ઈ-વેસ્ટ અને ટેક્નોલોજી, આજ કાલ એક વિષય ઉપર ઘણી ચર્ચા થય છે, અને એ છે ઈ વેસ્ટ તો ખરેખર આ ઇ વેસ્ટ માટે જવાબદાર કોણ છે. હુ તમે કે પછી મેન્યુફેક્ચરર પોતે. મારા મતે આપણે ત્રણેય જવાબ્દાર છીએ, પરંતુ મહદ અંશે મારુ મનવુ છે કે સૌથિ વધુ જવાબદાર મેન્યુફેક્ચરર છે.
કારણ કે જ્યારે તે કોઈ પણ પ્રોડ્ક્ટ બનાવે છે તે જ્યા સુધી વેચાતી નથી ત્યા તેની બીજી આવ્રુતી બહાર પાડી દે છે અને કારણ જણાવે છે કે ગ્રાહક માંગે છે પરંતુ ખરેખર એવુ બને છે ? ના ખરેખર તો મોટા ભાગ ના ગ્રાહક ને એ વાત લાગુ નથી પડ્તી, પરંતુ અહી જ ગ્રાહક નવી આવ્રુતી લેવા લલચાઈ જાય છે અને પહેલી પ્રોડ્કટ વાપર્યા વિના તેનો નિકાલ કરી દે છે.
બીજી વાત દરેક મોટી કંપની ઈ-વેસ્ટ ઘટાડવાની વાત કરે છે પરંતુ જ્યારે અમલ મા મુકવાની વાત આવે છે ત્યારે કઈ કંપની તેને અમલ મા મુકે છે. દાખલા તરીકે મોબાઈલ દરેક કંપની ને ખબર છે કે તેઓ એક જ ચાર્જર થી બધી જાત ના મોબાઈલ ચાર્જ થાય તેવી વ્યવસ્થા હોય તો પણ એ નહી કરે કારણ , એ જ કે તો પછી તેમના ચાર્જર કોણ લે. એજ વાત કોમ્પ્યુટર અને બીજી ઈલેક્ટ્રોનીક આઈટમ ને લાગુ પડે છે.
માટે ઈ વેસ્ટ ઘતાડવા માટે પહેલી પહેલ કંપની ઓ એ કરવી જોઈએ અને આપણે પણ હમેશા જ્યા સુધી કોઈ વસ્તુ બરાબર ઉપ્યોગ મા લઈ શકાય હોય ત્યા સુધી તેનો ઉપયોગ કરવો રહ્યો. જો આપણે એમ ના કરી શકીએ તમ હોય તો એટલુ તો કઈ શકીયે કે તે વસ્તુ જે વ્યકતિ ઉપયોગ મા લઈ શકે છે તેને આપી દઈએ.
બીજી એક વાત વિનિમય પધ્ધતિ ની, જે વરસો પહેલા આપણા વડિલો ઉપયોગ મા લેતા હતા. તેનાથી બે ફાયદા અવશ્ય થશે, એક આપણે એ વસ્તુ માટે પૈસા નહી ખરચવા પડે અને બીજા માટે નકામી ચીજ આપણને કામ મા આવશે અને આપ્ણા માટે નકામી ચીજ બિજાને કામ મા આવ્શે. અને એ રીતે બે પ્રોડક્ટ નુ ઉત્પાદન આપણા માટે થતા રહી જશે.
માનો કે ( માનો કે નહી પણ ખરેખર મારી પાસે એક મ્યુઝીક સીસ્ટમ છે પણ મને એ જોઈતી નથી પરંતુ મને એક સારો બીસનેસ મોબાઈલ ફોન જોઈ એ છે તો તે એક પ્રકારે વિનિમય થયો.
તમને આ વિશે વધારે જાણ્કારી જોઈતી હોય તો મારા ફેસ્બુક ના ગ્રુપ BASE – BARTER AND SAVE ENVIRONMENT પરથી મળી શકશે.
© copy rights – અલ્પ લીમડીવાળા
આપના અભિપ્રાયો