ઇચ્છામૃત્યુ આ વિશે નો લેખ હમણા વિનયભાઇ ના બ્લોગ પર વાંચ્યો અને મન મા સવાલ થયો કે શુ ઇચ્છા મૃત્યુ ને માન્યતા આપવી જોઇએ કે નહી ? મારી દ્રષ્ટી એ તો હા એને માન્યતા આપવી જોઈએ…….પરંતુ તેના પર ફક્ત મૃત્ય ઇચ્છતી વ્યક્તિ નો જ અધિકાર ન હોવો જોઈએ એનો થોડો ઘણો અધિકાર ( અમુક પરિસ્થિતી મા સંપુર્ણ અધિકાર તેના પ્રિયજનો ના હાથ મા હોવો જોઈએ.)
ઈચ્છા મૃત્યુ કોને ? મારી દ્રષ્ટી એ ફફ્ત એવી જ વ્યક્તિ ઈચ્છામૃત્યુ માંગી શકે કે જેની પાછા નોર્મલ થવાની સંભાવના ઓછી હોય જેને જીવંત રાખવા માટે એક આખી મશીનરી ની ફોજ અને કુશળ તબીબો ની ફોજ રાખવી પડે અને જે વ્યક્તિ પોતે ઇચ્છે છે કે એને હવે જીવવુ જ નથી તો એની માટે ઈચ્છા મૃત્યુ યોગ્ય છે અને તેનો એને અધિકાર હોવો જોઇએ (આ સાથે તેના પ્રિયજનો નો અભિપ્રાય પણ જરુરી છે). પરંતુ આવી હાલત મા પણ જો વ્યક્તિ પોતે જીવવા માંગતો હોય તો તેને ઇચ્છા મૃત્યુ ન મળી શકે.
ઘણા ને આ અમાનવીય લાગશે અને ઘણા લોકો મારી સાથે સહમત પણ નહી થાય પણ હકીકત
૧) એ છે કે ઉપર ની પરિસ્થીતી મા તેની આસપાસ ના લોકો નો પોતાની રીતે જીવવાનો હક આડકતરી રીતે છીનવાઈ જાય છે જ્યારે તમારા ઘર ની વ્યક્તી આ પરીસ્થીતી મા હોય ત્યારે તમારી અને તમારા ઘર ના દરેક સભ્ય ની જીવનચર્યા તેને આધીન થઈ જાય છે તેઓ પોતાની રીતે જીંદગી જીવી શકતા નથી.
૨) જ્યા એની સારવાર ચાલુ છે એને પણ એમ લાગે ( આ એક ડોકટર ના અભિપ્રાય ની વાત નથી પુરી સ્પેશિયાલિસ્ટ ટીમ ની વાત છે ) ત્યારે તેમનો પણ સારવાર માથી રસ ઉડી જવાની શક્યતા છે અને આની આડ અસર તેના અન્ય કામ પર પણ થવાની શક્યતા રહેલી છે એક દાખલો આપવો હોય તો એમ આપી શકાય કે તમે એક કામ હાથ મા લઈ ને બેઠા છો અને એક વખત એવો આવે કે તમને ખબર પડી જાય કે આ કામ નથી થવાનુ તો તમારી પ્રતિક્રિયા શુ હોવાની ? જો તમારા હાથ મા હશે તો મને ખાતરી છે કે તમે એ કામ ને છોડી ને નવા કામ હાથ મા લેશો… અને જો તમારે એને પુરુ જ કરવાની ફરજ પાડવામા આવે તો ?
ઈચ્છામૃત્યુ નો અધિકાર એવી કોઈ વ્યક્તિ ને ન આપી શકાય કે જે પોતે હાલી ચાલી શકે છે જે શારીરિક રીતે સક્ષમ છે પરંતુ કોઇ સમસ્યા થી ઘેરાયેલો છે તો એવી વ્યક્તી ને ઇચ્છામૃત્યુ નો અધિકાર ના આપી શકાય કારણ એક તો એ હંગામી પરિસ્થિતી છે એમા સુધાર થવાના ૧૦૦ % ચાન્સીસ છે. બીજુ અહીયા એના પ્રિયજનો પણ નથી ઇચ્છતા હોતા કે એનુ મૃત્યુ થાય અહી જે વ્યક્તિ ભલે પોતાની કિમંત ન કરતુ હોય પણ તેના પ્રિયજન માટે તે અમુલ્ય છે.
ઇચ્છમૃત્યુ ના અમુક લાભ પણ છે. ૧) વ્યક્તિ પોતે રીબાતી મટે છે ૨) તેનો પરિવાર તેની પાછળ તન,મન અને ધન થી ખુવાર થતો અટકે છે ( અમુક કિસ્સા મા તો તેનુ આખુ કુટુંબ બરબાદ થઈ જાય છે અને જીંદગી ભર લાચારી અનુભવવી પડે છે. ૨) અમુક વખતે અને અમુક સજોગો મા આવા દર્દી ને રાખવા એ હોસ્પીટલ માટે અને સમાજ માટે પણ અનુકુળ પરિસ્થિતિ નથી.
અને ઇચ્છામૃત્યુ નો સૌથી મોટા મા મોટો ગેરલાભ એ છે કે એનાથી કોઈક નુ મૃત્યુ પણ નિપજાવી શકાય છે.
ટુંક મા કહીયે તો ઇચ્છામૃત્યુ ઉપર અમલ કરતા પહેલા વ્યક્તિ ની પોતાની ,તેના પ્રીયજનો ની અને ડોકટરો યોગ્ય નીર્ણય જરુરી છે અને ભારતીય કાનુન નુ ઉલંધન તો ન જ કરાય ………..
અલ્પ
Like this:
Like Loading...
Related
આપના અભિપ્રાયો