અપરિગ્રહ…………….
જૈન ધર્મ ના શ્રાવક દ્વારા અહિંસા ની જેટલી ચર્ચા અને થાય છે અને મહ્ત્વ અપાય છે એટલી ચર્ચા અને મહત્વ અપરિગ્રહ માટે નથી થતુ એનો જવાબ બહુ જ કડવો છે. અને કદાચ કોઈ પણ વાંચક ને નહી ગમે.
થોડા સમય પહેલા અમે થોડા મિત્રો ભેગા મળ્યા ત્યારે એક ચર્ચા ચાલી અને મને સવાલ કરવામા આવ્યો કે તુ શા માટે કાંદા – બટેટા છોડી નથી દેતો ( કંદ્ મુળ ત્યાગ ) અને મે કહ્યુ કે એ મારી માટે થોડુ મુશ્કેલ છે. તો મને મારા મિત્રો કહેવા માંડ્યા કે આ મારા બહાના છે અને હુ ખરો જૈન ન કહેવાઉ. એટલે મે મારા મિત્રો ને એક સવાલ કર્યો કે જૈન ધર્મ ના બે મહત્વ ના સિદ્ધાંતો કયા તો એમણે મને કહ્યુ કે અહિંસા અને અપરિગ્રહ. એટલે મે એમને ફરી થી સવાલ કર્યો કે બન્ને નો અર્થ શુ છે તો મને કહે કે અહિંસા એટલે કોઈપણ જીવ ની હિંસા ન કરવી મે કહ્યુ અને અપરિગ્રહ નો તો કહે કે આપણી જરુરિયાતો ને ઓછી કરવી અને ન જરુરી હોય એવી ચીજો ને ભેગી ન કરવી.
હવે મે એને કહ્યુ કે સારુ હવે આપણે એક કામ કરીયે કાલ થી હુ જૈન ધર્મ ના અહિંસા વાળા એટલે કે ( કંદ્ મુળ ત્યાગ ) નુ પાલન કરુ છુ તમે લોકો નહી તો તમારા માથી એક જણ અપરિગ્રહ ના નિયમ નુ પાલન કરો. અને મને મારા સવાલ નો જવાબ મળ્યો કે ભાઈ તુ તારે કંદ્ મુળ ખાઈશ તો ચાલશે પણ અમારાર્થી અપરિગ્રહ ના નિયમ નુ પાલન નહી થાય. ઍતલે મે કહ્યુ કે આમ કેમ તો મને કહે કે યાર આ જમાના મા આવા નિયમ થોડી પળાય ?
એટલે મે અને ફરી થી સવાલ કર્યો કે ભાઈ હવે હુ શુ તુ જૈન કહી શકુ ?
અહિંસા (કદ મુળ ત્યાગ ) નો નિયમ પાળવો ઘણો સહેલો છે કારણ તેમા તો ફક્ત ખાન પાન પર કાબુ રાખવાનો છે પરંતુ અપરિગ્રહ નો નિયમ પાળવો ઘણો કઠીન છે કારણ કે એમા તો સંપુર્ણ જીવન દરમિયાન તમારી જરુરીયાતો પર કાબુ રાખવાનો છે. અને કદાચ આજ વાત મારા મિત્રો ની જેમ ઘણાને ખટકે છે અને અપરિગ્રહ ના નિયમ ને બહુ સિફત થી વિસરી જાય છે.
“અલ્પ”
Like this:
Like Loading...
Related
શ્રી મનીષભાઈ,
જ્ઞાતિએ અમે લોકો સ્થાનકવાસી જૈન – મારા મોહનદાદા સુરેન્દ્રનગરમાં જુના સ્વામીનારાયણના મંદિરના ડેલાની
ભાડુઆત જગામાં રહેતા જેની મેં ૩ અઠવાડિયા પહેલા ખાસ મુલાકાત લીધી. મારા દાદાએ સ્વામિનારાયણ સંપ્રદાય અપનાવેલ. શા કારણે અને કોની પ્રેરણાથી તે પ્રશ્ન જયારે મારા દિમાગમાં પેદા થયો ત્યારે તેનો જવાબ
આપી શકે તેવી આજે કોઈ વ્યક્તિ હયાત નથી. ‘અપરિગ્રહ’ વિષે આપે રજુ કરેલ મુદ્દો ઘણા સમયથી મારા દિમાગમાં ઘૂમરાતો હતો. મારા ઘણા જૈન મિત્રો/સબંધીઓ નું ધ્યાન આ બાબતમાં દોરવા માંગતો હતો, પણ
મનમાં તે લોકોને માઠું લાગશે નો ડર હમેશા રહેતો. આપની આ બ્લોગ પોસ્ટ મને ગમી ગઈ અને મેં તે વોટસ
એપ દ્વારા મારા કેટલાક જૈન મિત્રો ને મોકલાવી. એટલુજ નહિ તેના અનુસંધાન માં મેં બીજી એક નીચે મુજબની
પોસ્ટ તૈયાર કરીને તે પણ વોટ્સએપ દ્વારા મોકલી આપી. મેં બનાવેલ પાર્ટ:૨ .png ફોરમેટ માં હોવાથી
આપને ઈ-મેઈલ દ્વારા મોકલેલ છે. આપને યોગ્ય લાગે તો આપના બ્લોગ ઉપર પોસ્ટ કરી શકો છો.
મારા મધુપુંજ બ્લોગની સમય મળે જરૂર મૂલાકાત લેશો. લિંક નીચે આપેલ છે :-
http://www.ykshoneycomb.blogspot.in/