દિકરી ને દહેજ શા માટે ?
દિકરી ને દહેજ શા માટે આપવા મા આવ્તુ હતુ એના બે કારણ હોઈ શકે એક કારણ નો ઉલ્લેખ મે મારા જુના લેખ દહેજ પ્રથા શુ ખરેખર ખરાબ છે ? કે પછી આપણે આ પ્રથા ને સમજ્યા નથી …. મા કર્યો છે અને બીજુ કારણ એ લાગે છે કે ત્યારે અને આજે પણ દહેજ મા જે પણ વસ્તુ ઓ અપાય છે તે સરળતા થી હેરવી ફેરવી શકાય તેવી હોય છે જેમ કે કપડા, દર દાગીના, અન્ય ગ્રુહ ઉપયોગી વસ્તુ ઓ જે એટ્લા માટે આપવા મા આવતી હતી કારણ કે તેણે એક જગ્યા એથી બીજી જગ્યા એ જવાનુ રહેતુ હતુ તેથી.
જ્યારે દિકરા ને બાપીકી મિલ્કત મળતી હતી જેમા મુખ્યત્વે ઘર / ખેતર કે ધંધો રહેતા હતા. જેને અહીથી તહી ફેરવવા અશક્ય હતા અને છે. પરંતુ આજે જમાનો બદલાયો છે કાનુન બદલાયા છે માટે આપણ ને લાગે ઢે કે દહેજ પ્રથા દુશણ છે. આમ આપણા વડવા ઓ મુર્ખ નહોતા કે આ પ્રથા અસ્તીત્વ મા લાવ્યા હોય. હા એ વાત અલગ છે કે આજ ના કાયદા પ્રમાણે દહેજ લેવુ અને દેવુ ગુનો બને છે.
દિકરી શા માટે સાસરીએ, શા માટે દિકરો નહી ?
હમણા એક બ્લોગ વાંચતો હતો અને લેખ મા સવાલ હતો કે દિકરી શા માટે સાસરીએ , શા માટે દિકરો નહી ? ( બ્લોગ નુ નામ નથી યાદ એટલે ઉલ્લેખ નથી કર્યો ) તો એના બે કારણ હોઈ શકે એક તો ત્યારે અર્થ ઉપાર્જન ની જવાબ્દારી પુરુષ ના માથે હતી અને અર્થ ઉપાર્જન ના મુખ્ય સ્ત્રોત બહુ ઓછા હતા એમા પણ ખેતી ખાસ હતો. બીજુ સ્ત્રી ની કાર્યદક્ષ્તા અને વ્યહવાર કુશળતા.
“અલ્પ”
Like this:
Like Loading...
આપના અભિપ્રાયો