આજની નારી અને આજનો પુરુષ
ઘણા સમય થી મગજ મા એક વિષય ઘુમરાતો હતો આજની નારી અને આજ્ના પુરુષ વિશે…….શુ આજના સમાજ મા નર અને નારી વિશે સમાનતા છે ? શુ આજ નો સમાજ નર અને નારી ને એક દ્રશ્ટી થી જુએ છે ? આજ ના કાયદા ઓ નિરપેક્ષ છે ? ના આજ્નો સમાજ અને આજ ની કાયદાકીય વ્યવસ્થા બન્ને નર અને નારી ને અલગ દ્રષ્ટિ થી જુએ છે અને એજ રીતે એની સાથે વર્તે છે. કહેવાય છે કે આજ ની નારી પુરુષ સમોવડી થઈ ગયી છે. શુ પહેલાની નારી પુરુષ સમોવડી નહોતી ? ખરેખર તો પુરુષ સમોવડી આ શબ્દ નુ સર્જન જ સ્ત્રી ઓ ને ગેરર્માર્ગે દોરવા માટે ને તેમને બાગી બનાવવા માટે કરવા માટે આવ્યુ છે.
કોણે કહ્યુ કે સ્ત્રી આજે પુરુષ સમોવડી થઈ છે ? ખરેખર તો એ પહેલેથી જ પુરુષ ની સમ્કક્ષ હતી કે એનાથી ચડીયાતી હતી અને છે. દાખલા તરિકે છે કોઈ એવો પુરુષ કે જે બાળક ને જન્મ આપી શકે, કે પછી છે કોઈ એવા પુરુષ જે સ્ત્રી વગર ઘર સંસાર ચલાવી શકે ? ( હા આજના જમાના મા થોડાક એવા વિરલા ઓ જરુર હશે ) ખરેખર તો આ એક માર્કેટીગ થઈ રહ્યુ છે સ્ત્રી ઓ દ્વારા
કે અમુક પુરુષો દ્વારા સ્ત્રીઓ નુ માર્કેટીંગ જેમા પુરૂષ માત્ર ને નીચો દેખાડવામા આવે છે. અને આમ કરી ને સ્ત્રીઓને ઓર બહેકાવવા મા આવે છે.
ગઈ કાલ ની અશિક્ષીત સ્ત્રી ઓ ને સ્ત્રી ઓને એમ કહી ને ઘર ની બહાર કાઢવા મા આવી કે ઘર ની અંદર તમારુ સન્માન નથી થતુ તમારા ઘરવાળા ( અહી પુરુષ એમ વાંચવુ ) તમારુ શોષ્ણ કરે છે. તમે ઘર નુ કામ કરો છે એ કામ નથી પણ ગદ્ધાવૈત્રુ છે, તમે તમારા બાળક ને સંભાળો છો એ આયા નુ કામ છે. તમે તમારા સાસુ સસરા ની સંભાળ રાખો એ નકામુ કામ છે. ઘર ના મહેમાનો ને સાચવો છો એ પણ નકામુ કામ છે. તમને એમ કહી ને બહેકાવવા મા આવી કે પુરુષો માત્ર આરામ જ કરે છે કોઈ કામ જ નથી કરતો. શુ ખરેખર એવુ જ છે કે હતુ જો એમ જ હોય તો પછી આખા ઘર ની અર્થ વ્યવથા માટે અર્થ ઉપાર્જન કરનારા પુરુષ ના પાસે જાદુ નો પીટારો હતો કે ખોલે અને અર્થ વ્યવસ્થા સચવાઈ જાય ? ના એવુ બિલ્કુલ ન્હોતુ પહેલાનો કે આજ નો પુરુષ પણ એટલી જ મહેનત કરે છે કે જેટલી સ્ત્રી કરે છે ફરક બન્ને ની કાર્ય પદ્ધતી મા છે. પુરુષ ને અવિવારે આરામ મળતો હતો અને સ્ત્રીઓને દિવસ દર્મિયાન ઇંટરવલ. પુરુષ ને હમેશા કુટુંબ થી દુર રહેવુ પડયુ છે કામ ના કારણે, બાળક ને જેટલુ એટેચ્મેંટ મા સાથે રહ્યુ છે એટલુ પિતા માટે નહી ( અહી એમ કહી ને પુરુષોને હલકા પાડવામા આવ્યા કે પુરુષ બાળકો પાછળ ધ્યાન નથી આપતા)
આપ્ણા જીવન મા બન્ને નુ સરખુ મહત્વ છે અને કુદરતે કે પછી આપણી સમાજ વ્યવસ્થા ( મહેરબાની કરી ને પશ્ચીંમી સમાજ વ્યવસ્થાની વાત નહી કરતા, તેમની સમાજ વ્યવસ્થા ને ઉદ્ભવ્યાને કેટલો સમય થયો છે ? પચિસ કે પછી પચાસ વરસ ? ) મા બન્ને ને ભાગે તેમને યોગ્ય જ કામ આપ્યુ છે એટલે જો શિલ્પ્કાર શિલ્પ બનવાની કોશિશ કરશે કે પછી શિલ્પ પોતે શિલ્પ્કાર બનવાની પરિણામ શુ આવશે તમે કલ્પી જ શકો છો.
જ્યારે આજ ની સ્ત્રી ( સોરી આજ ની સુશિક્ષીત નારી) ઘર મા પણ કામ કરે છે અને બહાર પણ શુ એનુ શોષ્ણ નથી થતુ ? થાય છે ભરપુર થાય છે મોટા ભાગ ની નારી નુ ભરપુર શોષ્ણ થાય છે. કંપની ના માલીક દ્વારા કે પછી સહ કર્મચારી દ્વારા કે પછી રસ્તા ઉપ્રર અજાણી વ્યક્તિ દ્વારા. કહે છે કે આજ ની સ્ત્રી ઓનો ઉદ્ધાર થઈ રહ્યો છે , તેઓ નવી નવી સિમા ઓ સર કરી રહી છે. એમની સંખ્યા કેટલી ? આંગળી ને વેઢે ગણાય એટલી. ખરેખર તો આજ્ની સ્ત્રી ઓનો ઉદ્ધાર નહી પણ ઉપયોગ થઈ રહ્યો છે. આજ ની નારી પીસાઈ રહી છે.
પહેલા ના જમાના ની સ્ત્રી દેવી ગણાતી હતી તેની પુજા થતી હતી. પહેલા કહેવાતુ હતુ કે દરેક સફળ પુરુષ ની પાછળ એક સ્ત્રી નો હાથ હોય છે , કારણ એજ કે સ્ત્રી ની ભુમીકા સમાજમા અને કુટુંબ મા એક શિલ્પકાર ની કે પછી એક કોચ ની ભુમીકા અને પુરુષ ની ભુમીકા એક શિલ્પ ની કે ખેલાડી ની. હા એ પણ સચ્ચાઈ છે કે આપણે જેટલી પ્રસંશા શિલ્પ ની કે ખેલાડી ની કરીયે છીએ તેટલી આપણે શિલ્પકાર ની કે પછી એક કોચની નથી કરતા પરંતુ એનો મતલબ એ નથી કે જીવન મા શિલ્પકાર ની કે પછી એક કોચ નુ મહત્વ જ નથી. જેમ દરેક કંપની મા અલગ અલગ ડિપાર્ટ્મેંટ હોય છે તેમ પરિવાર મા પણ અલગ અલગ જો કોઈ કંપની ( પરિવાર ) મા દરેક જણ માર્કેટીંગ ( અહી અર્થ ઉપાર્જન એમ સમજવુ ) કરવા માંડશે તો પછી કંપની ( પરિવાર) નુ મેનેજ્મેંટ ( કુટુંબ નુ સંચાલન ) કોણ કરશે. ? અને આવી કંપની ( પરિવાર ) નુ ભવિશ્ય તો કલ્પી જ શકાય. અને દરેક પરિવાર કે કંપની મા મોટુ કોણ હોય છે મેનેજ્મેંટ કે પછી માર્કેટીંગ ? પહેલાના જમાના મા પણ અર્થ ઉપાર્જન પુરુષ કરતો હતો પણ તેનુ સંચાલન સ્ત્રી ઓ જ કરતી હતી. યાદ છે પતિ ઓનુ પોતાની સઘળી કમાણી ઘર ની વહુ ને આપવાનુ કે પછી એ ચાવી નો ઝૂડો ( યાદ કેમ ન હોય આજ કાલ તો એક બોડી લોશન ની ઍડ પણ આવે છે અને તેમા પુરુષ ની ભુમીકા અને સ્ત્રી ની ભુમીકા આજ ની સ્ત્રી ન સમજી શકે તેવી નાદાન તો નથી જ.
હવે સ્ત્રીઓ એ સમજવાનુ કે તેમણે શુ ગુમાવ્યુ છે અને શુ મેળવ્યુ……………..
Like this:
Like Loading...
Related
આપના અભિપ્રાયો