” Work when you work play when you play ” આ કહેવત હમણા યાદ આવવાનુ કારણ ફેસ્બૂક પર વાંચવા મળ્યુ કે ગુજરાત સરકાર ના કર્મચારી ઓ આજકાલ કોંપ્યુટર પર ફેસબુક ,ઓરકુટ , જીમેલ , યાહુ અને અન્ય પ્રકાર ની સાઈટ પર વધારે સમય વ્યતીત કરે છે. આજ ફરીયાદ આજે નાની મોટી દરેક કંપની મા જોવા મળે છે. અરે ઘણી કંપની મ તો આ બધી સાઈટ પર વીઝીટ ન કરી શકો તેવી ખાસ વ્યવસ્થા કરવા મા આવે છે.
તો આ પરિસ્થિતિ માતે જવાબદાર કોણ કર્મચારી પોતે, કંપની કે પછી આજ ની કાર્ય પદ્ધ્તી? મારુ તો માનવુ છે કે કર્મચારી કરતા પણ આ સમગ્ર પરિસ્થિતિ માટે જવાબદાર છે આજ ની કાર્યપદ્ધતી અને આજ ની કંપની.
કાયદા પ્રમાણે તો કહેવાય છે કે કોઇપણ કર્મચારી એ દિવસ ના આઠ કલાક જ કામ કરવુ જોઇએ જો એનાથી વધારે કામ કરે તો તેને અન્ય લાભ મળવા જોઇએ. પરંતુ હકિકત મા અવુ થાય છે ખરુ ? બિલકુલ નહી, મને ખબર છે ઘણા કર્મચારી ઓ આઠ કલાક થી ઘણુ વધારે કામ કરતા હોય છે અરે અનેક કિસ્સા મા તો કર્મચારી રાતના પણ ઘરે જવા પામતો નથી ( આમા તેના ઘરે થી ઓફીસે આવવા જવાના સમય ની ગણતરી નથી કરી )
આવી પરિથિતિ મા એ કર્મચારી શુ કરશે જે પોતાના સામાજીક અને ઘરકામ ના કલાકો પણ ઓફીસ મા ગાળતો હોય, સીમ્પલ એને જ્યારે પણ સમય મળશે ત્યારે એ તેના એ કામ પુરા કરવા પ્રેરાશે માટે એ કા તો પોતાના પ્રિયજન ને અથવા તો મિત્રો ને ફોન કરશે અને પોતાનુ મન હળવુ કરશે અથવા તો કામ ની તાણ ઓછી કરશે.પરંતુ આજે તો એ પણ મુશ્કેલ થઈ ગયુ છે કારણ કે એ જે વ્યકતિ ને ફોન કરવાનો છે એ ફ્રી હશે કે નહી તેની ગેરેંટી નથી ( મને ખબર છે કે મારે મારા ઘણા મિત્રો ને અમુક સમયે ફોન કરવો હોય તો મારા એ મોબાઈલ પરથી ફોન કરવા પડે છે કે જે એના ફોન મા સેવ કરેલો હોય ( કારણ એટલુ જ કે રાત ના ૧૧ પછી પણ કામ ને લગતા ફોન ) તો પછી મિત્રો સાથે સંપર્ક મા રહેવા માટે નુ સરળ સાધન એટલે કે સોસ્યલ નેટ્વર્કીગ સાઈટ્સ. તમે તમારા સમયે મેસેજ કરો એ એના સમયે જવાબ આપે.
હવે આ પરિસ્થિતિ મા થી છુટકારો મેળવવા માટે કંપની ઓ એજ એવી વ્યવસ્થા કરવી જોઈએ કે જેથી કરી ને કર્મચારી ને સામાજિક કામ માટે સમય મળે અને કામ ના સમયે કામ કરી શકે.
“અલ્પ”
Like this:
Like Loading...
Related
આપના અભિપ્રાયો