આભાર
આ બ્લોગ તમારી સમક્ષ રજુ કરી શક્યો છુ તે માટે ઘણા બધા વ્યક્તિ ઓ નો આભારી છુ.
૧. મેહુલ ભાઈ નો કે જેમનો અમારા સી.એન. વિદ્યાલય વિશે નો બ્લોગ વાંચી બ્લોગ લખવાની પ્રેરણા મળી.
૨. વર્ડ્પ્રેસ. કોમ નો જેમણે બ્લોગ બનાવવા માટે એક સુંદર મજાનુ પ્લેટ્ફોર્મ પુરુ પાડ્યુ.
૩.વિમેશ ભાઈ નો જેમણે મને ગુજરાતી ભાષા મા કઈ રીતે લખી શકાય તે વિશેની સમજ આપી.
૪. વિશાલભાઈ મોણપરા નો કે જેમના સોફ્ટ્વેર ની મદદ થી આ બ્લોગ ગુજરાતી ભાષા મા લખી શકાય છે.
૫. વિનય ભાઇ ખત્રી નો જેમણે મને આપણો પોતાનો બ્લોગ કઈ રીતે બનાવવો અને અનુક્રમણીકા કેવી રીતે બનાવવી એ વિશે ની સમજ આપી.વિનય ભાઇ નો ખાસ આભાર એટલા માટે માનવો રહ્યો કે જ્યારે મે બ્લોગ લખવાનુ ચાલુ કર્યુ ત્યારે મને બ્લોગ વિશે ખાસ સમજણ નહોતી એથી ક્યાક થી વાંચી અને કોપી – પેસ્ટ કરતો હતો પણ એમને મને સમજાવ્યુ કે એ એક ખરાબ બાબત છે અને મારે મારા મૌલિક વિચારોને શબ્દ આપવા જોઈએ. ત્યાર બાદ મારા બ્લોગ પરથી મે ઘણી પોસ્ટ કા તો ડીલિટ કરી નાખી છે અને હવે બિજાઓ ના લેખ ની લિંક આપવાની કોશિષ કરી છે. તેમ છતા કોઈ ને એવુ લાગતુ હોય તો અવશ્ય જણાવવા વિનંતી.
૬. દરેક વાચક મિત્રો નો જેમણે મારા બ્લોગ ઉપર સમય વિતાવી તેમના અભિપ્રાય આપ્યા.
૭. દરેક બ્લોગર્સ મિત્રો નો કે જેમના બ્લોગ વાંચી ને નવુ લખવાની પ્રેરણા મળે છે.
૮.દરેક એવા ટેક્નીશીયનસ નો કે જેમના નવા નવા વીજ્ગેટ્સ વડે આ બ્લોગ ની શોભા વધારી શકાઈ છે.
9. ગુજરાત લેક્ષિકોન.કોમ નો જેનો સોફ્ટ્વેર આજે જ ડાઉન્લોડ કર્યો છે સ્પેલ ચેક કરવા માટે.
Like this:
Like Loading...
આપના અભિપ્રાયો