થોડા દિવસો પહેલા બહાર હતો ત્યારે મારે એક અગત્ય નો મેલ કરવા માટે એક સાયબર કેફે ની મુલાકાત લેવાની જરુર પડી જ્યારે સાયબર કાફે ના ઓનરે મારી પાસે મારુ આય કાર્ડ અને તેની ઝેરોક્ષ માંગી અને મને ખબર છે કે નવા કાયદા પ્રમાણે એ લોકો પોતાની સેફટી માતે આ ડોક્યુમેંટ્સ માંગતા હતા એટલે મે તેને આ આપ્યુ ત્યાર બાદ એણે મને કહ્યુ કે મારે તમારો ફોટો લેવો પડશે ત્યારે હુ ચમક્યો અને મે કહ્યુ કે મે તને મારુ આય-કાર્ડ અને તેની ઝેરોક્ષ આપી છે જેમા મારો ફોટો છે હવે તને મારો ફોટો પાડવાની શુ જરુર છે તો એણે કહ્યુ કે આ રુલ છે એટલે. મે એને કહ્યુ કે આજ પહેલા તો મારી પાસે કોઈએ ફોટો પાડ્યો નથી તો તને આની શુ જરુર પડી ? અને મે સામો પ્રશ્ન કર્યો કે મારા ડોક્યુમેંટ્સ નો તુ કોઈ દુર ઉપ્યોગ નહી કરે એની શુ ગેરેંટિ. તો એની પાસે એનો કોઇ જવાબ નહોતો. આજ વાત હમણા સમાચાર વાંચ્યા કે એક વ્યક્તિ ના નામે તેની જાણ બહાર ૫૦ ઉપર સિમ કાર્ડ ખરિદવા મા આવ્ય અને આ લેખ લખવાની પ્રેરણા મળી
ઓળખ ની ચોરી ………..
આજ સુધી આપણે પૈસા ની ચોરી, ઘરેણા ની ચોરી અને અન્ય ચોરી વિશે વાંચ્યુ છે અને ખબર પણ છે કે શુ કહેવાય… પરંતુ આજે મારે તમને ઓળખ ચોરી ( identity theft) વિશે વાત કરવી છે. identity theft એ આપણને ટેકનોલોજિ દ્વારા મળેલી ભેટ છે. identity theft થી આપણને હજી એટલો પરિચય નથી પરંતુ અમેરીકા, યુરોપ અને અન્ય દેશો મા આનો ભય એટલો છે કે લોકો પોતાના વિશેની કોઈ પણ માહિતિ અન્ય લોકો ને આપતા ડરે છે. અને ન છુટકે આપવી જ પડે તો બનતી તકેદારી રાખવામા આવે છે.
identity theft એટલે કે તમારા ઓળખ પત્રો દ્વારા થતો દુર ઉપયોગ જેમ કે તમારા ઓળખ પત્રો ની ચોરી કરી ને અન્ય જગ્યા એ પ્રવેશ મેળવવો, મોબાઈલ માટે સીમ કાર્ડ ખરીદવા,ક્રેડીટ કર્દ મેળવવા , બેંક એકાઉંટ ખોલાવા , જગ્યા ભાડે મેળવવી વગેરે…… ઘણી વખત આ બધાની identity theft ના ભોગ બનેલા ને જાણ પણ થતી નથી અને ઘણી વખત જાણ થાય ત્યારે ઘણુ મોડુ થઈ ચુક્યુ હોય છે અને તેના ઘણા આકરા પરિણામ identity theft નો ભોગ બનેલા એ ભોગવવા પડે છે.
હવે આ identity theft થાય છે કેવી રીતે એ જોઈએ દાખલા તરીકે તમે મોબાઇલ માટે સિમ કાર્ડ ખરિદવા માતે અન્ય વ્યક્તિ ને તમારા અગત્ય ના દસ્તાવેજ આપો છો અને આ દસ્તાવેજ નો તે વ્યક્તિ દુ ઉપયોગ કરે છે જેમ કે તમારા નામે બીજા સિમ કાર્ડ ખરીદે કે અન્ય રીતે દુર ઉપયોગ કરે.
હવે આના માતે ખરેખર જવાબદાર કોણ ? હુ અને તમે , સામે વાળી વ્યક્તિ કે જેણે તમારા ડોક્યુમેંટસ લીધા છે કે પછી સિસ્ટમ પોતે કે જ્યા તમને અને મને ડગલે ને પગલે ઇન્ફોરમેશન આપવાની જરુર પડે છે (security) ના નામે . અને આપણે એ આપી પણ દઈએ છીયે કી વિચાર્યા વગર અથવા તો તે વ્યક્તિ પર ભરોસો મુકી ને…..
શુ તમને નથી લાગતુ કે આને માટે કોઈ વ્યવસ્થા / કાયદો હોવી જોઈએ જેથી કરીને કોઈપણ વ્યક્તી ને ડોક્યુમેંટ્સ આપવાની ફરજ ન પડે ખાસ કરીને નાના નાના કારણો સર……
તમારા અભિપ્રાય મને જણાવશો…………
Like this:
Like Loading...
Related
આપના અભિપ્રાયો