બેકારી અને મોંઘવારી માટે જવાબદાર કોણ ? ગયા લેખ મા જણાવ્યુ કે પ્રદુષણ માટે મોટી મોટી ખાસ કરીને વિદેશી કંપની ઓ કેવી રીતે જવાબદાર છે. આ લેખ મા આપણે જાણશુ કે કેવી રીતે મોંઘવારી માટે જવાબ્દાર છે.
સૌ પ્રથમ તો જ્યારે પણ અને જે પણ દેશ મા આ મોટી મોટી કંપની ઓએ પગ પેસારો કર્યો છે ત્યા ત્યા બેકારી વધી છે. જ્યારે પણ એક મોટી કંપની સ્થપાય છે ત્યારે ઢોલ નગારા પીટવા મા આવે છે કે ફલાણી કંપની આપણા દેશ મા આવશે તો રોજગારી ની તકો ઉભી થશે પરંતુ થાય છે તેનાથી તદન ઉલટુ. ઉદાહરણ તરીકે એક કોલ્ડ્રીક ની કંપની લો કે પછી રિટેઇલ પ્રોડ્ક્ટ ની કંપની લો થાય છે શુ ? કેટલા ને નોકરી મળે છે હજાર ને, પંદરસો ને પાંચ હજાર ને, કે પચીશ હજાર ને ( મને નથી ખબર કે આપણા દેશ મા એવી કોઇ કંપની આવી હોય કે જેણે દશ હજાર થી વધારે જણ ને નોકરી આપી હોય ) અને તેની સામે બેકારો ની સંખ્યા કેટલી વધી કદાચ લાખો મા એક રિટેઇલ ની કંપની ને કારણે કેટલા લોકો બેકાર થયા ? સૌ પ્રથમ તો જેઓ પોતાની નાની નાની દુકાનો ચલાવત હત તેમના ધંધા પડી ભાંગ્યા કારણ કે આ મોટી કંપની ઓ પોતાનો માલ શરુઆત મા સસ્તામા વેંચે છે ( તેઓ માલ એવી રીતે ખરીદે છે તે આગળ ઉપર વાત) અને જ્યારે માર્કેટ મા કોઈ હરીફાઈ ન હોય ત્યારે પોતાનુ પોત પકાશે છે.
તમે કહેશો કે આમા ગ્રાહક નો તો ફાયદો જ છે ને….હા ગ્રાહકો નો ફાયદો છે પણ કોના ભોગે ? પહેલા ના જમાના મા એક ચેનલ હતી ઉત્પાદક – હોલસેલર – સેમી હોલસેલર – સપ્લાયર – રિટેઇલર અને આ રીતે ચેનલ માના દરેક જણ ને અને તેને ત્યા કામ કરનારા દરેક ને રોજગારી મળતી હતી ( એક વિચાર કરશો તો તમને પણ આમા તમારી કહાણી દેખાશે).
હવે એમની એટલે કે આ મોટી કંપની ની ખરીદી ની વાત તો આ કંપની એટલી મોટી ક્વોંટીટી મા ખરીદી કરે છે કે ઉત્પાદકે એને સસ્તામા માલ આપવો પડે છે, અને તેમને સસ્તા મા માલ આપવા માટે તેઓ શુ કરે છે … બહુ સીંપલ કામગારો ના વેતન તમના ગજા પ્રમાણે વેતન નથી મળતુ.
બીજો રસ્તો છે ચીન જેવા દેશ માથી ખરીદી કરી ને આપણા દેશ મા વેંચે છે અને આમા ભારત ના એકપણ કારિગર ને રોજગારી નથી મળતી અને મોટી કંપની ઓ ઓર મોટી થતી જાય છે અને મોટ ભાગ નો નફો પોતાના ઘર (દેશ) ભેગો કરતી જાય છે આમ આપણને મળે છે મોટો ઠેંગો.
કોલ્ડ્રિંક કંપની ની અને મોંઘવારી ની વાત હવે આગલી વખતે……
અલ્પ
Like this:
Like Loading...
Related
આપના અભિપ્રાયો