સીનીયર સીટીઝન અને ક્રાઈમ
સીનીયર સીટીઝન અને ક્રાઈમ આજે રોજ છાપુ ખોલિયે અને વાંચવા મળે છે કે આજે આ સીનીયર સીટીઝન ની હત્યા થઈ કે પછી આ સીનીયર સીટીઝન ને લંટી લીધા. આજે જ્યા જોઈએ ત્યા આપણ્ ને આજ ચર્ચા સંભળવા મળે છે. ત્યારે મન મા એક સવાલ એ ઉઠે છે કે આ બધા માટે જવાબદાર કોણ. સર્વ સામાન્ય મત એવો આવશે કે આ બધા માટે જવાબદાર છે પોલીસ તંત્ર. પરંતુ શુ ફક્ત પોલીસ તંત્ર જ આ માટ જવાબદાર છે કે પછી આપણી બદલાતી જતી સમાજ વ્યવસ્થા અને આપણે કે પછી સીનિયર સીટીઝન પોતે. આ લેખ મા આપણે ચર્ચા કરવી છે સીનીયર સીટીઝનસ ની જરુરીયાત વિશે તેમની સાથે થતા ક્રાઈમ ના કારણો વિશે અને તેને રોકવા માટે આપણે શુ કરી શકીયે તેના વિશે. આ લેખ વાંચ્યા પછી હમેશા ની જેમ તમારા પ્રતીભાવ આપવાનુ ન ચુકશો.
કારણોઃ
સીનીયર સીટીઝન સાથે ક્રાઈમ થવાનુ સૌથી મોટૂ કારણ છે આજ ની બદલાતી જતી સમાજ વ્યવસ્થા… એક સમય હતો જ્યારે આપણા દેશ મા જોઈંટ ફેમીલી ની વ્યવસ્થા હતી હવે તો એ બીલકુલ તુટી ગઈ છે. આજે દરેક ને અલગ રહેવુ છે કાંતો એ આજની પેઢી ની મજબુરી છે અને કાંતો તેઓ તેમના માતા પિતા ને સાચવવા નથી માંગતા (બાગબાન) અમુક વખતે કોઈ ને કોઇ કારણ સર માતા પિતા પણ તેમના સંતાનો સાથે રહેવા નથી માંગતા. આજની પેઢી ને સ્વતંત્રતા જૉઈયે છે અને તેઓ તેમની સ્વતાંત્રતા કોઇપણ ભોગે ગુમાવવા નથી માંગતા. અને થોડાઘણે અંશે આજ વિચારસરણી આજ ના સીનીયર સીટીઝનસ મા પણ આવી ગઈ છે. થેંક્સ ટુ પશ્ચીમી વિચારસરણી ( આજે બધાને શીખવવા મા આવે છે તમારા સંતાનો નો ભરોસો કરવો નહી કોને ખબર તેઓ તમને સાચવશે કે નહિ ) યાદ છે બાગ્બાન પીક્ચર નો એ સીન જ્યારે એક બેંક મેનેજર અમીતાભ બચ્ચન ને સલાહ આપે છે.
આજના ગ્લોબલાઇઝેશન ના જમાના મા સંતાનો ને ગમે ત્યા નોકરી કરવા જવુ પડે છે અને ઘણા કારણો સર માતાપિતા તેમની સાથે જઈ નથી શકતા ખાસ કરી ને જ્યારી સંતાનો વિદેશ કે બીજા શહેર ચાલ્યા જાય કે પછી ટ્રાંસ્ફરેબલ નોકરી મા હોય ત્યારે, અમુક વખતે સંતાનો તેમને સાથે લઈ જઈ શકતા નથી અથવા તો લઈ જવા માંગતા નથી અને અમુક વખતે માતાપિતા તેમની સાથે રહેવા તૈયાર નથી હોતા, ખાસ કરી ને બીજા દેશ ના કે શહેર ના વાતાવરણ મા એડ્જસ્ટ ન થઈ શકવાને કારણે અથવા તો એકલતા નો ડર સાલવે છે. દિકરીઓ ના લગ્ન થાય અને એ સાસરે ચાલી જાય ત્યારે, કોઈ સંતાન ન હોય ત્યારે….
સીનીયર સીટીઝન સાથે ક્રાઈમ થવાનુ બીજુ મોટૂ કારણ છે આજે મોટા ભાગ ના સીનીયર સીટીઝનસ આર્થિક રીતે સ્વતંત્ર થવા માંડ્યા છે એટલે તેઓ પણ એકલા રહેવા નુ પસંદ કરે છે. પરંતુ ઉમર અને શારીરીક અસ્વસ્થ્તા ને કારણે તેઓ ની પાસે આર્થીક સ્વતંત્રતા હો છ્તા ઘણી બાબતો મા તેઓ એ બીજા ઉપર નિર્ભર રહેવુ પડે છે અને નજીક ના સગાઓની ગેરહાજરી ને કારણે તેઓ પડોશી અથવા તો ઘર નોકરો ઉપર અવલંબીત થઈ જાય છે.
સીનીયર સીટીઝનસ ની જરુરીયાતોઃ
સીનીયર સીટીઝનસ મુળભુત જરુરિયાત છે આર્થીક સલામતી ( આજે મોટા શહેર મા રહેતા ઘણા સીનીયર સીટીઝનસ આર્થીક રિતે સલામત છે પણ ઘણા સીનીયર સીટીઝનસ ને આર્થીક સલામતી ની જરુર છે ) બીજી છે માનસીક સલામતી (તેમની એકલતા નો ઇલાજ અને ત્રિજુ છે શારીરીક સલામતી અને હેલ્થ
સીનીયર સીટીઝન સામેના ક્રાઈમ ઘટાડવા માટે સમાજે, પોલીસે અને સીનીયર સીટીઝનસે પોતે અમુક પગલા લેવાની જરુરી છે.
૧. સીનીયર સીટીઝનસે પોતાની જરુરિયાત લિમિટેડ કરવાની જરુરિ છે જેમ કે મોટા ઘર મા રહેતા હો તો ઘર નો અમુક ભાગ જ ઉપ્યોગ મા લેવો જેથી કરી ને બીજા ભાગ ની જાળવણી માથી બચી જવાય, બીજુ બહાર ની વ્યક્તિ ખાસ કરી ને ઘર નોકરો કે બીજી વ્યક્તિ ને બની ત્યા સુધી બધા રુમો મા એંટ્રી ન મળે. નાનુ ઘર હોય તો જાતે જાળવણી સરળ પડે.
૨. પોતાની સંપતિ જેમ કે લરક્ઝરિયસ ઇલેક્ટ્રોનીક આઈટમ્સ, ફર્નીચર, જવેરાત નુ પ્રદર્શન વગેરે કોઇપણ રુપે ન કરવુ. અને બને ત્યા સુધી ઘર મા ઝવેરાત તો રાખવુ જ નહી અને રોકડ પણ જરુર પુરતી રાખવી ( અહી ઘણા સીનીયર સીટીઝનસ ની દલીલ એવી હોય છે કે જરુર હોય તો અમારે ક્યા જવુ તો આ માટે તેઓએ થોડા ટેકનોલોજી સાથે અનુરુપ થઈ ને એ.ટી.એમ જેવી વ્યવસ્થા નો ઉપયોગ શિખવો પડશે.
૩. મેટ્રો સિટી મા ફ્લેટ સિસ્ટમ વાળા ઓ એ ખાસ કરી ને સેફ્ટી ડોર રાખવા અને અજાણ્યા ને પ્રવેશ ન આપવો. આપવો જ પડે એમ હોય તો પાડોશી ને સાથે રાખવા.( ગુજરાતી મા એક કહેવત છે કે ” પહેલો સગો પાડોશી”) તમારા પાડોશી સાથે હમેશા સાઅરા સબંધ રાખવા. નિયમિત રીતે હાઈ હેલ્લો તો કરતા જ રહેવુ ઉપરાંત તેમને જ્યારે જરુર હોય ત્યારે મદદ કરવી અહી એક વાત યાદ રાખવાની જરુર છે કે આજે દરેક વ્યક્તિ વ્યસ્ત હોય છે આથી કરી ને તેમના સમય નુ ધ્યાન રાખી ને વાતચીત ટુંકી રાખવી, આજ કાલ ના યંગ લોકો સીનીયર સીટીઝનસ ને એવોઈડ કરે છે એ પણ એક કારણ છે બીજુ આજ કાલ ની પેઢી ને શિખામણ પણ ઓછી ગમે છે એટલે બને ત્યાસુધી આજની પેઢી ને શિખામણ ઓછી આપવી.
૪. નિયમિત રીતે તમારા નજીક ના સગા સાથે ફોન ઉપર સંપર્ક રાખવો, શક્ય હોય ત્યા સુધી દર રોજ ઘર મા ઇલેક્ટ્રોનીક સર્વેલન્સ સિસ્ટમ બેસાડી શકાય ( જેમ કે ઇમરજન્સી એલાર્મ સિસ્ટમ કે જેથી કરી ને ઇમર્જન્સી મા પડોશી ના ઘર મા એલાર્મ વાગે )
૫. ઘર નોકરો ની દરેક વિગત તમારી પાસે હોવી જરુરી છે જેમ કે નામ , એડ્રેસ, કોન્ટેક્ટ ડીટેલ્સ , ફોટો વગેરે બીજુ ઘર નોકરો સાથે બહુ સખત રીતે પણ ન વર્તવુ તેમ જ વધારે મળ્તાવડા પણ ન બનવુ. યાદ રાખો કે દરેક ઘર નોકર ગુનેગાર નથી તેઓ પણ માણસ છે અને તેઓ પણ સન્માન ને હક્દાર છે.
૬. નિયમિત સોસાયટી મા ફરવાનુ રાખો જેથી કરી ને લોકો ના સંપર્ક મા રહી શકાય.
સીનીયર સીટીઝનસ માટે આપણે શુ કરી શકીયેઃ
૧. આપણી નજીક મા રહેતા દરેક સિનિયર સીટીઝન ની નાની મોટી જરુરિયાત નો ખ્યાલ રાખીયે આપણ ને સમય મળે ત્યારે તેમની સાથે થોડો સમય કાઢી ને વાત્ચીત કરી શકાય (અહિ ઘણા લોકો એ મત ના હોય છે કે તેમના સંતાનો એમની સંભાળ નથી કરતો તો આપણને શુ ? પરંતુ આ ખ્યાલ ખોટો છે.)
૨. આપણે ત્યા ફંકશન હોય તો તેમને ઇન્વાઈટ કરવા જેથી તેમને એકલા પણુ ન લાગે.
૩. હવે આપણે ત્યા પણ બીજી એક વાત વિદેશ ની માફક કોમન થઈ ગઈ છે એ છે કે MIND YOUR OWN BUSINESS અને આને કારણે ઘણા લોકો બીજાને મદદ કરત અચકાય છે, ખાસ કરી ને જ્યારે સીનીયર સીટીઝનસ વ્યકતિ પર ઘર ની અંદર ની વ્યક્તિ દ્વારા હેરાનગતી થતી હોય.
૨. આ એક એવી વ્યવસ્થા છે કે જેમા સીનીયર સીટીઝનસ ને ઈમરજન્સી સહાય માટે ભારતીય નાગરીક, ડોક્ટર્સ, હોસ્પિટલ્સ અને અન્ય સમાજસેવી સંસ્થાઓ ના સહયોગ દ્વારા કરવામા આવી છે, સીનીયર સીટીઝનસને જોઈતી ઇમરજંસી સેવા પુરી પાડવા મા આવે છે.
૩. પોલીસ દ્વારા સમય સર સુચનાઓ અપાતી હોય છે તે પણ ધ્યાન મા લેવી.
મિત્રો આ લેખ પર ના તમારા અભિપ્રાય આપવાનુ ન ચુકશો.
“અલ્પ”
Like this:
Like Loading...
Related
સરસ માહિતી સભર લેખ આ લેખ વાંચ્યા પછી મને કંઈક આ રીતે પ્રતિભાવ આપવાનું મન થાય છે. કેટલાંક કારણો જે માનવ સર્જિત છે તેનું નિવારણ અવશ્ય થવું જોઈએ,, એના માટેનો એક સરળ ઉપાય જનરેશનગેપ વિચારો થકી આવવા ન દેવી જોઈ જે બંને પક્ષે લાગુ પડી શકે..યુવા+સિનિયર્સ. દરેકનામાં તે સ્વીકારવાની તૈયારી હોય તો જ બની શકે. રહી વાત કુદરતી કારણો જે ને નિયતી કહી શકાય.
સીનીયર સીટીઝન સાથે ક્રાઈમ થવાનુ સૌથી મોટૂ કારણ છે આજ ની બદલાતી જતી સમાજ વ્યવસ્થા… એક સમય હતો જ્યારે આપણા દેશ મા જોઈંટ ફેમીલી ની વ્યવસ્થા હતી હવે તો એ બીલકુલ તુટી ગઈ છે. આજે દરેક ને અલગ રહેવુ છે કાંતો એ આજની પેઢી ની મજબુરી છે અને કાંતો તેઓ તેમના માતા પિતા ને સાચવવા નથી માંગતા (બાગબાન). sanyukt kutumb ma mota vadilo ni saathe, aapna yuvano ane baalako pan sachvata hata ane temne pan saari keravni malti hati. ane sauno ek bija pratye bhavnatmak sambandh pan majbut raheto hato. Manishbhai, vishay chhedva mate Aabhaar !