દહેજ પ્રથા શુ ખરેખર ખરાબ છે ? કે પછી આપણે આ પ્રથા ને સમજ્યા નથી ….
દહેજ શા માટે દેવાય છે ? દહેજ દેવાનો આશય શુ હતો ? દહેજ એટલા માટે દેવાતુ હતુ કે એક છોકરી કાયમ માટે એક ઘરે થી બીજા ઘરે જાય ત્યારે તેની ઘણી બધી જરુરિયાત હોય કપડા, ઘરેણા, અન્ય જરુરીયાઆત ની વસ્તુ ઓ ( જેમ કે જ્યારે આપણે એક કે બે દિવસ કે મહીના બે મહીના માટે કોઈના ઘરે જતા હોઈએ તો આપણી વસ્તુ ઓએ લઈ જઈએ છીએ તેમ, જ્યારે આ તો કાયમી જવાની વાત છે ) જ્યારે કોઈ વ્યક્તિ એક ઘર માથી બિજે જાય ત્યારે એ વસ્તુ ને એ ઘર મા કોઈ ખપ રહેતો નથી તેથી આ વસ્તુ તેને દહેજ રુપે આપવા મા આવે છે, જેથી કરી ને નવા ઘર મા તેને તરત કોઈ અડ્ચણ ન પડે. બીજુ આ ઘર ( પીયર) ની દરેક વસ્તુ સાથે એક લગાવ હોય છે જેમ કે કોઈ વસ્તુ માતા એ આપી હોય , કોઈ વસ્તુ પિતાએ આપી હોય કે પછી કોઈ વસ્તુ સાથે કોઇ પ્રસંગ જોડાયો હોય.
આ બધી વાત તેને નવા ઘર મા એક પ્રકાર ની માનસીક હુંફ આપે છે. બીજુ આ પ્રથા ને કારણે સાસરા પક્ષ માટે એક પ્રકાર ની શાંતી એ રીતે હોય છે કે તેને થોડો સમય મળે છે આવનારી વ્યક્તિ ની પસંદ ના પસંદ સમજવા નો. અને પછી ધીરે ધીરે તેઓ તેમની પસંદ પ્રમાણે ખરીદી કરી શકે છે. આમ એક ઘર નવી ખરીદી માથી બચી જા છે અને બીજા ઘર મા જે વસ્તુ નકામી પડવાની હોય તે નકામી પડી નથી રહેતી.
માટે દહેજ પોતે ખરાબ પ્રથા નથી પરંતુ આપણે એને ખરાબ બનાવી દિધી છે કોઈ પણ રીતે સ્મજ્યા વગર. આ પ્રથા વગોવવા નુ બીજુ કારણ છે વર પક્ષ ની ખોટી માંગણી અને ક્યારેક કન્યા પક્ષ ની ખોટો દેખાડૉ કરવા ની આદત ( આ એવા કિસ્સા મા બને છે જ્યારે કન્યા પક્ષ એમ માનતો હોય કે વર પક્ષ વાળા નબળા ( આર્થીક રીતે ) છે ત્યારે તેઓ તેમની દિકરી ને વધુ પડતુ દહેજ આપે છે ( દાખલા તરીકે મોંઘા કપડા, મોંઘી જ્વેલરી, ગાડી, ઘર, જે વસ્તુ વર પક્ષ ની રહેણી કરણિ સાથે મેચ ન થતુ હોય, તેમના સ્વમાન ને ઠેસ પહોચતી હોય. ખરેખર આ ન થવુ જોઈએ.
“અલ્પ”
Like this:
Like Loading...
Related
અસલ ઉદ્દેશ આવો જ હશે પણ બધી વસ્તુઓ કાળક્રમે સારા કે ખરાબ રિવાજોમાં બદલાઈ જાય છે એમ દહેજ પણ દૂષણ બની ગયું.
દીકરીઓને પિતાના ઘર અને મિલકતમાંથી ભાગ આપવાનો રીવાજ નહોતો માટે એને દહેજના બહાને આપવામાં આવતું હતું.કાયદેસર બાપની મિલકતમાં દીકરીનો પણ ભાગ હોય છે.પણ હજુયે ભારતમાં કોઈ દીકરીઓ ભાગ લેવા આવતી હોતી નથી.જરૂર પડે ભાઈઓને સહી કરી આપતી જોવા મળતી હોય છે.
કોઈ પણ રીવાજ કોઈ સારા માટે શરુ થયો હોય,પણ એના બહાને શોષણ શરુ થાય એટલે ખરાબ થઇ જતો હોય છે.
i agree with you.
દહેજપ્રથા એ સામાજિક દૂષણ છે; ભૂષણ નહીં.
દહેજ પ્રથા દુશણ છે નહી આપણે એને બનાવી દીધી છે. સચુ જો કહીએ તો જુના જમાના ના ઘણા રિવાજો સારા હતા પરંતુ આપણે એમને સમજી શક્યા નહી અને તેને દુશણ મા ખપાવી દિધા છે……….
મનિષભાઇ દહેજ જેવા મુદા પર આપના વિચારો સુંદર રીતે રજૂ ર્ક્યાં આપના વિચારો સાથે એક બાબત ઉમેરવા માંગુ છુ આપણી સંસ્કૃતિ અને સભ્યતા પ્રમાણે કોઇના અધિકારનું ખાવુ નહી જ્યારે બાપ દાદાની માલ-મિલકત દિકરાને વારસામાં મળે છે ત્યારે દિકરીના હકનું શું? આ બાબતને ધ્યાનમાં રાખીને આપણા પૂર્વજોએ દિકરીનો હક દહેજ સ્વરૂપે અને વાર-તહેવારે વિવિધ ભેટ આપવાની પ્રથા અમલમાં મૂકી હશે
હસ્મુખ્ભાઈ આ મુદ્દ્દો ઘણા સમય થી મારા મન મા રમે છે અને તેને વ્યક્ત પણ કરવા માંગુ છુ ખરેખર તો આ મુદ્દો આ લેખ સાથે જ ચર્ચવા માંગતો હતો પણ વિરોધાભષ સર્જાસે તેથી નથી છેડ્યો. તમારા વિચારો વધરે સંક્ષીપ મા જણાવશો તો આનંદ થશે.