શાકાહાર અને માંસાહાર
શાકાહાર અને માંસાહાર શાકાહાર શુ છે અને માંસાહાર શુ છે ? શાકાહાર એટલે કે વનસ્પતી વગેરે અને માંસાહાર એટલે કે કોઈ જીવ ની હત્યા કરી તેને આરોગવી. Am I right ? તો પછી શુ વનસ્પતિ મા જીવ નથી ? હા વનસ્પતિ મા જીવ છે. ( આ દલીલ ઘણા માંસાહારી લોકો કરે છે અને તેમની વાત અમુક અંશે સાચી પણ છે. ) તો પછી ? સત્ય હકિકત અને કુદરત ( હુ માનુ છુ કે કુદરત એ જ એ શક્તિ છે કે જેને આપણે ભગવાન કહીએ છીએ ) છે નો નીયમ એ છે કે જીવ ( શક્તિ) જીવ (શક્તિ) નૂ ભક્ષણ કરે જેથી કરી ને જીવ બીજા જીવ ને ઉત્પન્ન કરી ને તે બેલેન્સ ને સાચવી શકે. એટલે કુદરત પોતે કહે છે કે તમે જ પોતે જીવ ને ઉત્પન્ન કરો અને તમે જ તેનુ ભક્ષણ કરો. કોઈ પણ જીવ અજીવ પદાર્થ ને ખાય છે ખરો ના કારણ એ જ કે કુદરત પોતે જ કહે છે કે તમારે જીવવુ હોય તો અન્ય જીવ ને ખાવ. શા માટે કારણ કે કુદરત ને પોતાનુ સંતુલન બનાવી રાખવુ છે જો કુદરત એમ કહેતી હોત કે જીવ અજીવ ને ખાય તો ? તો પછી એક સમયે તમામ કુદરતી સંપતિ નો નાશ થયી જાય અને ત્યારે તમે અને હુ શુ ખાશુ ? તો પછી શુ દરેક માણસે માંસાહર કરવો કે પછી દરેક માણસે શાકાહારી બની જવુ ? સાચો જવાબ મારા મતે એ છે કે ન તો દરેક વ્યક્તિ એ શાકાહારી બનવુ જોઈએ અને ન તો દરેક માનવી એ માંસાહારી. સત્ય એ છે કે દરેક વ્યક્તિ એ બીજા જીવ નુ ભક્ષણ કરવુ પરંતુ વિવેક બુદ્ધી જાળવી ને. કોઈ જીવ ની હિંસા વગર કારણે કરવી નહી. અને તે કારણે જ જૈન ધર્મ કહે છે કે અહિંસક બનો કારણ વગર કોઈ પણ જીવ ની હિંસા ન કરો. જૈન ધર્મ હમેશા કતલખાના ઓ નો વિરોધ કરે છે શા માટે શુ તેમનો ઉદ્દેશ્ય જૈન ધર્મ પુરતો મર્યાદિત છે ના એ સંપુર્ણ સમાજ માટે રાજ્ય માટે અને દેશ માટે છે. હવે તમને સવાલ એ થશે કે કતલખાના ના વિરોધ અને દેશ ને શુ લાગે વળગે તો વાત ને સમજો કે આપણા દેશ મા કતલખાના વધવાથી થશે એ કે આપણા દેશ ની જે જૈવીક ( પશુ / પક્શી અને વનસ્પતિ પણ કારણ કે પશુ પક્ષી વનસ્પ્તિ ના આધારે જ જીવે છે એટલે આડકતરી રીતે તો તેનો પણ નાશ થશે) સંપતિ છે તેનો વગર કારણે નાશ થશે. અહીયા જે પણ માંસ ઉત્પન્ન થશે તેને એક્શ્પોર્ટ કરાશે આમ આપણી જ ધરતી પર આપણી જ જૈવિક સંપતિ નો નાશ કરવો એ શુ દેશ ના હિત મા છે ? જો હોય તો પછી તમે કતલ્ખાના ને સહમતિ આપો અને જો એ દેશ ના હિત મા ન હોય તો પછી તેનો વિરોધ ન કરવો જોઇએ ? અને જૈન ધર્મ આજે એ જ પ્રયત્ન કરી રહ્યો છે કતલ્ખાના ઓ નો વિરોધ કરી ને……………….
“અલ્પ”
Like this:
Like Loading...
Related
આપના અભિપ્રાયો