કેમ છો મિત્રો ……….
ઘણા સમય થી બ્લોગ અપડેટ કરી નથી શક્યો. લગ્ભગ છ મહિના ….. બહુ લાંબો સમય કહેવાય નહી, છ મહિના મા ઘણુ બધુ બની ગયુ. આપંણા બોલિવુડ ના ઘણા કલાકરો એ વિદાય લીધી તુરંત મા એ.કે. હંગલ સાહેબ, રાજેશ ખન્ના ( હાથી મેરે સાથી, મારી પ્રથમ અને મારી ફેવરીટ ફિલ્મો માની એક), દારા સીંગ જી , અશોક મેહ્તા, ઓલંપિક્સ રમતોત્સવ થઈ ગયો અને અન્ય ઘણુ બધુ……
ઘણા બધા વિચારો મન મા ચાલે છે અને થાય છે ચલો એને શબ્દમા ઢાળિયે, પરંતુ રહિ જ જાય છે. અને લખવા માટે થોડુક વાંચન પણ જરુરી છે.
આજે વાત કરવીછે ત્રણ શબ્દ ની INTENTION (હેતુ) / ACTION ( પ્રક્રિયા / પ્રય્ત્ન) and RESULT ( પરિણામ).
આજ ના જમાના મા આપણે જોઇયે છે કે દરેક કાર્ય ને આપણે પરિણામ ના માધ્યમ થી જ માપીયે છીયે નહિ કે તેના હેતુ કે પછી પ્રયત્ન થી. એથી નથી લાગતુ કે આપણે કાર્ય ને અથવા તો કાર્ય કરનાર ને અન્યાય કરી રહ્યા છીએ….
દાખલા તરીકે એક માબાપ તેમના સંતાન જોડે સખત વર્તાવ કર્તા હોય, એક શિશક તેના વિદ્યાર્થી સાથે તેમના સંતાન જોડે સખત વર્તાવ કર્તા હોય ત્યારે આપણે માબાપ કે શિશક ના વર્તાવ ને જોવાનો કે પછી તેના હેતુ ને ? પરંતુ ઘણી વખત આપ્ણે ACTION ને ધ્યાન મા લઈ ને માબાપ ને / કે પછી શિશક ને વખોડી કાઢીયે છિએ ત્યારે નથી લાગતુ કે આપણે માબાપ ને / કે પછી શિશક અન્યાય કરિયે છીએ. અહિયા મને સ્વર્ગ ફિલ્મ નો એ સિન યાદ આવે છે જ્યારે રાજેશ ખન્ના ગોવિંદા ને ઘર ની બહાર કાઢી નાખે છે.
માટે જ મને લાગે છે કે જિવન મા જ્યારે પણ કોઈ કાર્ય ને મુલવવાનુ આવે ત્યારે આપણે આ બાબત નો હમેશા ખ્યાલ રાખિયે કે એ કાર્ય પાછ્ળ નો આશય શુ હતો નહી કે પરિણામ……………….
Like this:
Like Loading...
Related
આપના અભિપ્રાયો