રચનાત્મક પત્રકારિત્વ- creative journalism
હમણા હમણા ઘણી વખત સમાચાર જોતી વખતે થાય છે કે આજ ના પત્રકારત્વ ને શુ થયુ છે ? શુ તેઓ ને પણ માર્કેટીંગ નુ ભુત વળગ્યુ છે કે શુ? જ્યા જુઓ ત્યા નકારાત્મક સમાચારો ! આજે આ જગ્યા એ લૂંટ થઈ , આ જગ્યા એ ખુન થયુ , આટલા ને ભ્રશ્ટાચાર ના આરોપસર જેલ મા મોકલાયા, આજે આ જગ્યા એ કોઈ સ્ત્રી પર બળાત્કાર થયો, અહી બોંબ લાસ્ટ થયો વગેરે વગેરે ………..
અને તમે કોઈપણ પત્રકાર ને પુછ્શો તો કહેશે કે અમે શુ કરીએ અમે તો જે સમાજ મા અને દેશ મા બને છે તે છાપીએ છીયે…. સાચી વાત છે ભાઈ પણ આપણા સમાજ મા કે દેશ મા કોઈ સારા સમાચાર જ નથી હોતા કે જે છાપી શકાય ? હોય છે ને પણ એ સમાચાર વાંચે કોણ કે જુએ કોણ ? અને વાંચે નહી તો વેંચાય કેવી રીતે અને જુએ નહી તો T.R.P. કેવી રીતે વધે ?
આપણા દેશ મા ક્રાઈમ વધવાનુ એક કારણ આ પણ નથી લાગતુ ? માનવ માત્ર ની પ્રક્રુતી છે કે જે વસ્તુ રોજ બરોજ બનતી રહે તેના કારણે તે સંવેદનશીલતા ખોઈ બેસે છે આપણા દેશ મા આટલા બોંબ બ્લાસ્ટ થાય છે પણ એની અસર આપણા ઉપર કેટલા દિવસ રહે છે ?
હમણા હમણા મુંબઈ મા સીનિયર સિટીઝન ના મર્ડર નો તો સિલસિલો ચાલુ થયો હતો અને અત્યારે ચેઈન ચોરો નો રાફડો ફાટ્યો છે…..મોટા ભાગ ના કેસ મા એક જ કારણ હતુ . પૈસો….અને ગુનેગાર કોણ હતા તો ૭૫ % કેસ મા ઘર નોકર અને ૨૫ % કેસ મા નજીક ના ઓળખવા વાળા….અને કેટલા કિસ્સા મા ગુનેગાર પકડાયા ? આમા વાંક પોલીસ નો નથી વાંક આપણો પણ છે પોલીસ કહી કહી ને થાકી જાય છે તમારા ત્યા કામ કરે છે તેની વિગતો તમારી પાસે રાખો અને તે વિગતો પોલીસ સ્ટેશન મા પણ આપો પણ આપણા માથી કેટલા એ આ કર્યુ. પોલીસ કહી કહી ને થાકી જાય છે કે તમે જાહેર મા ઘરેણા પહેરી ને બહાર ના નિકળો પણ સાંભળે એ બીજા પછી વાંક કોનો કાઢશે તો કે કોઈ વ્યવસ્થા જ નથી.
અહી એક સુચન દરેક માટે છે જ્યારે તમે ઘર નોકર રાખો છો ત્યારે આટલુ તો જરુર કરો કે તમારે ત્યા જે કામ કરે છે એનો બાયો ડેટા તમે પોતે બનાવી તેના ફોટા સાથે તમારી પાસે રાખો,મોટા ભાગ ના કેસ મા એવુ બનતુ હોય છે કે આ ઘરકામ કરવા વાળા બહાર ગામ થી આવતા હોય છે એવા કેસ મા બીજુ એ કરી શકાય કે તેઓ જેના રેફરન્સ થી આવ્યા હોય તેનો અથવા તો કોઈ લોકલ ઓળખાણ વાળ નો બાયો ડેટ પણ રાખવો. સૌથી મહ્ત્વ ની વાત છે તેમની સાથે માન્વીય વર્તન કરવાનુ.
નકારાત્મક સમાચાર ને કારણે બને છે એવુ કે અમુક હદે આપણુ માનસ પણ નકારાત્મક બનતુ જાય છે. માટે સકારાત્મક પત્રકારત્વ ખુબ જ જરુરી છે. દેશ નો નાગરીક દેશ ના અંદર બનતા દરેક સારા બનાવો થી વાકેફ હશે તો તેને દેશ માટે નુ માન વધશે.
ઉદાહરણ તરીકે હમણા હીન્દુસ્તાન ટાઈમ્સ મા એક મોહિમ ચલાવવા મા આવી હતી ફીટ્નેસ માટે ની, અત્યાર ના લેખ આવે છે મુંબઈ માની ઉતમ શાળાઓ વિશે.
Like this:
Like Loading...
Related
આપના અભિપ્રાયો