અંકુશ
વરસો પહેલા એક ફિલ્મ જોઈ હતી અંકુશ. હમણા આ ફિલ્મ ની પાછી યાદ આવી ગઈ કારણ એક જ આજ કાલ છાપા મા, ન્યુસ પેપર મા અને જ્યા જુઓ તો એક જ ચર્ચા છે દીલ્હી ગેંગ રેપ કેસ ની અને ફિલ્મ નો વિષય પણ હતો ગેંગ રેપ. આજ ની પેઢી ને કદાચ આ ફિલ્મ ની વાર્તા કદાચ ખબર નહી હોય તો થોડા શબ્દ મા એને ફરી ને કહેવી રહી.
આ વાર્તા છે ભ્રષટાચાર ના ભોગ બનેલા ચાર યુવાનો ની જેમા એક છે નાના પાટેકર, મદન જૈન અને અન્ય બે જણા જેઓ નોકરી ના અભાવે ભટકેલ જિંદગી જીવી રહ્યા હોય છે અને ત્યારે તેમની જીંદગી મા આવે છે એક મા(આશા લતા) અને દિકરી(નિશા સિંહ) જે એક પ્રાયવેટ કંપની મા કામ કરતી હોય છે અને એક સમાજીક કાર્યકર. અને આ મા દિકરી જ તેમની જિંદગી મા મોટો વળાંક લાવે છે. એમને એક નવો રસ્તો બતાવે છે અને તેમને સારી જિંદગી જિવવાની પ્રેરણા આપે છે. ( એક આડવાત આ આખી ફિલ્મ મા કોઈ સૌથી સુંદર બાબત હોય તે છે એમાની એક પ્રાર્થના – ઇતની શક્તિ હમે દેના દાતા, મન કા વિસ્વાસ કમ્જોર હોના.)
અને જ્યારે આ ચારે જણ ફરી થી નવી જિંદગી ની શરુઆત કરી જ રહ્યા હોય છે ત્યા ફરી એમની જિંદગી મા એક તોફાન આવે છે અને તે છે જેણે તેમને જિંદગી આપી તેજ વ્યક્તી(નિશા સીંહ) પર થાય છે બળાત્કાર અને બળાત્કાર પછી તેને જે યાતના માથી પસાર થવુ પડે છે તે. તેને કોઈ પણ પ્રકાર નો ન્યાય નથી મળતો અને છેવટે તે આત્મહત્યા કરે છે. આ વાત થી નાના પાટેકર અને તેમના મિત્રો ને એટલી ખટકે છે કે તેઓ કાનુન ને પોતાના હાથ મા લે છે અને બળાત્કારી ઓને મારી નાખે છે અને પોલિસ ને શરણે થઈ જાય છે.
હવે સવાલ એ થાય છે આ આખી વાર્તામા ખરેખર ગુનેગાર કોણ ? બળાત્કારી તો ગુનેગાર છે જ . શુ આપણો સમાજ પણ ગુનેગાર નથી કે જેના ડરથી નિર્દોષ નિશા સીંહ આત્મ હત્યા કરે છે ? કે પછી ન્યાય પ્રક્રિયા જે એને ન્યાય નથી આપી શકતી ? કે પછી નાના પાટેકર અને તેના મિત્રો જે કાયદા ને પોતાના હાથ મા લે છે ?
હવે આવીએ દિલ્હી ગેંગ્ રેપ ઉપર આ ધ્રુણાસ્પદ ગુનેગાર ને હુ સજા મળવી જોઈએ ? ઘણા કહે છે કે તેમને ફાંસી ની સજા થવી જોઇએ… તો ઘણા ની દલિલ એ છે કે આ તો બહુ ઓછી સજા છે ( મારા મતે પણ આ ઓછી સજા ગણાય કારણ એ કે ફાંસી ની સજા તો માત્ર અને માત્ર બેથી પાંચ મીનીટ ની સજા ગણાય અને આવા ધ્રુણાસ્પદ ગુનેગાર માટે પાંચ મીનિટ ની સજા શુ યોગ્ય છે ??? અને બિજી દલીલ એ છે કે જો ફાંસી ની સજા જાહેર થશે તો પછી કોઇ પણ બળાત્કાર ની ભોગ બનેલ વ્યક્તિ ને જિવંત નહી છોડે…ઘણા નુ કહેવુ છે કે તેમને નપંસક બનાવી દેવા જોઇએ પણ શુ એનાથી પણ કોઈ હલ નહી નીકળે કારણ કે ગુનેગાર એ પુરુષ ના બે પગ વચ્ચે રહેલ ઇંદ્રિય નથી પરંતુ તેનુ દિમાગ છે માટે સજા પણ તેના દિમાગ ને જ મળવી જોઈએ નહી કે એ પુરુષ ના બે પગ વચ્ચે રહેલ ઇંદ્રિય ને……બિજુ એનાથી ડબલ નુકસાન એ થશે કે એ ગુનેગાર વધારે ફ્રસ્ટ્રેટ થશે અને એ વધારે નુકસાન થશે ( ઉદાહરણ મહેશ ભટ્ટ ની મુવી મર્ડર – ૨)
મારા મતે તો આવા ગુનેગારો ને એવી સજા મળવી જોઇએ કે જેથી કરીને ભવિશ્ય મા સમાજ ને વધારે નુક્સાન પણ ન થાય અને ગુનેગાર ને એની સખત સજા પણ મળી રહે. જેમ કે કોઇ એવી દવા આપી ને એના મગજ ની અંદર ના શેતાન ને કાયમ માટે ખલાસ કરી નાખ્વો જેથી કરી ને ભવિશ્ય મા તે આવો કોઈ ગુનો ન કરે અને બીજી સજા તેને ભુતકાળ મા કરેલા ગુના માટે જે કોઈપણ હોઈ શકે છે જેલ કે અન્ય કોઇ પરંતુ જે પણ સજા થાય તે પહેલા એક વાત નુ ધ્યાન રાખવા મા આવે અને એ છે કે બળાત્કારી ખરેખર ગુનેગાર છે કે નહી, જેથી કરીને તેનો દુર ઉપયોગ ન થાય. જેમ કે દહેજ વિરોધી કાયદો.
અલ્પ
Like this:
Like Loading...
Related
જ્યા સૂધી આ સમાજીક સમસ્યા છે ત્યા સુધી કદાચ બંને અલગ હોય શકે. પરંતુ જેવો કાનુન આવે ત્યા આ બંને એક જ સીક્કાની બે બાજુઓ છે. પુરૂષ હોય કે સ્ત્રી કાનુન જે પક્ષે નમે તે પક્ષમાં તેનો દુરૂપીયોગ કરનારા રહેવાના જ. અને બળાત્કાર એ અતી સંવેદનશીલ મુદ્દો છે. કાનુન માનવીય લાગણીથી પર છે અને તેમાંજ તેની ગરીમા છે.
હું સ્વયં ઇચ્છુ છું કે બળાત્કારીઓને યોગ્ય સજા મળવી જોઇએ પણ જે રીતે અત્યારે જન સામાન્ય ભાવાવેષમાં તણાય રહ્યો છે. તે જોતા જો બળાત્કારીને ત્વરીત સજા મળાશે કે કાનુન જુકશે તો તેના ઘણા જ ખરાબ દુરોગામી પરીણામો આવશે. અને ખાશ તો પેલી કહેવત જેવું થશે ‘ ડોશી મરે એનો વાંધો નથી પણ જ્મ પેધો ના પડવો જોઇએ”
મીત્ર તમારો પોતાનો એક લેખ હતો, ‘સ્ત્રી અને પુરૂષ’ (https://alplimadiwala.wordpress.com/2012/08/30/875/)
તેમાં તમે ઘરેલું હીંસાથી માંડીને અનેક ક્ષેત્રે સ્ત્રીઓ દ્વારા પુરૂષો પર થયેલા અત્યાચારો સામે અવાજ ઉઠાવેલ છે. જોકે અહી વાતાવરણની અસર હેઠળ તમે નવો જ સુર રેલાવી રહ્યા છો. પરંતુ હું તમારા જ એ લેખને એક વાર ફરી વાંચી ગયો. અને તેના જ વીષયને અહીં ટાંકુ છુ.
ઘરેલું હીંસાના કેશોના આંકડા એમ કહે છે કે ૯૯ ટકા કેસો ખોટા છે. જો સ્ત્રી પોતાના પતી કે સસરાને હેરાન કરવા કાયદાનો ઉપયોગ કરવા ન શરમાતી હોય તો . મજબુત બળાત્કારના કાયદાનો તો ઉપ્યોગ કરવામાં કેવી શરમ?
સ્ત્રીની સંમતીથી થયેલા સેક્સને પણ જો એ પાછળથી બળાત્કાર કહેશે તો કોણ શાબીત કરશે? ઓફીસ, પડૉશ બધે જ જગ્યાએ પુરૂષો ડરવા લાગશે?
જાગો પુરૂષ જાગો…. નહીતો ભવીશ્યમાં સ્ત્રીપ્રધાન દેશ થઇ જશે.
જોકે એક રીતે ખોટૂ નથી , એમ મે તે વખતે પણ કહ્યુ હતુ. હજારો યુગો થી પુરૂષે સ્ત્રીને દબાવી એવા તર્કને માનીયે તો, હવે આવનારા હજારો યુગો સુધી સ્ત્રી પુરૂષને દબાવે તો જ હીસાબ પુરો થાય.
“બેટી બચાઓ એક માત્ર ઉપાય.”
સચિનભાઇ ,
ગયા લેખ વિશે ની તમે વાત કરતા હો તો એક ચોખવટ એ કરવાની કે એ લેખ દ્વારા હુ એ સાબીત કરવા નથી માંગતો કે સ્ત્રી ઓ દ્વારા પુરુષો પર અત્યાચાર થાય છે. મારો કહેવાનો મતલબ એ હતો કે જ્યારે સ્ત્રી ઓ દ્વારા પુરુષો પર અત્યાચાર થાય છે ત્યારે એ બાબ્ત ને ગંભીરતા થી લેવા મા નથી આવતી. રહી આ લેખ ની વાત તો આ લેખ ફક્ત બળાત્કાર ને અનુલક્ષી ને છે. બીજી વાત એ છે કે એક યોગ્ય સમાજ ની રચના કરવા માતે કોઇ પણ કોઇ ને દબાવવાની કોશિશ કરશે તો એ શક્ય નહી બને.