બાળક માટે કોણ મહ્ત્વ નુ છે ? માતા પિતા કે પછી એમના દેશ ની સરકાર ? પોતાના બાળક ને કોણ બરાબર સંભાળી શકે માતા પિતા કે એમના દેશ ની સરકાર ? પોતાના બાળક ની માનસીક , શારીરીક અને અન્ય જરુરિયાત ને કોણ બરાબર સમજી શકે માતા પિતા કે એમના દેશ ની સરકાર ?
આવા તો ઘણા સવાલ મન મ ઉઠવા મંડ્યા આજે સ્ટાર ન્યુસ પર એક ભારતીય કપલ ના બે બાળક અંગે ના સમાચાર જોઈ ને…..ધી હીંદુ ન્યુસ પરનુ આર્ટીકલ અને સ્ટાર ન્યુસ જોઈ ને એવુ ફલીત થાય છે કે બાળક ને જે કારણસર માતાપિતા થી અલગ કરવામા આવ્યા છે એમા એમ જણાવવા મા આવ્યુ છે કે માતા ની માનસીક સ્થીતી બરાબર નહોતી , માતા તેના બાળક ને હાથેથી ખવરાવતી હતી ( જાણે કે આદી માનવ છરી કાંટા સાથે જન્મ્યો હતો અને ક્યારેય હાથે થી ખાતો નહોતો અને આજે પણ આખી દુનીયા મા બધા લોકો છરી કાંટા થી જ ખાય છે.) બાળક માતા પિતા સાથે સુવે છે ભાઇ નાના બાળક ની સલામતી શેમા છે માતા પિતા સાથે સુવા મા. ? મને લાગે છે કે આ આખા કેસ મા નોર્વે ની સરકાર બાળક ની મુળ્ભુત જરુરીયાત ને જ ભુલી ગયી લાગે છે. અને ખરેખર તો આ બાબત ને ફક્ત નોર્વે ની સરકાર જ નહી પરંતુ દરેક દેશ ની સરકાર ને લાગુ પડે છે.
હા દરેક દેશ મા કાયદા ઓ બને છે તેમના દેશ ના નાગરીક ની ભલાઈ માટે અને તેમની સલામતી માટે પરંતુ ઘણી વખત તેનુ પાલન કરતા પહેલા ઘણી બાબતો ને સમજવા ની જરુર છે, સંજોગો ને ધ્યાન મા લેવાની જરુર છે ( આ કેસ મા નોર્વે ની સરકારે ભારતીય અને અન્ય દેશોની સંસ્ક્રુતિ ને સમજવાની અને ત્યાર બાદ નિર્ણય કરવાની ) . હવે આ જ કેસ મા આપણે જોઇએ તો આ લડાઈ બે સંસ્ક્રુતી / કાયદા વચ્ચે ની લાગે છે. કોની સંસ્ક્રુતી મહાન છે એ પછી ની વાત છે, જ્યા સુધી બાળક ના લાલન પાલન વિશે ની વાત છે ત્યારે એ વાત તો માનવી જ પડે કે કોઇ પણ બાળક માટે સૌથી મહત્વ ની કોઇ બાબત હોય તો તે છે તેની માનસિક અને શારીરિક સલામતી અને તે જેટલી તેને તેના માતાપિતા તરફ થી મળશે તેટલી બીજુ કોઈ નહી આપી શકે.
અહિયા તો નોર્વે ની સરકાર ને એટલી વિનંતી કરવાની કે તેઓ આ કેસ મા ભારતીય સંસ્ક્રુતી ને સમજે અને બાળકો ને તેમના આતાપિતા ને સોંપી દે.
Like this:
Like Loading...
આપના અભિપ્રાયો