રોજગાર અને ગુનાખોરી
રોજગાર અને ગુનાખોરી માણસ ગુનેગાર શા માટે બને છે ? મોટા ભાગ ની વ્યકતિ ઓ ગુનેગાર ત્યારે બને છે જ્યારે તેમને રોજગાર મળતો નથી અથવા ત્યારે કે જ્યારે તેમને મહેનત ના બદલા મા વળતર પુરુ નથી મળતુ. જ્યા સુધી પુરતા વળતર નો સવાલ છે ત્યા સુધી તે માણસ ની પોતા ની ઉપર નિર્ભર છે કે તે કેટલા કામ ની બદલી મા કેટલુ વળતર ઇચ્છે છે.
પરંતુ જ્યા સુધી રોજગાર નો સવાલ છે ત્યારે એમ થાય કે વ્યકતિ આકરી મહેનત કરે છે અને ત્યાર બાદ પણ તેને પેટ પુરતુ ખાવાનુ નસીબ ન થાય ત્યારે ? માણસ શુ કરે ?
તો પછી રોજગાર ઉભો કરવા માટે શુ ? મોટા ભાગ ના લોકો કહેશે કે એ તો સરકાર નુ કામ છે સરકાર કરે અથવા તો મોટા – મોટા ઇન્ડસ્ટ્રિસ વાળા ઓ નુ કામ છે આપણે નોકરિ કરવા વાળા ઓ શુ કરી શકીએ ? તો પછી સવાલ એ છે કે સામાન્ય માણસ કેવી રીતે રોજગારી ની તકો ઉભી કરી શકે અથવા તો કેવી રીતે રોજગારી આપી શકે.
તો પછી જવાબ એ છે કે જે રોજગારી ની તક સામાન્ય માણ્સ ઉભી કરશે તે સરકાર પણ ઉભી નહી કરી શકે. સવાલ ફક્ત આપણે ઈરાદો કરવાનો અને અમલ મા મુકવાનો. આપણે હમેશા પૈસા ખરચતી વખતે વીચારવાનુ છે કે આમાનો કેટલો પૈસો કેવી રીતે અને ક્યા વપરાવાનો છે. તમે કહેશો કે હવે આપણને એમા શુ આપણા હાથ માથી તો પૈસા ગયા ને હવે શુ પણ ખરેખર અહી જ આપણે રોજગાર ની તક ઉભી કરી શકી એ છીએ.
દાખલા તરીકે બુટ પોલિશ કરાવો તેનાથી જેને આવક થશે તે તેના પેટ મા જશે…કપડા ઓલ્ટર કરાવો તેનાથી જે નાનુ મશિન લઈ ને કામ કરે છે તેને કામ મળશે….. સીંગ ચણા ખાઓ તેનાથી તેને રોજાગારી મળશે આપણી હેલ્થ બનશે …..બલુન ખરીદો એનાથી નાના બાળકો ખુશ થશે અને ફુગ્ગા વાળા નુ પેટ ભરાશે. આ બધી જાતની ખરીદી કરતી વખતે તમને એમ લાગે કે અરે આ પચાસ પૈસા નો ફુગ્ગો પાંચ રુપીયા મા વેંચે છે તો આ વિચાર ને બાજુ મા મુકી દેવા નો કારણ કે એનાથી ન તો એનો મહેલ બની જવાનો છે કે ન તો તમારો મહેલ વેંચાઈ જવાનો. હા કદાચ આમાની એક પણ વ્યકતિ ગુનેગાર થતા ભચી જશે તો પણ આપણા ખર્ચેલા પૈસા વસુલ થઈ જશે.
“અલ્પ”
Like this:
Like Loading...
Related
સાચી વાત કહી મનીષભાઈ, રોજગાર અને ગુનાખોરી બંને એક બીજા સાથે સંકળાયેલા છે, લોકો નાના ધંધાવાળાઓ ને વધારે ને વધારે ચુસી નાખવાનું વિચારે છે, માટે જ તેવા લોકો ના છુટકે ચોરી નો માર્ગ અપનાવે છે.
http://ashupatel.wordpress.com/