અલ્પ…લીંબડીવાળા

ઇશ્વર વિશેની વ્યાખ્યાઃ જે વ્યક્તિ પ્રમાણિકતા પુર્વક અને ખંત થી પોતાનુ કામ કરે એ મારો ઇશ્વર

Category Archives: અક્ષ્રરો અન્ય ના બ્લોગ્સ પરથી

વિચાર શક્તિ

 
 
કારકિર્દીમાં સફળતા મેળવવા વ્યક્તિને પોતાના વિચારોની અભિવ્યક્તિ જરૃરી થઈ પડે છે. આ માટે સૌથી પહેલાં વિચારશક્તિ કેળવવી પડે છે. માનવી જ્યારે રૃટીનનો ગુલામ બની જાય છે અર્થાત્ એક ઘરેડમાં પડી જાય છે ત્યારે તે પોતાની વિચારશક્તિ ગુમાવી દે છે. કારણકે દરેક કાર્ય યંત્રવત્ બની જાય છે.તેની વિચાર-શક્તિ કુંઠિત થઈ જાય છે. વ્યક્તિની વિચારવાની શક્તિ જેટલી વધારે હશે તેટલી તે તેની કારકિર્દીમાં વધુ મદદરૃપ થશે.

વિચારશક્તિનો અર્થ તરંગો નથી. કાલ્પનિક દુનિયામાં જીવવું અને વાસ્તવિકતામાં જીવવું તેમાં ઘણો ફર્ક છે. ઘણી વ્યક્તિઓ એટલા માટે સફળતા નથી પામતા કારણકે તેમના વિચારોમાં વાસ્તવિકતા કરતાં તરંગીપણું વધારે હોય છે. પરિણામે પોતે અમુક કાર્ય કરશે તો તુર્તજ સફળતા મળશે એવું માને છે અને પરિણામે આવી વ્યક્તિઓ આંધળાં સાહસો કરે છે જે તેમને વ્યવસાયમાં નિષ્ફળતા આપે છે.

ઘણી વ્યક્તિઓમાં વિચારોની જડતા હોય છે. આ જડતાને કારણે પણ તેઓ કારકીર્દિમાં આગળ વધી શકતા નથી. તેમના જડ વિચારોને કારણે તેઓ કોઈ નવી વસ્તુને સ્વીકારવા તૈયાર હોતા નથી અને બીજાઓને સાંભળવા તૈયાર હોતા નથી. આજના કારણમાં વિચારોની જડતા ધરાવતી ઘણી વ્યક્તિઓ જોવા મળે છે. આવી વ્યક્તિઓ ખંડનાત્મક પ્રવૃત્તિઓ કરતા હોય છે અને તેઓ સંસ્થા અથવા દેશને નુકશાન પહોંચાડે છે. વિચારોની જડતાને કારણે ભારતમાં વર્ષો સુધી લાયસન્સરાજ ચાલ્યું અને ઉદ્યોગ ધંધાઓના વિકાસ અટકી ગયો જેનું નુકશાન આપણે આજ સુધી ભોગવી રહ્યા છીએ.

ઘણી વ્યક્તિઓ બીજી વ્યક્તિના પ્રભાવમાં વધારે પડતા આવી જાય છે અને પોતાના પ્રમાણે વિચારવાનું બંધ કરી દે છે. આવી વ્યક્તિઓને હંમેશ બીજી વ્યક્તિઓના સહારાની જરૃર પડે છે. પોતાની વિચારશક્તિ નહીં હોવાથી આવી વ્યક્તિઓ કોઈ નિર્ણય લઈ શકતા નથી અને પરિણામે પોતાની કારકિર્દીમાં પાછા પડે છે. તમારી વિચારશક્તિને વિકસાવવા માટે વાંચનની ઘણી જરૃર રહે છે. વાંચન ફરી તેના ઉપર મનન કરવાથી તમારી વિચારશક્તિને નવી શક્તિ મળે છે – નવી દિશા મળે છે અને મગજને એક જાતની કસરત મળતી હોવાથી બુધ્ધિની તીક્ષ્ણતા પણ વધે છે જે નિર્ણયશક્તિમાં મદદ કરે છે.

વિચારશક્તિને વિકસાવવા માટે જુદી જુદી મુશ્કલીઓની કલ્પના કરી તેને દૂર કરવા માટે જુદાં જુદાં કેવાં પગલાં લઈ શકાય તેનો વિચાર કરી શકાય. દા.ત. ધંધામાં કોઈ જુદી જ પ્રોડક્ટને કારણે હરીફાઈ નડે તો તેવા સમયે શું કરી શકાય? કોઈ કર્મચારી દરરોજ મોડો આવતો હોય તો તે સમયસર આવે તે માટે તેનું અપમાન ના થાય તે રીતે અને તે જાતે સમજતો થાય તે માટે શું કરવું જોઈએ?

જિજ્ઞાસાવૃત્તિનો હકારાત્મક ઉપયોગ કરીને પણ વિચારશક્તિના વિકાસ કરી શકાય છે. દા.ત. દરેક ટેલીફોનમાં, કેલક્યુલેટરમાં પાંચ નંબરના બટન અથવા કી ઉપર ઉપસાવેલું ટપકું અથવા હાઈફન હોય છે તે શા માટે? મોબાઈલમાં એન્ટીના (એરીઅલ) આપવામાં આવતાં હતાં – આધુનિક મોબાઈલમાં તે શા માટે આપવામાં આવતાં નથી?

વિચારોમાં સર્જનાત્મક શક્તિનો ઉપયોગ પણ જરૃરી છે. દુનિયાની દરેક શોધ માનવીના સર્જનાત્મક વિચારોને કારણે જ થઈ છે. ન્યૂટને ઝાડ ઉપરથી પડતા સફરજન ઉપરથી સર્જનાત્મક વિચારો કર્યા અને ગુરુત્વાકર્ષણની લોકોને જાણ કરી. વિચારોની સર્જનાત્મકતાને કારણે ભારતના ચાર વૈજ્ઞાાનિકોએ નોબેલ પ્રાઈઝ જીત્યા છે. સર્જનાત્મક શક્તિ વિકસાવવા માટે તમે વાપરતા કોઈ પણ ઉપકરણમાં કેવા ફેરફાર કરી શકાય જેથી તે ઉપકરણ વધારેસારું અને વધારે ઉપયોગી બને. તમા કાર્યને ઓછામાં ઓછી મહેનતે વધુ અને વધુ પરિણામલક્ષી કેવી રીતે બનાવી શકાય તેનો વિચાર કરો.

વિચારોની વૃધ્ધિ માટે અવલોકન શક્તિનો વિકાસ પણ જરૃરી છે. ગ્રાહક શું ખરીદે છે? કેવી રીતે ખરીદે છે? પસંદગી કેવી રીતે કરે છે. વગેરેનું અવલોકન કરી તેના ઉપર વિચાર કરી ગ્રાહકલક્ષી બની હરીફાઈમાં ઉમદા પરિણામ મેળવી શકાય છે.

   http://www.gujaratsamachar.com/beta/content/view/8980/292/

બાળક અને હિંસા…

 

આજકાલ વર્તમાનપત્રોમાં આવતા બાળઆત્મહત્યાના સમાચારોએ હચમચાવી મૂક્યા છે. વ્યવસાય સંદર્ભે કેળવેલાં શિસ્ત અને સંયમ તથા સહનશીલતા છતાં ય, એક સહૃદય માનવીનું હૈયું આવી વેદનાની પળોએ અસ્વસ્થ બને છે. અને એમણે અવલોકેલા બાળકો સાથે થતી સ્થૂળ-સૂક્ષ્મ હિંસાના પ્રસંગોને સંબંધે પોતાનું ચિંતન પણ પ્રગટ કરે છે.એક વાત બહુ ઘ્યાન ખેંચે તેવી છે , આપણે ત્યાં પટાવાળાથી માંડીને પાયલોટ થવા માટે તાલીમ જરૂરી છે, પણ માતા-પિતા થવા માટે કોઈ તાલીમની જરૂર નથી! બાળક એ ઈશ્વરીય ઉર્જા છે અને એને ઝીલવા દમ્પતીએ સજ્જ બનવું રહ્યું, જે તાલીમ દ્વારા શક્ય બને. અને એ તાલીમની શરૂઆત થાય છે કેટલાક મુદ્દે સમજ કેળવવાથી. સૌથી પહેલી જરૂર છે શિસ્તનો સાચો અર્થ જાણવાની. બાળકના વિકાસ માટે શિસ્ત જરૂરી છે. પણ સખ્તાઈ હિંસાનો પર્યાય બની જાય છે એ વિશે માબાપે સભાન થવું ઘટે.આપણે જે ભૂલ બદલ કોઈ પુખ્ત વ્યક્તિને મારતા નથી/કદાચ મારી શકતા નથી આપણી શારીરીક તાકાત તો મુદ્દ્દો નજરે આવે છે, નાની ભુલ માટે નાના બાળકને ધીબી નાખીએ છીએ. આપણે આવું કરી શકીએ છીએ એનું પહેલું કારણ એ જ છે કે બાળક નિર્બળ હોવાથી આ હિંસાનો સામનો કરી શકતું નથી. શાળામાં બાળકો સાથે હિંસક થનારા શિક્ષકોના પગલે કોલેજના અઘ્યાપક ચાલી શકતા નથી. ત્યાં યુવાન વિદ્યાર્થી વિરોધ કરવા, સામનો કરવા સક્ષમ છે. બાળક નાનું છે, નબળું છે એટલે મોટાથી ડરે છે, ને માર ખાય છે, પણ એ મારનારને એ માફ તો નથી જ કરતું. અને, આ હિંસાનો અનુભવ એને કા તો ડરપોક બનાવે છે અને કા તો બળવાખોર. એ જૂઠું બોલતાં શીખે છે અથવા તમારી સમ થાય છે.

અસત્યનું આચર કરવા પ્રેરાય છે. જાતને સાચવવા જૂઠું બોલવાથી થયેલા લાભની પછી એને ટેવ પડી જાય છે. આદત કેળવાય છે. હિંસાના પ્રયોગથી બાળકને ફાયદો જ થાય, એ શિસ્તબઘ્ધ બને અને વિકાસ કરે એવી ધારણાથી આ કૈંક અવળું જ પરિણામ સિઘ્ધ થાય છે. બાળક સત્યને માટે લડવાને બદલે સત્યની સામે લડનાર પણ બની જાય છે. સ્વચ્છંદી બનેલા યુવાનોના અવિનયી વર્તન અને ગુનાખોર વલણના મૂળમાં આવી કોઈક હિંસાનો અનુભવ જોવા મળે તો નવાઈ નહીં. વક્રતા એ છે કે હિંસાની મદદથી બાળકને અમુક વસ્તુ કરતાં રોકી શકનારા એ નથી સમજતા કે આ અનુભવે બાળકને સમજાવ્યું છે કે હિંસાથી ધાર્યું કરાવી શકાય! ત્રાસવાદ પણ આવા જ વિચારબીજનું વૃક્ષ છે.

આવતીકાલની વિશ્વશાંતિ આજે બાળકો સાથેની સૂક્ષ્મ ને સ્થૂળ હિંસા રોકીને સિઘ્ધ કરી શકાય તેમ છે. જરૂર છે માત્ર બાળકોને હિંસા સામે રક્ષણ પુરૂં પાડવાની અને માતા પિતાને મા-બાપ થવાનું પ્રશિક્ષણ પુરૂં પાડવાની. બાળકને ઝૂડી નાખીએ પછી દુઃખી પણ થતા માબાપને એમાંથી પુખ્ત થતાં શીખવવું પડશે. એમની પડખે ઉભા રહેવું પડશે. શિક્ષકોને પણ યોગ્ય તાલીમ આપવી. એ સંબંધે જાગૃતિ આણે તેવી સામગ્રી તૈયાર કરવી.

મહાત્મા ગાંધી તરીકે વિશ્વપ્રસિઘ્ધ પ્રતિભાના સત્ય અને અહિંસાના શસ્ત્ર બાબતે તો આપણે સહુ જાણીએ છીએ. બાપુને રેલ્વેના ડબ્બામાંથી ધક્કો મારીને ઉતારનારને એ સમયે અહિંસાની ઠંડી તાકાતની કલ્પનાય નહીં હોય. બાપુએ અહિંસાનો પહેલો પદાર્થપાઠ ક્યારે શીખેલો? બાપુ જ નોંધે છે તેમ, કડું ચોરવાના પ્રસંગે એમના પિતા ક.બા. ગાંધી એક શબ્દ પણ ન બોલ્યા ને એમની આંખેથી આંસુ વહ્યું. ‘‘એ મોતી બિંદુના પ્રેમબાણે મને વીંઘ્યો. મારે સારૂ આ અહિંસાનો પદાર્થપાઠ હતો.’’

બાળહિંસાના કારણો અને એના દૂરગામી પરિણામોને જાણ્યા પછી એ દુષણને ડામવામાં સહુએ સક્રિય બનવાની જરૂર છે. આપણે સહુ એમાં આપણો ફાળો આપી શકીએ. બાળકોને ભણાવવાના નથી, કેળવવાના છે. કેળવણી એટલે બાળકમાં રહેલી સારી શક્તિને ઉંમરના પ્રમાણમાં પ્રગટ થવા દેવાની અનુકૂળતા આપવી. પછી એ ખીલશે તો આપમેળે જ. બાળક અનુભવથી શીખવા માંગે છે. બાળપણમાં એ ઇન્દ્રિયગત અનુભવથી જાણકારી મેળવે છે. નવ મહિના ગર્ભના અંધકારમાં રહેલાં બાળકને આસ્તે આસ્તે પ્રકાશની દુનિયામાં આવવા દો.

અનુભવથી બાળક જાણશે કે જગતમાં સજીવ છે અને નિર્જીવ છે. ઝાડ પણ પાણી પીવે છે. કૂતરું ને કીડી બંનેને ભૂખ લાગે છે ને ખાવા જોઈએ છે. મને પણ ભૂખ લાગે છે. તરસ લાગે છે. એટલે હું અને આ ઝાડ ને આ કીડી ને આ કબૂતર ને આ કૂતરૂં બધાં સરખાં છે. બાળકમાં આ સમસંવેદન જાગે તો શાંતિ માટેની પ્રાથમિક જરૂરિયાત આપોઆપ જ કેળવાય. આ ક્રમિક વિકાસથી જ મોટપણે જીવનમાં, સમાજમાં, રાજ્યમાં, રાષ્ટ્રમાં ને વિશ્વમાં શાંતિ સિઘ્ધ થઈ શકવાની.

‘સોટી વાગે ચમચમ’ની પઘ્ધતિ ભય સર્જીને સ્વીકૃતિ સિઘ્ધ કરવાની જંગલિયત છે. એવો અનુભવ બાળકના મનમાં વિદ્રોહના બીજ રોપે છે. અને પ્રતિઘાતની ક્ષણ શોધતું રહે છે. કદાચ, એ આજીવન વિરોધ વ્યક્ત ન કરે, ન કરી શકે, પણ એના હાથમાં ચળ તો રહે જ છે. બાલ માનસશાસ્ત્ર કહે છે કે બાળકમાં સ્વરક્ષણની ઇચ્છા હોય છે, આક્રમણ તો એ પછીથી શીખે છે. આ વૃત્તિ કુશિક્ષણનું પરિણામ છે. આદત બાળપણમાં પડી જાય છે, ને ઉપદેશ મોડા પડે છે. આદત એકબાજુ ખેંચે છે ને ઉપદેશ સામી બાજુ. આમાં આદતો જ બહુધા જીતે છે. મહાન સંતોના ઉપદેશની આ જ સ્થિતિ થઈ છે. એનું કારણ એ છે કે એ બધાએ પ્રૌઢ અને પુખ્ત વયના લોકોને જ સંબોઘ્યા. ને એમના વલણો તો બાળપણમાં જ દ્રઢ થઈ ચૂકેલા. પાકે ઘડે કાંઠા ના ચડ્યા! આથી જ, બાળવય એ વિશ્વશાંતિ સિઘ્ધ કરવાની દિશામાં અત્યન્ત મહત્ત્વપૂર્ણ સમય છે.

બાળકને જેટલી વાર નિરાશાનો અનુભવ આપણે કરાવીએ છીએ એટલી વાર એની આત્મશ્રઘ્ધાની ઇંટ એક પછી એક ખસેડીએ છીએ. ને જેની આત્મશ્રઘ્ધા ડગી એ તક મળ્યે આક્રમક થાય જ. ને તક ન મળે ત્યાં લગી હાથ જોડીને કરગરતો અરજદાર! આક્રમક થવાના અંતિમ પર જાય તે પૂર્વે, બાળકને આપણે સહુ સર્જન તરફ વાળી શકીએ. સંહારવૃત્તિનો અવેજ સર્જનવૃત્તિ છે. જો આપણે પોતાના બાળકોના યોગ્ય શિક્ષણ પાછળ વધારે ખર્ચ કરીશું તો લશ્કર પાછળ ઓછું ખર્ચ કરવું પડશે. પ્લુટો પણ આમ માનતા. આત્મસંયમ નિગ્રહથી ઓછો અને અંતઃતૃપ્તિથી વધારે આવે છે. બાળકને અંતઃતૃપ્તિનો અનુભવ થવો ઘટે. એની ઘડતર પ્રક્રિયામાં આ મુદ્દો કેન્દ્રમાં રહેવો જોઈએ. એને અપાતા શિક્ષણની પઘ્ધતિ પણ આ હેતુ સિઘ્ધ કરે તેવી હોવી જોઈએ.

બાળકો સાથે કામ પાડનારા શિક્ષકો એ શાંતિ સૈનિકો છે. આ જ જવાબદારી માબાપની પણ છે. શિક્ષકની પાસે આ બાળક જેટલો સમય છે તેથી વઘુ સમય એ ઘરમાં ગાળે છે. શિક્ષકે કરેલા પ્રયત્નોને બેદરકાર માબાપ નિષ્ફળ બનાવે છે. બાળ ઉછેરના કામમાં શિક્ષકો અને માબાપ બંનેએ જાગૃત રહેવાની જરૂર છે. ઉપનિષદ પણ કહે છે કે એક પિતા દસ શિક્ષકની તોલે છે. એક માતા સો શિક્ષક બરાબર છે! આપણે વિદ્યાને ભૂલીને વિષયનો મહિમા વધારી દીધો છે ને વિદ્યાર્થી આ આપણે મહિમાવંત કરેલા વિષયોના ભાર તળે દટાઈ રહ્યો છે. ન્યાયાલયે વિદ્યાર્થીના દફતરનું વજન નક્કી કરવા દરમિયાનગીરી કરવી પડે છે ને શિક્ષણ સાથે જ નિસ્બત ધરાવતી શાળા, સંચાલકો, શિક્ષકો, અને જેમના સંતાનોના અને જેમના ધનના ભોગે આ ગુન્હાહિત ગાંડપણ વકર્યું છે એ માબાપો એ બાબતે તદ્દન જ બેદરકાર બનીને વર્તે છે!બાળકો જે કૈં કરે છે એ બઘું આપણી કક્ષાએ ઉત્તમ સર્જન નથી હોતું. પણ એની કક્ષાએ એ સરસ હોય છે. સરસ એટલે રસપૂર્ણ. બાળકને ભીંત પર લીટા કરતી વખતે એટલો જ રસ પડે છે ને એવો આનંદ આવે છે કે જેટલો કોઈ સારા ચિત્રકારને ચિત્રસર્જન સમયે આવતો હશે! આપણી નિંદાથી એ છોભીલો પડે છે ને આત્મવિશ્વાસ ગુમાવે છે. ને પછી, એ ઉત્તમ ચિત્રને ફાડવામાં ય સંકોચ નથી અનુભવતો. બાળકને નાના નાના કામ કરવા દો. સર્જનમય રહેવા દો. એ આત્મવિશ્વાસ વધારનારી પ્રવૃત્તિ છે. આત્મતૃપ્તિના અમૃત ધૂંટ એને પ્રસન્ન કરે છે. ને એનું પ્રસન્ન મન શાંતિ અનુભવે છે. શાંતિનો મહિમા કરે છે. આક્રમણનો તો વિચાર સરખો ય નહિ આવે. વિષયના શિક્ષણને બદલે, બાલોચિત પ્રવૃત્તિ વઘુ ઉપયોગી નીવડશે.આપણી વિકાસદોડે શક્તિનું ક્ષેત્ર વધાર્યું છે, શિવનું નથી વધાર્યું. શિવ એટલે કલ્યાણ. વિશ્વ કલ્યાણ સિઘ્ધ થાય એ માટે વિશ્વશાંતિ જરૂરી. ને વિશ્વમાં શાંતિ સ્થાપવી હોય તો વ્યક્તિના ચિત્તમાં શાંતિ હોવી આવશ્યક ને વ્યક્તિનું મન શાંતિ અનુભવે એવું ઇચ્છતા હોઈએ તો એની શરૂઆત એના બાળપણથી જ સંભવે. બાળકો વારસદાર છે. એ વારસાને સાચવે છે. આ વારસામાં શું આપવું છે એ વિષે વાલીએ સભાન થવું જરૂરી છે. આ લેખના સમાપનમાં પૂ. મનુદાદાએ ટાંકેલ એક અવતરણ મૂકું. મહાન શિક્ષણશાસ્ત્રી મેડમ મોન્ટેસરીને કોઈએ કહ્યું કે મેડમ, ઇઝરાયેલમાં કોઈએ ડંખ વગરની મધમાખીની શોધ કરી. મેડમે કહ્યું ઃ ડંખ વગરના માણસો પેદા કરી શકીએ એવું આપણે કરવું છે.
કરવું છે ને? તો આજે જ બાળહિંસાને કહી દઈએ એક બે ને સાડાત્રણ!

 
ગુજરાત સમાચાર મા થી સાભાર….
 

બાળક અને માતા પિતા

 

વર્ષભર, અનેક માઘ્યમો દ્વારા, બાળકો પર શિક્ષણનો ભાર વધી રહ્યાની ચર્ચા થતી જ રહે છે. માતાપિતાની અપેક્ષાઓના માઠા પરિણામોના સમાચારો આંખે ચડતા રહે છે. કોઈ સમજતું નથી એવું નથી. કોઈ સુધરતું નથી એ જ સાચું છે. કારણો છે તે વાસ્તવમાં માત્ર બહાના છે. વિરોધ કરવામાં હિંમત જોઈએ. અને પોતાની જાતમાં ને પોતાના સંતાનોમાં શ્રદ્ધા જોઈએ. ટોળામાં રહેનાર દોડતા નથી ત્યારે ધકેલાતાં હોય છે.અને એમાં વિચાર કરવાનો શ્રમ ઉઠાવવો પડતો નથી. જીવનની અનેક જરૂરિયાતોની અગ્રતાક્રમ યાદીમાં, જે સૌથી પ્રિય છે, જેને માટે આ જીવન છે એવું માન્યું છે, એ બાળકો જ એમાં સૌથી છેલ્લે આવે છે. હરિફાઈની ઇચ્છા તો નથી, પણ કોઈ ખસતું ય નથી એટલે હરીફાઈ થાય છે. ને પછી, એ હરીફાઈને જ કારણ બનાવી દઈને ઘોડાને દોડાવવા ચાબૂક વિંઝાય છે.

પ્રખર શિક્ષણવિદ્, ચિંતક ને સાહિત્યકાર મનુભાઈ પંચોલીના વ્યાખ્યાનો પર આધારિત લેખમાં ઉલ્લેખ હતો કે હવે વિદ્યાર્થીના રસઋચિને બદલે વિષયનો મહિમા થઈ ગયો છે. અભ્યાસ માટેના વિષયોમાં વિજ્ઞાન, ગણિત, અંગ્રેજીની જાણકારીને ‘વિવૃત્તા’ સાથે ને સફળતા (આર્થિક સલામતી) સાથે જોડીને જોનારાઓની સંખ્યા વધી છે. પરિણામે વિદ્યાર્થી પર ભણતરનો ભાર વઘ્યો છે. ભણતર જ ભારરૂપ બની ચાલ્યું છે. બાળક એ ભણે છે જે એના માબાપને ભણાવવું છે. ખરેખર તો એવુ હોવુ જોઇએ કે બાળક ને જેમા રુચી હોય તે ભણવા મળવુ જોઈએ.

બાળકને પોતાની ક્ષમતાનો પરિચય નથી ને એવો વિવેક એનામાં કેળવાય, અને એ નિર્ણય અભિવ્યક્ત કરવાનો એનો અધિકાર સ્વીકારાય એવું શિક્ષણ શાળામાં એને મળતું નથી, અને એવું વાતાવરણ એના ઘરમાં ય નથી. પરિણામે, એ મૌન રહીને સહન કરે છે. શક્ય પ્રયત્ન પણ કરે છે. નહિ તો, સહુને છેતરીને પોતાનું ધાર્યું કરે છે. પરિણામે નિરાશા, હતાશા, વિશ્વાસઘાત જેવા પ્રતિભાવ જન્મે છે.

આ સામે બાળક બે રીતે જ તેને વ્યક્ત કરી શકે છે, કા તો એ તેને સહન કરે અને કા તો બળવો કરે.  અને બળવો કરવા  માટે હિંમત જોઈએ. હિંમત નથી એટલે હારી જવાય છે. હિંમત નથી એટલે ભાગી છૂટાય છે. ઘેરથી કે દુનિયામાંથી અને પછી જે પાછળ રહે છે એ વ્યવસ્થાને દોષ દેતા રડે છે. ને પોતાની જવાબદારી વિષે મૌન જ રહે છે. બાળક સવાલ કરી શકતું નથી. સામનો કરી શકતું નથી. કરે તો અવિનયી ને અસંસ્કારી ગણાય છે. પરિણામે બાળક સાથે અનેક સ્તરે અન્યાય થાય છે. એનું શોષણ થાય છે. હિંસા આચરાય છે. 

આ પરીક્ષા એકલા બાળકની નથી – સહુની છે. ને જે પરિણામ આવે એની જવાબદારી પણ બધાની છે. બાળક નપાસ નથી થતું, આપણે સહુ નપાસ થઈએ છીએ. એના પાસ થવાનો યશ પણ સહુને મળે છે. પણ, આ પાસ થવાની સાથે બાળકની પ્રસન્નતા જોડાયેલી હોય તો જ એનો અર્થ સરે છે. એક મજૂર એણે ઊંચકેલી બોરીને ગોદામ સુધી લાવી ફેંકે નેં જે અનુભવે એમાં સફળતા નથી રાહત છે. ‘હાશ છૂટ્યા’ નો ભાવ છે.
 શ્રીકૃષ્ણની માતાનું નામ છે. યશોદા. યશોદાનો અર્થ છે યશ આપનારી. હવે તમે જ વિચારો કે કઈ માને યશ મળે ? જેનાં છોકરાં સારાં નીવડે એ મા યશની અધિકારી. સારા ના નીવડે તો સમાજ માને જ ગાળો દે. અલબત્ત, એમાં બાપનો ય વાંક એટલો જ ગણાય. પણ, બાળ ઉછેરમાં મા નો મહિમા મોટો.આજના યુગમાં તો સ્ત્રીઓ પુરૂષ સમોવડી સિદ્ધ થઈને, ઉંબરની બહારના કામનો ભાર પણ શોભાવે છે અને સફળતા સિદ્ધ કરે છે. આમ છતાં, એની ઘરમોરચે પણ જવાબદારી તો છે જ. વિદેશમાં આનું પ્રમાણ ઓછું છે. ત્યાં સ્ત્રીના સ્વાતંત્ર્યનો મિજાજ જૂદો છે. ને એટલે જ, ગમ્મતમાં એમ કહેવાય છે કે ત્યાં બાળકને બંને પપ્પા જ છે, મમ્મી એકે નથી. સ્ત્રી, પુરૂષ સમોવડી ભલે સિદ્ધ થાય, બંને તત્ત્વતઃ ભિન્ન છે. પિતા અને માતા બંનેના વ્યક્તિત્ત્વની અસર બાળક ઝીલે છે. એના ઉછેર માટે આ બંને રસરંગની જરૂર છે. એના સમતોલ ઉછેર માટે એની આવશ્યકતાનો સ્વીકાર આઘુનિક સમાજે પણ કર્યો છે. 

પહેલાં તો માતા પોતાના બાળક વિષે અન્યના આક્ષેપ સ્વીકારવા માંગતી જ નથી. પણ પછી, એ પરાણે મોં ખોલાવે છે. બાળકની અનિચ્છાએ પણ જો કૈં કરાવવું હોય તો એ મા જ કરાવી શકે ? પ્રત્યેક બાળકની ભીતર અનેક શક્યતાઓ, સંભાવનાઓ, શક્તિ અને પ્રતિભા પડેલા છે. માબાપે એનું મોં તો ખોલાવે છે, પણ પછી એ પ્રતિભાના દર્શન નથી કરતા, ત્યાં સ્વીકાર તો કરે જ ક્યાંથી ? બાળકની ભીતર પડેલી આ પ્રતિભાને ઓળખો ? સમજો ! સ્વીકારો ! ને એને વિકસવાની તક આપો !

માતા યશોદા કડક થયાં છે. બાળકને શિક્ષા કરવાનો નિર્ણય કર્યો છે. કાનુડાને દોરડે બાંધવો છે. દોરડું મંગાવે છે તો ટૂંકુ પડે છે. વળી બીજું…વળી ત્રીજું…બધાં જ ટૂંકા પડ્યા. સૂચક અર્થ એ જ કે બાળકને તમે નહિ બાંધી શકો. તમારા દોરડા ટૂંકા જ પડશે ! આવું આયોજન કદી કરશો જ નહિ. બાળકને બાંધવા નહિ મથતા. તમે એને કદાચ, બાંધીને બેસાડી દેવામાં સફળ તો થશો પણ એ જ્યાં બંધાઈને બેસશે, ત્યાં હશે નહિ ! એનું મન તો બીજે જ ઉડતું રહેશે. શિસ્ત શરીરને બાંધવા પૂરતી નથી, શિસ્ત મનને ય કેળવે તો જ હેતુ સિદ્ધ થાય. શેરીમાં કૂતરી વિંયાય ત્યારે, મહોલ્લાના છોકરાં એને શીરો ખવરાવે. આ કાર્યમાં એમની માતાઓ સાથ આપે. આમાં કશું કહેવા-શીખવાનું ન હોય. આને કારણે બાળક સહજ પણે જ સમસંવેદનના પાઠ ભણે.

 
આ લેખ ગુજરાત સમાચાર ૯/૪/૨૦૧૦ મા થી કોપી કરવા મા આવ્યો છે. ( અમુક વિગત મા ફેર્ફાર કરવામા અવ્યો છે.

Five C…

Many times we confuse intelligence with good judgment.

A person may have high intelligence but poor judgment.

Choose your advisers carefully and use your judgment.

A person can and will be successful with or without formal education if they have: character, commitment, conviction, courtesy, courage

The tragedy is that there are many walking encyclopedias who are living failures.

Writer – UNKNOWN

સાચા સગા……..

સગાં તો સ્મશાનેથી પાછાં વળી જાય છે,
સાચા સગાં છે જંગલના લાકડા જે સાથે બળી જાય છે.છૂટે ના શ્ર્વાસ છેલ્લા ત્યાં સુધી સૌ આશા રાખે છે,
દગા અને દુઆમાં લોકો ખૂબ વિશ્ર્વાસ રાખે છે.

ઉઘાડી આંખથી નિસ્બત છે દુનિયાને દોસ્તો,
બાકી જરૂરતથી વધારે ઘરમાં કોણ લાશ રાખે છે.

મરનારની ચિતા પર એનો ચાહનાર કોઇ ચડતો નથી,
કહે છે હું મરીશ પણ પાછળથી કોઇ મરતું નથી.

જુએ છે દેહને આગમાં બળતો પણ આગમાં કોઇ પડતું નથી,
અરે, આગમાં તો શું પડે એની રાખને પણ કોઇ અડતું નથી.

પંખી સમજે છે કે ચમન બદલાયું છે,
સિતારા સમજે છે કે ગગન બદલાયું છે,
પણ સ્મશાનની ખામોશી ચીસો પાડે છે કે
છે લાશ એની એ જ, ફકત કફન બદલાયું છે.

http://rupen007.wordpress.com/2010/01/24/saga-to-pacha/

કોઈ જીવન ની અવસ્થા

 કોઈ જીવન ની અવસ્થા નથી કાયમ અહીયા , ભલા સુખ ને દુખ ની કોણ પંચાત કરે જેને વૈભવ નુ અભિમાન હો મિથ્યા જગમા, તેને કહેજો કે રુસ્વા થી મુલાકત કરે……………
 
રુસ્વા મઝલુમિ સાહેબ ની પંક્તિ જેણે મને ગુજરાતી ગઝલ સાંભળવા માટે પ્રેરીત કર્યો અને કઈક એને જ કારણે લખવા ની ઈચ્છા જાગી….

ખુશખુશાલી…..

અમારી સ્કુલ મા ગવાતુ એક સુંદર મજાનુ ગીત તમારી સાથે શેર કરુ છુ.

હવામાં આજ વહે છે ધરતી કેરી.. ખુશખુશાલી…..(2)

મોડી રાતે મેઘ વિખાયો… ભાર હૈયાનો કીધો ખાલી..

તૃણે તૃણે પાને પાને ઝાંકળબિંદુ ઝબકે જાણે…(2)

રાતે રંગીન નિહારીકા ધરતી ખોળે વરસી ચાલી….

હવામાં આજ વહે છે ધરતી કેરી.. ખુશખુશાલી…..(2)

રમતાં વાદળ ગિરીશિખરે મધુરતાની ચર્ચા કરે…(2)

દૂર દિગંજે  અધીર  એનો પ્રિતમ ઉભો વાટ નિહાળી… (2)

હવામાં આજ વહે છે ધરતી કેરી.. ખુશખુશાલી…..(2)

રવિ તો રેલે ન્યારા ..સોનેરી સૂરની ધારા….

વિશાળે ગગન ગોખે જાય ગૂંથાતી કિરણ જાળી….. !

હવામાં આજ વહે છે ધરતી કેરી.. ખુશખુશાલી…..(2)

મન તો જાણે જુઇની લતા… ડોલે બોલે સુખની કથા.. 

આજ ઉમંગે નવ સુગંધે ઝુલે એ તો ફૂલીફાલી…

હવામાં આજ વહે છે ધરતી કેરી.. ખુશખુશાલી…..(2)

અમારુ સી.એન. વિદ્યાવિહાર નુ ગીત…….

 અમારુ સી.એન. વિદ્યાવિહાર નુ ગીત…….

અમે નમીએ તને ચિરસાથી, સાથી વિદ્યાવિહાર ..(૨)
સાથી ચિરંતન તુજ સનાતન દિપક તુજ સુકાની,

બીજકળાશી શારદ રેખા, દે અમ પ્રાણ ખિલાવી,
તારે હૈયે જ્ઞાનની સરિતા, ક્ષિતિજો વિશાળ તારી,
અમે નમીએ તને ચિરસાથી, સાથી વિદ્યાવિહાર ..(૨)


કમલ સુકોમલ ઊર્મિ નિર્મળ, પ્રભાસુર્ય સમભારી,
સ્ફૂરી રહી અમ અંતર આજે વાણી સાત્વિક તારી,
અમે નમીએ તને ચિરસાથી, સાથી વિદ્યાવિહાર ..(૨)
સુખે દુઃખે કે જીવન મરણે એક જ ઊર્મિ અમારી,
અમ પર તારી સદાય હોજો છાયા મંગળકારી,
અમે નમીએ તને ચિરસાથી, સાથી વિદ્યાવિહાર ..(૨)

અલ્પ...લીંબડીવાળા

ઇશ્વર વિશેની વ્યાખ્યાઃ જે વ્યક્તિ પ્રમાણિકતા પુર્વક અને ખંત થી પોતાનુ કામ કરે એ મારો ઇશ્વર

આપણું વેબ વિશ્વ

Just another WordPress.com weblog

ડગલો

ગુજરાતી સાહિત્ય,સંગીત દ્વારા ભાષાને જીવંત રાખવાનો નમ્ર પ્રયત્ન

દૃષ્ટિકોણ

ખાડિયાનું પાણી અને થેમ્સના કિનારાની હવાનો સમન્વય....

Gandabhai Vallabh

આરોગ્ય અને અન્ય વીષયો

"હાર્દ" વાણી

હાર્દિકના "હાર્દ"ની વાત

મા ગુર્જરી

જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી કૃત્યસ્ત

સંવેદનાના સમીકરણો

જેના લોહીમાં ગઝલો વહે છે.....

જીવન સંધ્યાનો ઉજાસ

અડધો ગ્લાસ ભરેલો જોવો

કાંતિલાલ પરમાર

પારડીથી હીચીન

પ્રદીપની કલમે

Literature in Gujarati, Hindi, and English by Pradip Brahmbhatt

સ્પંદન

The Wind Under My Wings Are My Friends I Believe..

સંગાથ

મહિલાઓની એક વિકાસ યાત્રા

Bina 's weblog / બીનાનો વેબ્લોગ

Providing interesting material on the web for Indian community

ઉદ્યોગમિત્ર

ઉદ્યોગ સાહસિક મિત્રોનો બ્લોગ.......

Aadit Shah's Blog (આદિત શાહ)

એકાંતનો સંગાથ...

હ્રદય ઉતર્યુ કાગળ પર

નીશીત જોશીની સ્વરચીત રચનાઓ નો બ્લોગ

"બેઠક" Bethak

વાંચન દ્વારા સર્જન -બેઠક

લલિત પરીખનું વાર્તા વિશ્વ...

લલિત પરીખની વાર્તાઓ

Rajeshpadaya's Blog

પ્રભુ યેશુ મસીહા અંગ્રેજ ન હતા, યહુદી હતા અને એમનો દેશ ઈંગ્લેંડ નહિ ઈઝરાયેલ હતો, એમની ભાષા અંગ્રેજી નહિ પણ હિબ્રુ હતી. અંગ્રેજો, રોમન અને યુરોપીયનોએ પ્રભુ યેશુ મસીહ ને તેઓના પરમેશ્વર તરીકે અપનાવ્યા, અને પાપી શયતાન પ્રેરીત અને માનવસર્જીત દંભી મુર્તી પુજા છોડી અત્મિક બન્યા હતા. આપણો દેશ પણ એકમાત્ર પરમેશ્વ્રર પુત્ર પવિત્ર પભુ યેશુને જાણે અને પ્રભુ યેશુની શિક્ષા અને દિક્ષા અપનાવી પશ્ચિમના ખ્રિસ્તી દેશો જેવો ઈમાનદાર બની જાય. અગણિત બાપ વાળો આપણો દેશ બાપ વગરનો નોધારો-અનાથ, જાતીવાદના શ્રાપથી ત્રાહિત, અશાંત, અભિમાન, દંભ, ભ્રષ્ટ અને પાપથી ઉભરાતો દેશ છે, પ્રભુ યેશુ દ્વારા પરમપિતા પરમાત્માને ઓળખીને એમને આપણો દેશ સોંપીશુ તો આ દેશ પણ પ્રભુ યેશુને અપનાવી એમના પવિત્ર બલિદાન થઈ ત્રીજે દિવસે જીવીત બની અમર થઈ જવાના મહાન સામર્થમાં ભાગીદાર થઈ પવિત્ર અને ઈમાનદાર અને પરમપિતા પરમાત્મા પરમબ્રહ્મને ભજનારો દેશ બની જાય એવી પ્રભુ યેશુને નામે પરમપિતા પરમાત્માને પ્રાર્થના…..નવી પોસ્ટ માટે જમણેમથાળે જુઓ..

સાયુજ્ય

અદબભેર મસ્તક નમાવો સુજન, અહીં શબ્દની ફરફરે છે ધજા...

ગોદડિયો ચોરો

ચોરાની ચટપટી ચર્ચા !!!!!

વિજયનુ ચિંતન જગત

મને ગમતી વાતો અને મારી સર્જન પ્રવૃતિઓ...

Dr.Hansal Bhachech's Blog

Psychiatrist and Author

Tahuko

excerpts of Dr. Gunvant.B. Shah's essays, articles, books and lectures

સંવેદનાનો સળવળાટ

આરતી પરીખ Arti Parikh

શબ્દોને પાલવડે

સ્વરચનાઓનો સંચય મારા શબ્દોના પાલવમાં

Blogging for a Good Book

A suggestion a day from the Williamsburg Regional Library

"Life" My View

મેં મારી જીંદગીમાં જોયેલુ, જાણેલુ, માણેલુ, વિચારેલુ બધું જ...

ALPA UNADKAT

Ex. CORPORATOR, MAHANAGAR PALIKA, JUNAGADH

NET–ગુર્જરી

जननी, जन्मभूमि ओ जन्मभाषा, नमुं तने !!

ડૉ. પ્રવીણ શાહ નો બ્લોગ

જીવનની દરેક ક્ષણને માણો

Hiral's Blog

Hiral's Diary

જરા અમથી વાત ...પ્રીતિના મનની અટારીએથી ..

કૈક એવું જે છે આપણા સૌની ભીતરમાં એને શબ્દદેહ આપવાની કોશિશ ...!!!!મારી કલમથી ...!!!

બાગે વફા*ગુજરાતી

કરું રબનામથી આરંભ જે મોટો ક્રુપાળુ છે.* નથી જેનીદયાનો પાર ,જે અનહદ દયાળુ છે.આવરણ: આદિલ મન્સૂરી*બિસ્મિલ્લાહ...નો પદ્યમય અનુવાદ_દીપક બારડોલીકર.સં: મોહમ્મદઅલી ભૈડુ'વફા'

પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી.. પરમ સમીપેની આરત સાથે આપણા સૌના જીવનમાં ઝળહળતો ઉજાસ ઉઘડે..એ પ્રાર્થના સાથે..

હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

બસ એ જ લિ. યુવરાજ

બાપુનો બબડાટ

Read, Think, Respond

જયવંત પંડ્યાનો બ્લૉગ

મારી વાતો નો વાડો

મારી થોડી વાતો ગુજરાતીમાં .........

undefined હું

મારા "simple" અને "not so simple" વિચારો સાથે

પરાર્થે સમર્પણ

....કાવ્ય-વાર્તા-ભજન-કટાક્ષનું તર્પણ એટલે જ પરાર્થે સમર્પણ......

ધરતીનો છેડો... ઘર

ઘરની સજાવટ અંગેનો બ્લોગ

સાહિત્યરસથાળ

મારા વિચાર મારી કલમે

અલ્પ...લીંબડીવાળા

ઇશ્વર વિશેની વ્યાખ્યાઃ જે વ્યક્તિ પ્રમાણિકતા પુર્વક અને ખંત થી પોતાનુ કામ કરે એ મારો ઇશ્વર

આપણું વેબ વિશ્વ

Just another WordPress.com weblog

ડગલો

ગુજરાતી સાહિત્ય,સંગીત દ્વારા ભાષાને જીવંત રાખવાનો નમ્ર પ્રયત્ન

દૃષ્ટિકોણ

ખાડિયાનું પાણી અને થેમ્સના કિનારાની હવાનો સમન્વય....

Gandabhai Vallabh

આરોગ્ય અને અન્ય વીષયો

"હાર્દ" વાણી

હાર્દિકના "હાર્દ"ની વાત

મા ગુર્જરી

જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી કૃત્યસ્ત

સંવેદનાના સમીકરણો

જેના લોહીમાં ગઝલો વહે છે.....

જીવન સંધ્યાનો ઉજાસ

અડધો ગ્લાસ ભરેલો જોવો

કાંતિલાલ પરમાર

પારડીથી હીચીન

પ્રદીપની કલમે

Literature in Gujarati, Hindi, and English by Pradip Brahmbhatt

સ્પંદન

The Wind Under My Wings Are My Friends I Believe..

સંગાથ

મહિલાઓની એક વિકાસ યાત્રા

Bina 's weblog / બીનાનો વેબ્લોગ

Providing interesting material on the web for Indian community

ઉદ્યોગમિત્ર

ઉદ્યોગ સાહસિક મિત્રોનો બ્લોગ.......

Aadit Shah's Blog (આદિત શાહ)

એકાંતનો સંગાથ...

હ્રદય ઉતર્યુ કાગળ પર

નીશીત જોશીની સ્વરચીત રચનાઓ નો બ્લોગ

"બેઠક" Bethak

વાંચન દ્વારા સર્જન -બેઠક

લલિત પરીખનું વાર્તા વિશ્વ...

લલિત પરીખની વાર્તાઓ

Rajeshpadaya's Blog

પ્રભુ યેશુ મસીહા અંગ્રેજ ન હતા, યહુદી હતા અને એમનો દેશ ઈંગ્લેંડ નહિ ઈઝરાયેલ હતો, એમની ભાષા અંગ્રેજી નહિ પણ હિબ્રુ હતી. અંગ્રેજો, રોમન અને યુરોપીયનોએ પ્રભુ યેશુ મસીહ ને તેઓના પરમેશ્વર તરીકે અપનાવ્યા, અને પાપી શયતાન પ્રેરીત અને માનવસર્જીત દંભી મુર્તી પુજા છોડી અત્મિક બન્યા હતા. આપણો દેશ પણ એકમાત્ર પરમેશ્વ્રર પુત્ર પવિત્ર પભુ યેશુને જાણે અને પ્રભુ યેશુની શિક્ષા અને દિક્ષા અપનાવી પશ્ચિમના ખ્રિસ્તી દેશો જેવો ઈમાનદાર બની જાય. અગણિત બાપ વાળો આપણો દેશ બાપ વગરનો નોધારો-અનાથ, જાતીવાદના શ્રાપથી ત્રાહિત, અશાંત, અભિમાન, દંભ, ભ્રષ્ટ અને પાપથી ઉભરાતો દેશ છે, પ્રભુ યેશુ દ્વારા પરમપિતા પરમાત્માને ઓળખીને એમને આપણો દેશ સોંપીશુ તો આ દેશ પણ પ્રભુ યેશુને અપનાવી એમના પવિત્ર બલિદાન થઈ ત્રીજે દિવસે જીવીત બની અમર થઈ જવાના મહાન સામર્થમાં ભાગીદાર થઈ પવિત્ર અને ઈમાનદાર અને પરમપિતા પરમાત્મા પરમબ્રહ્મને ભજનારો દેશ બની જાય એવી પ્રભુ યેશુને નામે પરમપિતા પરમાત્માને પ્રાર્થના…..નવી પોસ્ટ માટે જમણેમથાળે જુઓ..

સાયુજ્ય

અદબભેર મસ્તક નમાવો સુજન, અહીં શબ્દની ફરફરે છે ધજા...

ગોદડિયો ચોરો

ચોરાની ચટપટી ચર્ચા !!!!!

વિજયનુ ચિંતન જગત

મને ગમતી વાતો અને મારી સર્જન પ્રવૃતિઓ...

Dr.Hansal Bhachech's Blog

Psychiatrist and Author

Tahuko

excerpts of Dr. Gunvant.B. Shah's essays, articles, books and lectures

સંવેદનાનો સળવળાટ

આરતી પરીખ Arti Parikh

શબ્દોને પાલવડે

સ્વરચનાઓનો સંચય મારા શબ્દોના પાલવમાં

Blogging for a Good Book

A suggestion a day from the Williamsburg Regional Library

"Life" My View

મેં મારી જીંદગીમાં જોયેલુ, જાણેલુ, માણેલુ, વિચારેલુ બધું જ...

ALPA UNADKAT

Ex. CORPORATOR, MAHANAGAR PALIKA, JUNAGADH

NET–ગુર્જરી

जननी, जन्मभूमि ओ जन्मभाषा, नमुं तने !!

ડૉ. પ્રવીણ શાહ નો બ્લોગ

જીવનની દરેક ક્ષણને માણો

Hiral's Blog

Hiral's Diary

જરા અમથી વાત ...પ્રીતિના મનની અટારીએથી ..

કૈક એવું જે છે આપણા સૌની ભીતરમાં એને શબ્દદેહ આપવાની કોશિશ ...!!!!મારી કલમથી ...!!!

બાગે વફા*ગુજરાતી

કરું રબનામથી આરંભ જે મોટો ક્રુપાળુ છે.* નથી જેનીદયાનો પાર ,જે અનહદ દયાળુ છે.આવરણ: આદિલ મન્સૂરી*બિસ્મિલ્લાહ...નો પદ્યમય અનુવાદ_દીપક બારડોલીકર.સં: મોહમ્મદઅલી ભૈડુ'વફા'

પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી.. પરમ સમીપેની આરત સાથે આપણા સૌના જીવનમાં ઝળહળતો ઉજાસ ઉઘડે..એ પ્રાર્થના સાથે..

હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

બસ એ જ લિ. યુવરાજ

બાપુનો બબડાટ

Read, Think, Respond

જયવંત પંડ્યાનો બ્લૉગ

મારી વાતો નો વાડો

મારી થોડી વાતો ગુજરાતીમાં .........

undefined હું

મારા "simple" અને "not so simple" વિચારો સાથે

પરાર્થે સમર્પણ

....કાવ્ય-વાર્તા-ભજન-કટાક્ષનું તર્પણ એટલે જ પરાર્થે સમર્પણ......

ધરતીનો છેડો... ઘર

ઘરની સજાવટ અંગેનો બ્લોગ

સાહિત્યરસથાળ

મારા વિચાર મારી કલમે

%d bloggers like this: