આત્મ કથા એક ચલણી નોટ ની
હુ ભારત દેશ ની ચલણી નોટ છુ અને મારો જન્મ ભારત દેશ ના અધીક્રુત પ્રીંટીંગ પ્રેસ મા થયો છે. સંપુર્ણ ભારત ની પ્રજા મારો ઉપયોગ તેમના રોજ બરોજ ના વ્યહ્વાર મા મારો ઉપયોગ કરે છે. મારા વગર તેમના રોજ બરોજ ના વ્યહ્વારો લગભગ અશક્ય છે.
પરંતુ મારી કમનસીબી એ છે કે હવે મારી પણ એક નકલ ઉભી થઈ ગઈ છે અને તેને કારણે જ ભારત ની પ્રજા ને ઘણી મુશ્કેલી મા થી પસાર થવુ પડે છે, આવા જ એક ભારતીય નાગરીક ની પરેશાની જોઈ ને હુ મારી આત્મ કથા લખુ છુ.
ઘણા દિવસ પહેલાની વાત છે એક ભારતીય નાગરીક મને એક વિસ્વસ્નીય જગ્યા એ થી મને બીજી વિસ્વસ્નીય જગ્યા એ તેના વપરાશ માટે લઈ ગયો પરંતુ તેના અને મારા કમનસીબે જે જગ્યા એ તે મને લઈ ગયો હતો તેમને લાગ્યુ કે હુ ભારત ના પ્રેસ મા છપાયેલી નહી પણ બીજે ક્યાક છપાયેલી છુ, અને મને મારી નકલ સમજી ને તેમણે મારો નાશ કરી નાખ્યો.
આમ મારુ અનાયાસે મારુ મ્રુત્યુ થયુ અને તે ભારતીય નાગરીક નુ પણ કામ બગડી ગયુ. માટે જ દરેક ભારતીય નાગરીક ને વિનંતી કરુ છુ કે જ્યારે પણ તમે મારો ઉપયોગ કરો ત્યારે પહેલા એ જોઈ લેજો કે હુ ભારત મા છપાયેલી નોટ છુ કે નહી. કારણ કે જેમ મારી નકલ ને કારણે મારુ મ્રુત્યુ થયુ તેમ મારી બીજી બહેનો નુ પણ મ્રુત્યુ ન થાય અને પેલા ભારતીય નાગરીક ની માફક તમારુ પણ કામ ન બગડે.
એજ તમારી વહાલી ચલણી નોટ ( સ્વર્ગ મા થી )
© copy rights – અલ્પ લીમડીવાળા
Like this:
Like Loading...
Related
આપના અભિપ્રાયો