ઇશ્વર વિશેની વ્યાખ્યાઃ જે વ્યક્તિ પ્રમાણિકતા પુર્વક અને ખંત થી પોતાનુ કામ કરે એ મારો ઇશ્વર
તારી હાજરીની કોઇ સાબિતી હોય તો જલ્દી આપ ભગવાન…
ઉપરેકાત લેખ વાંચ્યો, અને મન મા ફરી થી એજ સવાલ ઉભો થયો કે શુ ખરેખર આ જગત
મા ભગવાન છે ? અને છે તો પછી ક્યા છે ? મંદિર મા, મસ્જિદ મા,ગુરુદ્વારા મા કે દેવળ મા ?
અને જવાબ કદાચ તમને અને મને બધાને ખબર છે કે ભગવાન છે તો સૌના હ્રદય મા. તો
પછી આપણે સૌ મંદિર મા, મસ્જિદ મા,ગુરુદ્વારા મા કે દેવળ મા જવાની જરુર શા માટે છે ?
કારણ કદાચ એ છે કે દરેક કાર્ય માટે આપણે એક સ્થાન નક્કી કર્યુ છે જેમ કે ચાલવા માટે રસ્તા,
ફરવા માટે બગીચા,અનજ વાવવા માટે ખેતર વગેરે વગેરે જેથી કરી ને એક સરખુ કામ કરવા
માટે એક સમાન જગ્યા મળી રહે અને એમ જ કદાચ મંદિર , મસ્જિદ ,ગુરુદ્વારા કે દેવળ નુ
નિર્માણ થયુ હશે ? રહી વાત મુર્તિ પુજા ની તો એની પાછળ પણ કદાચ તર્ક એ છે કે આપણુ
મન વાંદરા જેવુ છે અને તેને એક જગ્યા ઉપર કેંદ્રિત કરવા માટે એક કેદ્ર બિંદુ ની જરુર હશે
અને માટે જ એક મુર્તિ ની સ્થાપના કરી હશે.
Like this:
Like Loading...
Related
આપના અભિપ્રાયો