મિત્રો,
થોડા સમય પહેલા કલ્પેશભાઈ સોની ના બ્લોગ પર અહિંસા અને ભારત ની આઝાદી પર લેખ વાંચી ને મન મા એક પ્રશ્ન ઉભો થયો કે શુ ખરેખર ભારત ને આઝાદી ફક્ત ગાંધીજી ને કારણે જ મળી છે કે પછી આઝાદી મળ્યા પછી રીતસર નુ એમનુ માર્કેટીંગ કરવામા આવ્યુ છે ( એમના પરિવાર દ્વારા તો સંભવ જ નથી) તો પછી ?
આઝાદીનો યશ ગાંધીજીને મળ્યો ?
આઝાદી નો યશ ગાંધીજી ને મળવો તો જોઈએ જ , હા એ પણ હકીકત છે કે ભારત ને આઝાદી મળી તે માટે ફક્ત અને ફક્ત ગાંધીજી ને જ આપવો એ એવી દરેક વ્યક્તિ ને અન્યાય કરવા જેવુ છે કે જેણે ભારત ને આઝાદ કરવામા તેમનો સહયોગ આપ્યો હોય, ખાસ કરી ને ક્રાંતીકારી ઓ ને . ખરેખર આઝાદી નો પુરો યશ ગાંધીજી ને આપવામા તેમના નામ નો ઉપયોગ ( માર્કેટીંગ ) જ કરવામા આવ્યો છે.
ગાંધીજીની અહિંસા કે પછી માત્ર અહિંસા
ગાંધીજીની અહિંસા. કે પછી માત્ર અહિંસા તો અહિંસા એ ગાંધીજી એ શોધેલ શસ્ત્ર નહોતુ એ સદીઓથી ભારત મા અસ્તીત્વ મા છે. for that matter પહેલા તો અહિંસા ને સમજવા માટે એક ઉદાહરણ ધ્યાન મા લેવુ પડશે માની લો કે કોઇ તમને અન્યાય કરે છે કે તમારી સાથે હિંસા આચરે છે અથવા તો તમારિ ઉપર કુદરતી આફત આવે છે તો ? તમારી પાસે શુ વિકલ્પ છે તમે કહેશો કે ફક્ત બે ૧) કા તો ત્યાથી ભાગી જાઓ અને ૨) તેનો શસ્ત્ર કે અન્ય સાધન થી સામનો કરો. પણ સમજો કે આ બન્ને વિકલ્પ નાકામ બને કે ઉપયોગ મા લઈ ન શકાય તો ? તેનો ત્રીજો વિકલ્પ પણ છે તમે તેની સામે દિવાર ઉભી કરો. અને આજ શસ્ત્ર નો ઉપયોગ ગાંધીજી એ કર્યો અસહકાર/ અહિંસા નુ આંદોલન શરુ કરી ને કારણ સીધુ હતુ ૧) જેમ ક્રાંતીકારી ઓ ને ગુલામી મંજુર નહૉતી તેમ તેમને પણ ગુલામી મંજુર નહોતી અને ૨) ક્રાંતીકારી ઓનો વિકલ્પ , ક્રાંતીકારી ઓનો વિકલ્પ ખોટો નહોતો પણ એની અનેક મર્યાદા હતી ૧) હિંસા – એ કદાચ ગાંધીજી ને મંજુર નહોતી ૨) શશ્ત્ર અને તાલીમ – ક્રાંતીકારી ઓનો વિકલ્પ અખ્ત્યાર કરવા મા આ પણ એક અડચણ હતી આપણા કરતા બ્રીટીશરો પાસે વધારે શસ્ત્ર અને તાલીમ પામેલા લોકો હતા. ૩) ક્રાંતિકારી ઓ નો રસ્તો અખ્ત્યાર કરવામા દરેક ને દર્દનાક મ્રુત્યુ નો ભય પણ દેખાતો હશે ? ૪) ક્રાંતિ કરવા માટે જે પ્રમાણ મા દરેક ભારતીય ને સામેલ કરી શકવાનુ પણ શક્ય નહોતુ . જ્યારે ગાંધીજી ના અહિંસા / અસહકાર ના આંદોલન મા આ કોઇ મર્યાદા નડતી નહોતી ૧)ન તાલીમ ની જરુર ન શસ્ત્રો ની હા માર ખાવાનો હતો પણ જે શશસ્ત્ર યુદ્ધ મા હતી તે નહી અને સૌથી મોટી વાત એ કે આ રીતે તેઓ ભારત ની સ્ત્રી ઓને પણ આમા સામેલ કરી શક્યા હતા ( ક્રાંતીકારી ના વિકલ્પ મા કદાચ એ શક્ય ન બન્યુ હોત ) આમ આઝાદી માટેની લડાઈ મા એમણે મોટા ભાગ ના લોકો ને સામેલ કરી નાખ્યા હતા અને એજ એમની મોટી સફળતા હતી.
શત્રુનું હૃદયપરિવર્તન કે પછી હ્રદય્પરિવર્તન ?
હ્ર્દયપરિવર્તન હર્દયપરિવર્તન બન્ને નુ થઈ શકે છે એક માણસ નુ અને પુરા સમુહ નુ ( આખરે એ સમુહ પણ માણસો નો બનેલો છે ) આજ ના સમય ના સંદર્ભ મા હ્ર્દયપરિવર્તન એટલે કે BRAINWASH નબળામાણસ નુ હ્રદય્પરિવર્તન જલદી થાય અને સબળા ને વાર લાગે.
ગાંધીજીનું અસહકાર આંદોલન
ગાંધીજીનું અસહકાર આંદોલન નુ આંદોલન અંગ્રેજો સામે હતુ , તેમના અન્યાય સામે , આજે પણ સાચી વાત માટે અસહકાર નુ આંદોલન થાય તો શુ ખોટુ છે ( કોઇની હત્યા કરી ને જેલ મા જવા કરતા તો બહેતર છે ને – ભલે ને તમે સત્ય માટે હત્યા કરી હોય ) જ્યા સુધી અસહકાર નિ વાત છે ત્યા સુધી મે પોતે આ કરેલુ છે અને અનુભવેલુ છે જ્યારે તમે અસહકાર કરો છ ત્યારે તે શત્રુ ના/ સામે ની વ્યક્તિ ના મનમા એક પ્રકારે ક્રોધ ની / ગુનાહીત ક્રુત્ય કર્યા ની અને ફ્રસ્ટ્રેશન ની લાગણી ઉભી કરે છે
ગાંધીમૃત્યુ : શહીદી ? આત્મહત્યા? કે હત્યા ?
જો કોઈ વ્યક્તિ પોતે એમ માનતી હોય કે પોતે ભારત જેવા મોટા દેશ ને આઝાદી અપાવિ ચે તો પછી ત્યાર પછી એ પોતાનુ મોત શા માટે નોતરે એ પણ બીજાની જેમ આઝાદી ના ફળ ન ચાખે ?
હા ગાંધીજી એ ઘણી ભુલો કરી હશે પણ આપણે ભારત ને આઝાદ કરવામા એમના યોગદાન ની સામે એને અવગણી ન શકીયે ?
Like this:
Like Loading...
Related
આપના અભિપ્રાયો