિચારો ને વ્યક્ત જ ન કરવા. બીજુ કે એક જ લેખ કે કાવ્ય ઘણી વખત એક સાથે ઘણા બ્લોગ્સ પર જોવા મળે ત્યારે શુ કરવુ ?
હવેથી હમેશા મારી કોશીશ એ રહેશે કે બને ત્યા સુધી હુ મારા જ લેખ મારા બ્લોગ પર આપીશ . હા મારા વાંચક મિત્રો ને હુ મારા લેખ કોપી – પેસ્ટ કરવાની સંપુર્ણ છુટ આપુ છુ. કારણ કે હુ માનુ છુ કે ગમતાનો કરીએ ગુલાલ.
I BELIEVE in COPY-RIGHTS..!!
But,I WOULD LIKE TO KNOW WHO OWNED BHAGAVAN SHREE KRISHNA,HIS-GEETA and WHAT HE had INVENTED;let alone OUR-SCRIPTURES ie VEDAS,UPANISHADS,VEDANTA, ADVAITA-VEDANTA,GEETA etc and WHAT NARSINH MAHETA and MEERAABAAI WROTE/SANG etc;let alone OUR-PURAANAAS..!!
WE-INDIANS USE OUR-SCRIPTURES and THEIR SONGS/BHAJANS/GEETS etc with IMPUNITY..!!
Therefore,I BELIEVE that EVERYTHING ie the WORLD or UNIVERSE;nay even OUR-BODY-BRAIN-INELLECT-MIND etc BELONGED TO ETERNAL-GOD;WHOM at least WE-INDIANS have had KNOWN for AGES as FOREVER-LIVING-BHAGAVAN-PARAMAATMAN..!!
Think about that for a moment..!!
rkpatel,
wn,nz.
can you please reply me that the question you have asked me is in reference to which article written by me/ arvindbhai. Thanks
સુંદર બ્લોગ ! સુંદર અને અસરકારક રજૂઆત ! લગે રહો !
અલ્પભાઈ, એક સવાલ થયો છે.
આપને એક દિવસમાં ૧૦ દિવસનું જમણ જમાડવું ગમે કે ૧૦ દિવસનું એક-એક દિવસમાં?
આજના ‘અલ્પ’નો બ્લોગ-પોસ્ટ વરસાદ પ્રત્યે અતિ-ઉત્સાહ જોઇને આ સવાલ થયો છે.
સાચુ કહુ તો ૧૦ દિવસ મા એક એક પરંતુ ક્યરેક સમય ના અભાવે ઉલ્ટુ પણ કરવુ પડે……….
સુંદર બ્લોગ , સુંદર કામ
http://palji.wordpress.com
કવિતા વિશ્વ
આભાર હરેશ્ભાઈ………..
મને ફરવાનો ઘણો શોખ છે. તમારો બ્લોગ મને ગમ્યો.
પ્રવીણ શાહ
કોમેન્ટ્સ બદલ તમારો આભાર, તમારા સલાહ સુચન અમને ગમશે.
મનીષભાઈ સરસ શબ્દોમાં પરિચય મુક્યો છે .
મનીષભાઈ આપના બ્લોગને ગુજરાતી બ્લોગ્પીડિયા બ્લોગ એગ્રીગેટર માં સામેલ કર્યો છે મુલાકાત લેશો http://rupen007.feedcluster.com/
મનીષભાઈ આપને ગરવા ગુજરાતીઓનું નેટજગત ગ્રુપમાં જોડાવા આમંત્રણ છે .મુલાકાત લેશો http://groups.google.co.in/group/netjagat
https://groups.google.com/forum/?fromgroups#!forum/netjagat
Thank you ……