બેક્ટેરીયા અને માર્કેટીંગ
આજ નો માનવી બેક્ટેરીયા મારવા નુ મશીન બની ગયો છે. જ્યા જુઓ તો બેક્ટેરિયા મારવાની વાત જાણે કે બેક્ટેરીયા નહી આતંકવાદી થઈ ગયા. અને બેક્ટેરિયા ને વિલન બનાવવા વાળુ કોઈ હો તો છે આ માર્ક્ટીંગ વાળા ઓ કોઈપણ એડ જુઓ સાબુ ની, ડેંટલ ક્રીમ ની, દવા ની કે એર કંડીશન ની દરેક ઍડ્વર્ટાઈઝ માટે માર્કેટીંગ વાળા ઓને એક વગર પૈસા નો મોડલ મળી ગયો હોય તો એ છે બેક્ટેરીયા એને વિલન બનાવી દો અને પોતાની પ્રોડક્ટ હીરો બની ગઈ સમજો.
પણ ખરેખર બેક્ટેરીયા વિલન છે ?ના, કારણ કે એ વિલન જ હોત તો આ સૃશ્ટી મા તેનુ સર્જન કરવામા જ ન આવ્યુ હોત. પણ તેનુ સર્જન કરવામા આવ્યુ તેનો મતલબ જ એ છે કે ખરેખર તે વિલન નથી. સમજાવવા માટે દાખલા આપવા હોય તો બે થી ત્રણ દાખલા આપી શકાય. એક. જ્યારે આપણ ને ઝાડા થઈ જાય ત્યારે આપણને દહી ખાવા નુ કહેવા મા આવે છે શા માટે તો કે તેની અંદર નો બેક્ટેરિયા દવા નુ કામ કરે છે. બે. દુધ માથી દહી બનાવવા માટે દહી ના એક ટીપા નો અથવા તો ખટાશ નો ઉપયોગ કરવા મા આવૅ છે અને બાકી નુ સર્જન કરવાનુ કામ તેની અંદર ના બેક્ટેરીયા કરે છે. ત્રણ. પહેલા ના જમાના મા આપણે વાસણ સાફ માટે રાખ અથવા તો માટી નો ઉપયોગ કરતા કારણ કે એમાના બેક્ટેરિયા ક્લીનિંગ એજન્ટ તરીકે કામ કરતા હતા.
આમ આપણે બેક્ટેરીયા ને વિલન કહેતા પહેલા દશ વખત વિચાર કરવાની જરુર છે. જો એમ નહિ કરીયે તો એક વખત એવો આવશે કે આપ્ણે દરેક પ્રકાર ના બેક્ટેરીયા ને મારી ને આપણુ જ સર્વ નાષ નોતરી બેસશુ. જેમ આપણે ગ્લોબલ વોર્મીંગ ની ચીંતા કરીયે છીએ તેમ આપણે આ બેક્ટેરીયા ની પણ ચિંતા કરવાની જરુર છે.
“અલ્પ”
Like this:
Like Loading...
Related
આપના અભિપ્રાયો