ભેટ નુ મુલ્યાંકન ( quality check and price check ) કરવુ જોઈએ કે નહી. તમને કોઈએ ભેટ આપી હોય તો તેનુ મુલ્યાંકન તમારે કરાવવુ જોઈએ કે નહી ? નથી લાગતુ કે સવાલ જરા અઘરો છે ? કારણ કે તમે કોઈને ભેટ આપી હોય અને સામેની વ્યક્તિ તેનુ મુલ્યાંકન કરાવે તો તમને કેવુ લાગે ? બહુ ખરાબ ને ! મને પણ ખરાબ લાગે ……
પરંતુ હમણા મારા ઘરે એક મહેમાન આવ્યા અને તેમણે જે વાત કરી તે પરથી મને લાગ્યુ કે ઘણી વખત તમને જે ભેટ મળી તેનુ મુલ્યાંકન કરાવવુ જરુરી છે. વાત એમ છે કે એમને અને તેમના જેવી સેંકડો વ્યક્તિ ને એક ચાંદી નો સિક્કો ભેટ મા મળ્યો અને તેમને મન એની કિંમત ઘણી કહેવાય આથી એમણે એની quality check and price check કરાવવા માટે ઝ્વેરી પાસે લઈ ગયા અને ત્યારે તેમના આંચકા નો પાર ન રહ્યો જ્યારે ઝ્વેરીએ તેમને કહ્યુ કે આ સીક્કા ની કોઈ કિમત જ નથી આ સાવ ખોટો સીક્કો છે.
હવે તમે જ કહો આમા ખરેખર ગુનેગાર કોણ કે જેણે એ ચાંદી નો સિક્કો ભેટ મા આપ્યો તે વ્યક્તી કે પછી જેણે એ સિક્કો બનાવ્યો તે ?
આ વાત ચાલતી હતી અને મને અચાનક મારી સાથે ચાર વરસ પહેલા બનેલો કિસ્સો યાદ આવી ગયો બન્યુ તુ એવુ કે એ વરસે અમારા એક સપ્લાયર તરફ્થી દિવાળી નિમિતે એક વર્લ્ડ ફેમસ બ્રાંડ ચોકલેટ નુ હેંપર આવ્યુ હતુ, હેંપર ઘણુ મોટુ હતુ અને એ ફક્ત મારા એકલાની મહેનત નહોતી એટલે તે હેંપર સ્ટાફ મા વહેંચવા માટે અમે ખોલી નાખ્યુ. ખોલતાની સાથે જ અમારા આશ્ચર્ય નો પાર ન રહ્યો…….યસ એ આખુ ચોકલેટ નુ હેંપર જિવાત વાળુ સડેલુ હતુ.
હવે મારે શુ કરવુ એ મને સમજાતુ નહોતુ આ વાત મારે સપ્લાયર ને કહેવી કે નહી, ત્યારે મને મારા સહ કર્મચારી એ કહ્યુ કે આ વાત આપણે એમને જણાવવી જોઈએ. ઍટળે મ મારા સપ્લાયર ને ફોન કર્યો અને તેને સઘળી હકિકત થી વાકેફ કર્યા. મારા સપ્લાયરે મારી માફી માંગી અને સાથે સાથે મારો આભાર પણ માન્યો તેમનુ ધ્યાન દોરવા બદલ .
થોડા દિવસ બાદ ફરી થી તેમનો ફોન આવ્યો અને તેમણે જે હકિકત કહી તે પછી મને લાગ્યુ કે ખરેખર મે જે કર્ય તે બરાબર જ કર્યુ હતુ. તેમણે મને જણાવ્યુ કે અમારો ફોન આવ્યા પછી તેમણે એમના દરેક ગ્રાહક ને ફોન કરી ને ચેક કર્યુ કે તેમને જે હેંપર મળ્યુ તેની ક્વોલીટી બરાબર હતી કે નહી અને તેમને ખબર પડી કે અર્ધો અરધ હેંપર બગડેલા હતા. અને તેમણે દરેક ગ્રાહક પાસેથી એ પાછા મંગાવી ને તેમને નવા હેંપર મોક્લાવ્યા અને દરેક સડેલા હેંપર દુકાનદાર ને પાછા આપ્યા, આમ માર્કેટ મા અને અન્ય સ્નેહી વચ્ચે એમની આબરુ રહી ગઈ.
Like this:
Like Loading...
Related
આપના અભિપ્રાયો