* પરિવાર V/S કંપની
* પરિવાર એટલે કે જ્યા બંધારણ ન હોય પણ વ્યવસ્થા હોય પરંતુ કંપની એટલે જ્યા ફક્ત બંધારણ જ હોય અને વ્યવથા ઉપર થી નીચે આવવાની હોય પણ નીચે થી ઉપર જવા માટે કોઈ જ નહી ( જ્યા ઉપર ની વ્યક્તિ મન ચાહે તે કરી શકે પરંતુ નીચેની વ્યક્તિ સાચી હોય તો પણ કઈ જ ન કરી શકે.
* પરિવાર જ્યા એક બીજા વચ્ચે સમજણ હોય પરંતુ કંપની જ્યા ફક્ત સુચનો જ હોય સમજણ ના નામે મિંડૂ અને હોય તો પણ ફફ્ત નિચે ના લેવલ ના માણસો એ ઉપર ના લેવલ ના માણસો ને સમજવાની કોશીસ કરવાની ઉપર ના લેવલ ના માણસો ક્યારેય નીચેના લેવલ ના માણસો ને સમજવાની કોશીસ નહી કરે.
* પરિવાર જ્યા અનુશાસન છે અને કાયદા ઓ પણ પરંતુ કંપની મા ફક્ત કાયદા ઓ જ કાયદા અનુશાસન ફક્ત નીચે ના લેવલ ના મણસો માટે.
* પરિવાર જ્યા ભરોસો છે પરંતુ ભય બિલકુલ નહી અને કંપની જ્યા મોટા ભાગે ભય જ ભય છે ભરોસો બિલકુલ નહી. કંપની મા મેનેજમેંટ ને સ્ટાફ પર ભરોસો નથી અને સ્ટાફ ને મેનેજમેંટ પર.
* શોષણ નહી પણ પોષણ. મોટા ભાગ ની કંપની મા ફક્ત શોષણ જ થતુ હોય છે.
* આગ્રહ નહી પણ આદર. મોટા ભાગ ની કંપની મા ફક્ત આગ્રહ જ હોય છે પરંતુ આદર ના નામે ?
* સંપર્ક આજે મોટા ભાગ ની કંપની મા વાતો ફક્ત સંપર્ક ની જ થાય છે પણ સંબંધ ના નામે ? હા સંપર્ક મા તો ઘણી રીતે રહેવાય છે ફોન,મોબાઈલ, ઈ-મેલ, વીડીયો ચાટ વગેરે વગેરે પરંતુ સબંધો કેટલા બંધાય છે ?
* અર્પણ નહી પણ સમર્પણ કંપની મા તમને એમ જ શિખવવામા આવે છે કે તમારુ જીવન કંપની ને અર્પણ કરી દો, પરિવાર કયાય ભાગી નથી જવાનો, પરંતુ મને કોઈ એ સમજાવશે કે તમારા પરિવાર ના સારા નરસા પ્રસંગે કોની હાજરી જરુરી છે ?
“અલ્પ”
Like this:
Like Loading...
Related
આપના અભિપ્રાયો