કહેવુ છે ઘણુ અને કહી નથી શકતો , શબ્દો ની છે દિવાર અને દફનાઈ રહ્યો છુ.
તારક મહેતા આજે આપણી વચ્ચે નથી રહ્યા પણ એમની યાદ હમેશા આપણી વચ્ચે રહેશે. તેમની હાસ્ય શ્રેણી દુનિયા ને ઉંધા ચશ્મા નો છેલ્લા ૩૫ વરસ થી ફેન રહ્યો છુ. એમના જેવી લેખન શૈલિ કદાચ કોઇ પણ લેખક મા નહોતી, જ્યારે પણ દુનિયા ને ઉંધા ચશ્મા વાંચવા બેસતો ત્યારે નજર સામે એક વાસ્તવિક માળા નુ દ્રશ્ય નજર સમક્ષ ઉભુ થઈ જતુ. અને માળા ના દરેક રહેવાશી આપણા પડોશી જ લાગતા. એટલી વાસ્તવીક અને રસાળ શૈલિ મા લખતા હતા કે હસી હસી ને બેવડ વળી જઈએ , એટલે જાહેર મા જો દુનિયા ને ઉંધા ચશ્મા વાંચતા હોઈ એ તો કોઇ આપણને ચશ્કેલ જ સમજી લે. એટલી રમુજી શૈલિ મા એ લખતા હતા. જ્યારે ૧૯૯૦ મા સિરિયલ્ નો દોર ચાલુ થયો ત્યારે પણ હમેશા એક ઇચ્છા રહિ હતી કે કોઈ તેના પરથી સિરિયલ બનાવે. અને મારુ એ સપનુ જાણે સાકાર થયુ ૨૦૦૮ મા જ્યારે આસીત ભાઇ એ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા નુ નિર્માણ કર્યુ. અને નસિબ પણ કેવા કે પાત્રો વાસ્તવીક લાગતા હતા એમના સર્જનહાર એવા તારક મેહ્તા સાથે વાત કરવાનો અને એમની સર્જેલી દુનિયા ના પાત્રો ને રુબરુ મળવાનો મોકો પણ પ્રાપ્ત થયો.
શ્રી તારક મહેતા ગઈ કાલે પણ આપણી સાથે હતા અને આવતી કાલે પણ એમને સર્જેલી દુનિયા ને કારણે આપણી સાથે જ રહેશે . મારી એક વિનંંતી છે ચિત્રલેખા ની ટીમ ને કે “દુનિયા ને ઉંધા ચશ્મા” શ્રેણી બંધ ન કરે.
અંત મા ઘાયલ સાહેબ ના શબ્દો સાથે વિરામ લઈશ.
છે કાઈ જિંદગી મા તો એ જ છે સહારો એક યાદ છે તમારી ને સ્વાસ છે અમારો…..
Like this:
Like Loading...
Related
દુનિયા ને ઉંધા ચશ્માં થી પ્રેરિત થઇ ને બનાવેલી તારક મહેતા કા ઉલટા ચશ્માં અત્યારે લોકો નું ખુબ જ મનરંજન કરી રહી છે.
read તારક મહેતા આજે આપણી વચ્ચે નથી રહ્યા પણ એમની યાદ હમેશા આપણી વચ્ચે રહેશે. તેમની હાસ્ય શ્રેણી દુનિયા ને ઉંધા ચશ્મા નો છેલ્લા ૩૫ વરસ થી ફેન રહ્યો છુ.
install https://play.google.com/store/apps/details?id=com.quick.bestofjayvasavada