આજની નારી અને આજનો પુરુષ
ઘણા સમય થી મગજ મા એક વિષય ઘુમરાતો હતો આજની નારી અને આજ્ના પુરુષ વિશે…….શુ આજના સમાજ મા નર અને નારી વિશે સમાનતા છે ?  શુ  આજ નો સમાજ નર અને નારી ને એક દ્રશ્ટી થી જુએ છે ? આજ ના કાયદા ઓ નિરપેક્ષ છે ? ના આજ્નો સમાજ અને આજ ની કાયદાકીય વ્યવસ્થા બન્ને નર અને નારી ને અલગ દ્રષ્ટિ થી જુએ છે અને એજ રીતે એની સાથે વર્તે છે. કહેવાય છે કે આજ ની  નારી પુરુષ સમોવડી થઈ ગયી છે. શુ પહેલાની નારી પુરુષ સમોવડી નહોતી ? ખરેખર તો પુરુષ સમોવડી આ શબ્દ નુ સર્જન જ સ્ત્રી ઓ ને ગેરર્માર્ગે દોરવા માટે ને તેમને બાગી બનાવવા માટે કરવા માટે આવ્યુ છે.
કોણે કહ્યુ કે સ્ત્રી આજે પુરુષ સમોવડી થઈ છે ? ખરેખર તો એ પહેલેથી જ પુરુષ ની સમ્કક્ષ હતી કે એનાથી ચડીયાતી હતી અને છે. દાખલા તરિકે છે કોઈ એવો પુરુષ કે જે બાળક ને જન્મ આપી શકે, કે પછી છે કોઈ એવા પુરુષ જે સ્ત્રી વગર ઘર સંસાર ચલાવી શકે ? ( હા આજના જમાના મા થોડાક એવા વિરલા ઓ જરુર હશે ) ખરેખર તો આ એક માર્કેટીગ થઈ રહ્યુ છે સ્ત્રી ઓ દ્વારા
કે અમુક પુરુષો દ્વારા સ્ત્રીઓ નુ માર્કેટીંગ  જેમા પુરૂષ માત્ર ને નીચો દેખાડવામા આવે છે. અને આમ કરી ને સ્ત્રીઓને ઓર બહેકાવવા મા આવે છે.
ગઈ કાલ ની અશિક્ષીત સ્ત્રી ઓ ને  સ્ત્રી ઓને એમ કહી ને ઘર ની બહાર કાઢવા મા આવી કે ઘર ની અંદર તમારુ સન્માન નથી થતુ તમારા ઘરવાળા ( અહી પુરુષ એમ વાંચવુ ) તમારુ શોષ્ણ કરે છે. તમે ઘર નુ કામ કરો છે એ કામ નથી પણ ગદ્ધાવૈત્રુ છે, તમે તમારા બાળક ને સંભાળો છો એ આયા નુ કામ છે. તમે તમારા સાસુ સસરા ની સંભાળ રાખો એ નકામુ કામ છે. ઘર ના મહેમાનો ને સાચવો છો એ પણ નકામુ કામ છે.  તમને એમ કહી ને બહેકાવવા મા આવી કે પુરુષો માત્ર આરામ જ કરે છે કોઈ કામ જ નથી કરતો. શુ ખરેખર એવુ જ છે કે હતુ જો એમ જ હોય તો પછી આખા ઘર ની અર્થ વ્યવથા માટે અર્થ ઉપાર્જન કરનારા પુરુષ ના પાસે જાદુ નો પીટારો હતો કે ખોલે અને અર્થ વ્યવસ્થા સચવાઈ જાય ? ના એવુ બિલ્કુલ ન્હોતુ પહેલાનો કે આજ નો પુરુષ  પણ એટલી જ મહેનત કરે છે કે જેટલી સ્ત્રી કરે છે ફરક બન્ને ની કાર્ય પદ્ધતી મા છે. પુરુષ  ને અવિવારે આરામ મળતો હતો અને સ્ત્રીઓને દિવસ દર્મિયાન ઇંટરવલ. પુરુષ ને હમેશા કુટુંબ થી દુર રહેવુ પડયુ છે કામ ના કારણે, બાળક ને જેટલુ એટેચ્મેંટ મા સાથે રહ્યુ છે એટલુ પિતા માટે  નહી ( અહી એમ કહી ને પુરુષોને હલકા પાડવામા આવ્યા કે પુરુષ બાળકો પાછળ ધ્યાન નથી આપતા)
આપ્ણા જીવન મા બન્ને નુ સરખુ મહત્વ છે અને કુદરતે કે પછી આપણી સમાજ વ્યવસ્થા ( મહેરબાની કરી ને પશ્ચીંમી સમાજ વ્યવસ્થાની વાત નહી કરતા, તેમની સમાજ વ્યવસ્થા ને ઉદ્ભવ્યાને કેટલો સમય થયો છે ? પચિસ કે પછી પચાસ વરસ ? )  મા બન્ને ને ભાગે તેમને યોગ્ય જ કામ આપ્યુ  છે એટલે જો શિલ્પ્કાર શિલ્પ બનવાની કોશિશ કરશે કે પછી શિલ્પ પોતે શિલ્પ્કાર બનવાની પરિણામ શુ આવશે તમે કલ્પી જ શકો છો. 
જ્યારે આજ ની સ્ત્રી ( સોરી આજ ની સુશિક્ષીત નારી) ઘર મા પણ કામ કરે છે અને બહાર પણ  શુ  એનુ શોષ્ણ નથી થતુ ?  થાય છે ભરપુર થાય છે મોટા ભાગ ની નારી નુ ભરપુર શોષ્ણ થાય છે. કંપની ના માલીક દ્વારા કે પછી સહ કર્મચારી દ્વારા કે પછી રસ્તા ઉપ્રર અજાણી વ્યક્તિ દ્વારા. કહે છે કે આજ ની સ્ત્રી ઓનો ઉદ્ધાર થઈ રહ્યો છે , તેઓ નવી નવી સિમા ઓ સર કરી રહી છે. એમની સંખ્યા કેટલી ? આંગળી ને વેઢે ગણાય એટલી. ખરેખર તો આજ્ની સ્ત્રી ઓનો ઉદ્ધાર નહી પણ ઉપયોગ થઈ રહ્યો છે. આજ ની નારી પીસાઈ રહી છે.
પહેલા ના જમાના ની સ્ત્રી દેવી ગણાતી હતી તેની પુજા થતી હતી. પહેલા કહેવાતુ હતુ કે દરેક સફળ પુરુષ ની પાછળ એક સ્ત્રી નો હાથ હોય છે , કારણ એજ કે સ્ત્રી ની ભુમીકા સમાજમા અને કુટુંબ મા એક શિલ્પકાર ની કે પછી એક કોચ ની ભુમીકા  અને પુરુષ ની ભુમીકા એક શિલ્પ ની કે ખેલાડી ની. હા એ પણ સચ્ચાઈ છે કે આપણે જેટલી પ્રસંશા શિલ્પ ની કે ખેલાડી ની કરીયે છીએ તેટલી આપણે શિલ્પકાર ની કે પછી એક કોચની નથી કરતા પરંતુ એનો મતલબ એ નથી કે જીવન મા શિલ્પકાર ની કે પછી એક કોચ નુ મહત્વ જ નથી. જેમ દરેક કંપની મા અલગ અલગ ડિપાર્ટ્મેંટ હોય છે તેમ પરિવાર મા પણ અલગ અલગ જો કોઈ કંપની ( પરિવાર )  મા દરેક જણ માર્કેટીંગ ( અહી અર્થ ઉપાર્જન એમ સમજવુ ) કરવા માંડશે તો પછી કંપની ( પરિવાર) નુ મેનેજ્મેંટ ( કુટુંબ નુ સંચાલન ) કોણ કરશે. ? અને આવી કંપની ( પરિવાર ) નુ ભવિશ્ય તો કલ્પી જ શકાય. અને દરેક પરિવાર કે કંપની મા મોટુ કોણ હોય છે મેનેજ્મેંટ કે પછી માર્કેટીંગ ? પહેલાના જમાના મા પણ અર્થ ઉપાર્જન પુરુષ કરતો હતો પણ તેનુ સંચાલન સ્ત્રી ઓ જ કરતી હતી. યાદ છે પતિ ઓનુ પોતાની સઘળી કમાણી ઘર ની વહુ ને આપવાનુ કે પછી એ ચાવી નો ઝૂડો ( યાદ કેમ ન હોય આજ કાલ તો એક બોડી લોશન ની ઍડ પણ આવે છે અને તેમા પુરુષ ની ભુમીકા અને સ્ત્રી ની ભુમીકા આજ ની સ્ત્રી ન સમજી શકે તેવી નાદાન તો નથી જ.
હવે સ્ત્રીઓ એ સમજવાનુ  કે તેમણે શુ ગુમાવ્યુ છે અને શુ મેળવ્યુ……………..
 

અપરિગ્રહ

અપરિગ્રહ…………….

જૈન ધર્મ  ના શ્રાવક દ્વારા  અહિંસા ની જેટલી ચર્ચા અને  થાય છે અને મહ્ત્વ અપાય છે એટલી ચર્ચા અને મહત્વ અપરિગ્રહ માટે નથી થતુ   એનો જવાબ બહુ જ કડવો છે. અને કદાચ કોઈ પણ વાંચક ને નહી ગમે.

થોડા સમય  પહેલા અમે થોડા મિત્રો ભેગા મળ્યા ત્યારે એક ચર્ચા ચાલી અને મને સવાલ કરવામા આવ્યો કે તુ શા માટે કાંદા – બટેટા છોડી નથી દેતો ( કંદ્ મુળ ત્યાગ ) અને મે કહ્યુ કે એ  મારી માટે થોડુ મુશ્કેલ છે. તો મને મારા મિત્રો કહેવા માંડ્યા  કે આ મારા બહાના છે અને હુ ખરો જૈન ન કહેવાઉ. એટલે મે મારા  મિત્રો ને એક સવાલ કર્યો  કે જૈન ધર્મ ના બે મહત્વ ના સિદ્ધાંતો કયા તો એમણે મને કહ્યુ કે અહિંસા અને અપરિગ્રહ. એટલે મે એમને ફરી થી સવાલ કર્યો કે બન્ને નો અર્થ શુ છે તો મને કહે કે અહિંસા એટલે કોઈપણ જીવ ની હિંસા ન કરવી મે કહ્યુ અને અપરિગ્રહ નો તો કહે કે આપણી જરુરિયાતો ને ઓછી કરવી અને ન જરુરી હોય એવી ચીજો ને ભેગી ન કરવી.

હવે મે એને કહ્યુ કે સારુ હવે આપણે એક કામ કરીયે કાલ થી હુ જૈન ધર્મ ના અહિંસા વાળા એટલે કે  ( કંદ્ મુળ ત્યાગ ) નુ પાલન કરુ છુ તમે લોકો નહી તો તમારા માથી એક જણ અપરિગ્રહ ના નિયમ નુ પાલન કરો. અને મને મારા સવાલ નો જવાબ મળ્યો કે ભાઈ તુ તારે  કંદ્ મુળ ખાઈશ તો ચાલશે પણ અમારાર્થી  અપરિગ્રહ ના નિયમ નુ પાલન નહી થાય. ઍતલે મે કહ્યુ કે આમ કેમ તો મને કહે કે યાર આ જમાના મા આવા નિયમ થોડી પળાય ?

એટલે મે અને ફરી થી સવાલ કર્યો કે ભાઈ હવે હુ શુ તુ જૈન કહી શકુ ?

 

અહિંસા (કદ મુળ ત્યાગ ) નો નિયમ પાળવો ઘણો સહેલો છે કારણ તેમા તો ફક્ત ખાન પાન પર કાબુ રાખવાનો  છે પરંતુ અપરિગ્રહ નો નિયમ પાળવો ઘણો કઠીન છે કારણ કે એમા તો સંપુર્ણ જીવન દરમિયાન તમારી જરુરીયાતો પર કાબુ રાખવાનો છે. અને કદાચ આજ વાત મારા મિત્રો ની જેમ ઘણાને ખટકે છે અને અપરિગ્રહ ના નિયમ ને બહુ સિફત થી વિસરી જાય છે.

 

“અલ્પ”

 

 

 

 

 

તારી હાજરીની કોઇ સાબિતી હોય તો જલ્દી આપ ભગવાન…

 

 

તારી હાજરીની કોઇ સાબિતી હોય તો જલ્દી આપ ભગવાન… હમણા જ દર્શીત ભાઈ નો

ઉપરેકાત લેખ વાંચ્યો, અને મન મા ફરી થી એજ સવાલ ઉભો થયો કે શુ ખરેખર આ જગત

મા ભગવાન છે ? અને છે તો પછી ક્યા છે ? મંદિર મા, મસ્જિદ મા,ગુરુદ્વારા મા કે દેવળ મા ?

અને જવાબ કદાચ તમને અને મને બધાને  ખબર છે કે  ભગવાન છે તો સૌના હ્રદય મા. તો

પછી આપણે સૌ મંદિર મા, મસ્જિદ મા,ગુરુદ્વારા  મા કે દેવળ મા જવાની જરુર શા માટે છે ?

 

કારણ કદાચ એ છે કે દરેક કાર્ય માટે આપણે  એક સ્થાન નક્કી  કર્યુ છે જેમ કે ચાલવા માટે રસ્તા,

ફરવા માટે બગીચા,અનજ વાવવા માટે ખેતર   વગેરે વગેરે જેથી કરી ને એક સરખુ કામ કરવા

માટે એક સમાન જગ્યા મળી રહે અને એમ જ  કદાચ મંદિર , મસ્જિદ ,ગુરુદ્વારા કે દેવળ નુ

નિર્માણ થયુ હશે  ? રહી વાત મુર્તિ પુજા ની તો  એની પાછળ પણ કદાચ તર્ક એ છે કે આપણુ

મન વાંદરા જેવુ છે અને તેને એક જગ્યા ઉપર  કેંદ્રિત કરવા માટે એક કેદ્ર બિંદુ ની જરુર હશે

અને માટે જ એક મુર્તિ ની સ્થાપના કરી હશે. 

 

 

 

પરિવાર V/S કંપની

* પરિવાર V/S કંપની
*  હમણા મારા ફેસબુક એકાઉંટ પર https://www.facebook.com/nmashkaria એક સુવિચાર વાંચ્યો અને મન મા એક પરિવાર અને  કંપની વચ્ચે એક સરખામણી કરવાનુ મન થયુ.
* પરિવાર એટલે કે જ્યા બંધારણ ન હોય પણ વ્યવસ્થા હોય પરંતુ કંપની એટલે જ્યા ફક્ત બંધારણ જ હોય અને વ્યવથા ઉપર થી નીચે આવવાની હોય પણ નીચે થી ઉપર  જવા માટે કોઈ જ નહી ( જ્યા ઉપર ની વ્યક્તિ મન ચાહે તે કરી શકે પરંતુ નીચેની વ્યક્તિ સાચી હોય તો પણ કઈ જ ન કરી શકે.
* પરિવાર જ્યા એક બીજા વચ્ચે સમજણ હોય પરંતુ કંપની જ્યા ફક્ત સુચનો જ હોય સમજણ ના નામે મિંડૂ અને હોય તો પણ ફફ્ત નિચે ના લેવલ ના માણસો એ ઉપર ના લેવલ ના માણસો ને સમજવાની કોશીસ કરવાની ઉપર ના લેવલ ના માણસો ક્યારેય નીચેના લેવલ ના માણસો ને સમજવાની કોશીસ નહી કરે.
* પરિવાર જ્યા અનુશાસન છે અને કાયદા ઓ પણ પરંતુ કંપની મા ફક્ત કાયદા ઓ જ કાયદા અનુશાસન ફક્ત નીચે ના લેવલ ના મણસો માટે.
* પરિવાર જ્યા ભરોસો છે પરંતુ ભય બિલકુલ નહી અને કંપની જ્યા મોટા ભાગે ભય જ ભય છે ભરોસો બિલકુલ નહી. કંપની મા મેનેજમેંટ ને સ્ટાફ પર ભરોસો નથી અને સ્ટાફ ને મેનેજમેંટ પર.
* શોષણ નહી પણ પોષણ. મોટા  ભાગ ની કંપની મા ફક્ત શોષણ જ થતુ હોય છે.
* આગ્રહ નહી પણ આદર. મોટા ભાગ ની કંપની મા ફક્ત આગ્રહ જ હોય છે પરંતુ આદર ના નામે ?
* સંપર્ક આજે મોટા ભાગ ની કંપની મા વાતો ફક્ત સંપર્ક ની જ થાય છે પણ સંબંધ ના નામે ? હા સંપર્ક મા તો ઘણી રીતે રહેવાય છે ફોન,મોબાઈલ, ઈ-મેલ, વીડીયો ચાટ વગેરે વગેરે પરંતુ સબંધો કેટલા બંધાય છે ?
* અર્પણ નહી પણ સમર્પણ કંપની મા તમને એમ જ શિખવવામા આવે છે કે તમારુ જીવન કંપની ને અર્પણ કરી દો, પરિવાર કયાય ભાગી નથી જવાનો, પરંતુ મને કોઈ એ સમજાવશે કે તમારા પરિવાર ના સારા નરસા પ્રસંગે કોની હાજરી જરુરી છે ?
“અલ્પ”
 

અહિંસા અને અપરીગ્રહ…..એક સવાલ

 અહિંસા અને અપરીગ્રહ…..એક સવાલ ?

જૈન ધર્મ ના મુખ્ય બે  સિદ્ધાંત એક છે અહિંસા અને બીજો અપરિગ્રહ.  અહિંસા એટલે કે કોઇ જીવ ની હિંસા. અહિંસા માટે ની જૈન ધર્મ ની થિયરી એટલી સુક્ષ્મ છે કે જૈન ધર્મ સિવાય કોઇ ને સમજાવવુ હોય તો મુશ્કેલ થઈ જાય. આજે  કોઈપણ જૈન  ને પુછ્શો તો આ અહિંસા નો સિદ્ધાંત તમને સમજાવશે. મોટા ભાગ ના જૈનો ને પુછશો તો તરત કહેશે અમે તો જૈન છીયે અમે તો કાંદા, બટેટા કે અન્ય કંદમૂળ નથી ખાતા પરંતુ એજ જૈન  ને તમે અપરિગ્રહ વિશે પુછશો તો એ કદાચ તમને જવાબ નહી આપી શકે.

કારણ મને ક્યારેય સમજાયુ નથી છે કોઇ મને આ સવાલ નો જવાબ આપે………… 

 

મારો અન્ય બ્લોગ અંગ્રેજી મા…

વાંચો મારો અન્ય બ્લોગ www.visa4allcountry.wordpress.com અંગ્રેજી ભાષા  મા જ્યા તમને દરેક દેશ ના વિસા ને લગતી તથા અન્ય જાણકારી પીરસવાની કોશીશ કરીશ. ચહુ છુ કે એ બ્લોગ પણ તમને જરુર પસંદ પડશે.

 

 

વિચાર બદલો, નસીબ બદલાશે……

વિચાર બદલો , નસીબ બદલાશે……થોડા સ્મય પહેલા રિક્શા મા જઈ રહ્યો હતો અને આગળ ના ટેમ્પો પાછળ આ શબ્દો  વાંચવા મળ્યા…Isn’t it gr8…..વિચારો શુ છે આ વિચારો , શાયદ જીંદગી નુ સ્ટીયરીંગ ? વાત પણ કદાચ સાચી જ છે આપણે જેમ વિચારિયે  છીએ તેમ જ લગ્ભગ આચરણ કરીએ છીએ… અને કદાચ એટલે જ જીંદગી મા વિચારો નુ મહત્વ વધારે છે.

સીનીયર સીટીઝન અને ક્રાઈમ

સીનીયર સીટીઝન અને ક્રાઈમ
સીનીયર સીટીઝન અને ક્રાઈમ આજે રોજ છાપુ ખોલિયે અને વાંચવા મળે છે કે આજે આ સીનીયર સીટીઝન ની હત્યા થઈ કે પછી આ સીનીયર સીટીઝન ને લંટી લીધા. આજે જ્યા જોઈએ ત્યા આપણ્ ને આજ ચર્ચા સંભળવા મળે છે. ત્યારે મન મા એક સવાલ એ ઉઠે છે કે આ બધા માટે જવાબદાર કોણ. સર્વ સામાન્ય મત એવો આવશે કે આ બધા માટે જવાબદાર છે પોલીસ તંત્ર. પરંતુ શુ ફક્ત પોલીસ તંત્ર જ આ માટ જવાબદાર છે કે પછી આપણી બદલાતી જતી સમાજ વ્યવસ્થા અને આપણે કે પછી સીનિયર સીટીઝન પોતે. આ લેખ મા આપણે ચર્ચા કરવી છે સીનીયર સીટીઝનસ ની જરુરીયાત વિશે તેમની સાથે થતા ક્રાઈમ ના  કારણો વિશે અને તેને રોકવા માટે આપણે શુ કરી શકીયે તેના વિશે. આ લેખ વાંચ્યા પછી હમેશા ની જેમ તમારા પ્રતીભાવ આપવાનુ ન ચુકશો.
કારણોઃ
સીનીયર સીટીઝન  સાથે ક્રાઈમ થવાનુ સૌથી મોટૂ કારણ છે આજ ની બદલાતી જતી સમાજ વ્યવસ્થા… એક સમય હતો જ્યારે આપણા દેશ મા  જોઈંટ ફેમીલી ની વ્યવસ્થા હતી હવે તો એ બીલકુલ તુટી ગઈ છે. આજે દરેક ને અલગ રહેવુ છે કાંતો એ આજની પેઢી ની  મજબુરી છે અને કાંતો તેઓ તેમના માતા પિતા ને સાચવવા નથી માંગતા (બાગબાન) અમુક વખતે કોઈ ને કોઇ કારણ સર માતા પિતા પણ તેમના સંતાનો સાથે રહેવા નથી માંગતા. આજની પેઢી ને સ્વતંત્રતા જૉઈયે છે અને તેઓ તેમની સ્વતાંત્રતા કોઇપણ ભોગે ગુમાવવા નથી માંગતા. અને થોડાઘણે અંશે આજ વિચારસરણી આજ ના સીનીયર સીટીઝનસ મા પણ આવી ગઈ છે. થેંક્સ ટુ  પશ્ચીમી વિચારસરણી ( આજે બધાને  શીખવવા મા આવે છે તમારા સંતાનો નો ભરોસો કરવો નહી કોને ખબર તેઓ તમને સાચવશે કે નહિ ) યાદ છે બાગ્બાન પીક્ચર નો એ સીન જ્યારે એક બેંક મેનેજર અમીતાભ બચ્ચન ને સલાહ આપે છે.
આજના ગ્લોબલાઇઝેશન ના જમાના મા સંતાનો ને ગમે ત્યા નોકરી કરવા જવુ પડે છે અને ઘણા કારણો સર માતાપિતા તેમની સાથે જઈ નથી શકતા ખાસ કરી ને જ્યારી સંતાનો વિદેશ કે બીજા શહેર ચાલ્યા જાય કે પછી ટ્રાંસ્ફરેબલ નોકરી મા હોય  ત્યારે, અમુક વખતે સંતાનો તેમને સાથે લઈ જઈ શકતા નથી અથવા તો લઈ જવા માંગતા નથી અને અમુક વખતે માતાપિતા તેમની સાથે રહેવા તૈયાર નથી હોતા, ખાસ કરી ને બીજા દેશ ના કે શહેર ના વાતાવરણ મા એડ્જસ્ટ ન થઈ શકવાને કારણે અથવા તો એકલતા નો ડર  સાલવે છે.  દિકરીઓ ના લગ્ન થાય અને એ સાસરે ચાલી જાય ત્યારે, કોઈ સંતાન ન હોય ત્યારે….
સીનીયર સીટીઝન  સાથે ક્રાઈમ થવાનુ બીજુ  મોટૂ કારણ છે આજે મોટા ભાગ ના સીનીયર સીટીઝનસ આર્થિક રીતે સ્વતંત્ર થવા માંડ્યા છે એટલે તેઓ પણ એકલા રહેવા નુ પસંદ કરે છે. પરંતુ ઉમર અને શારીરીક અસ્વસ્થ્તા ને કારણે તેઓ ની પાસે આર્થીક સ્વતંત્રતા હો છ્તા ઘણી બાબતો મા તેઓ એ બીજા ઉપર નિર્ભર રહેવુ પડે છે  અને નજીક ના સગાઓની ગેરહાજરી ને કારણે તેઓ પડોશી અથવા તો ઘર નોકરો ઉપર અવલંબીત થઈ જાય છે. 
સીનીયર સીટીઝનસ ની જરુરીયાતોઃ
સીનીયર સીટીઝનસ મુળભુત જરુરિયાત  છે આર્થીક સલામતી ( આજે મોટા શહેર મા રહેતા ઘણા સીનીયર સીટીઝનસ આર્થીક રિતે સલામત છે પણ ઘણા સીનીયર સીટીઝનસ ને આર્થીક સલામતી ની જરુર છે ) બીજી છે માનસીક સલામતી (તેમની એકલતા નો ઇલાજ અને ત્રિજુ છે શારીરીક સલામતી અને  હેલ્થ
સીનીયર સીટીઝન સામેના  ક્રાઈમ ઘટાડવા માટે સમાજે, પોલીસે અને સીનીયર સીટીઝનસે પોતે અમુક પગલા લેવાની જરુરી છે.
૧. સીનીયર સીટીઝનસે પોતાની જરુરિયાત લિમિટેડ કરવાની જરુરિ છે જેમ કે મોટા ઘર મા રહેતા હો તો ઘર નો અમુક ભાગ જ ઉપ્યોગ મા લેવો જેથી કરી ને બીજા ભાગ ની જાળવણી માથી બચી જવાય, બીજુ બહાર ની વ્યક્તિ ખાસ કરી ને ઘર નોકરો કે બીજી વ્યક્તિ ને બની ત્યા સુધી બધા રુમો મા એંટ્રી ન મળે. નાનુ ઘર હોય તો જાતે જાળવણી સરળ પડે.
૨. પોતાની સંપતિ જેમ કે લરક્ઝરિયસ ઇલેક્ટ્રોનીક આઈટમ્સ, ફર્નીચર, જવેરાત નુ પ્રદર્શન વગેરે કોઇપણ રુપે ન કરવુ. અને બને ત્યા સુધી ઘર મા ઝવેરાત તો રાખવુ જ નહી અને રોકડ પણ જરુર પુરતી રાખવી ( અહી ઘણા સીનીયર સીટીઝનસ ની દલીલ એવી હોય છે કે જરુર હોય તો અમારે ક્યા જવુ તો આ માટે તેઓએ થોડા ટેકનોલોજી સાથે અનુરુપ થઈ ને એ.ટી.એમ જેવી વ્યવસ્થા નો ઉપયોગ શિખવો પડશે.
૩. મેટ્રો સિટી મા ફ્લેટ સિસ્ટમ વાળા ઓ એ ખાસ કરી ને સેફ્ટી ડોર રાખવા અને અજાણ્યા ને પ્રવેશ ન આપવો. આપવો જ પડે એમ હોય તો પાડોશી ને સાથે રાખવા.( ગુજરાતી મા એક કહેવત છે કે ” પહેલો સગો પાડોશી”) તમારા પાડોશી સાથે હમેશા સાઅરા સબંધ રાખવા. નિયમિત રીતે હાઈ હેલ્લો તો કરતા જ રહેવુ ઉપરાંત તેમને જ્યારે જરુર હોય ત્યારે મદદ કરવી અહી એક વાત યાદ રાખવાની જરુર છે કે આજે દરેક વ્યક્તિ વ્યસ્ત હોય છે આથી કરી ને તેમના સમય નુ ધ્યાન રાખી ને વાતચીત ટુંકી રાખવી, આજ કાલ ના યંગ લોકો સીનીયર સીટીઝનસ ને એવોઈડ કરે છે એ પણ એક કારણ છે બીજુ આજ કાલ ની પેઢી ને શિખામણ પણ ઓછી ગમે છે એટલે બને ત્યાસુધી આજની પેઢી ને શિખામણ ઓછી આપવી.
૪. નિયમિત રીતે તમારા નજીક ના સગા સાથે ફોન ઉપર સંપર્ક રાખવો, શક્ય હોય ત્યા સુધી દર રોજ ઘર મા ઇલેક્ટ્રોનીક સર્વેલન્સ સિસ્ટમ બેસાડી શકાય ( જેમ કે ઇમરજન્સી એલાર્મ સિસ્ટમ કે જેથી કરી ને ઇમર્જન્સી મા પડોશી ના ઘર મા એલાર્મ વાગે )
૫. ઘર નોકરો ની દરેક વિગત તમારી પાસે હોવી જરુરી છે જેમ કે નામ , એડ્રેસ, કોન્ટેક્ટ ડીટેલ્સ , ફોટો વગેરે બીજુ ઘર નોકરો સાથે બહુ સખત રીતે પણ ન વર્તવુ તેમ જ વધારે મળ્તાવડા પણ ન બનવુ. યાદ રાખો કે  દરેક ઘર નોકર ગુનેગાર નથી તેઓ પણ માણસ છે અને તેઓ પણ સન્માન ને હક્દાર છે.
૬. નિયમિત સોસાયટી મા ફરવાનુ રાખો જેથી કરી ને લોકો ના સંપર્ક મા રહી શકાય.
સીનીયર સીટીઝનસ માટે  આપણે શુ  કરી શકીયેઃ
૧. આપણી નજીક મા રહેતા દરેક સિનિયર સીટીઝન ની નાની મોટી જરુરિયાત નો ખ્યાલ રાખીયે આપણ ને સમય મળે ત્યારે તેમની સાથે થોડો સમય કાઢી ને વાત્ચીત કરી શકાય (અહિ ઘણા લોકો એ મત ના હોય છે કે તેમના સંતાનો એમની સંભાળ નથી કરતો તો આપણને  શુ ? પરંતુ આ ખ્યાલ ખોટો છે.)
૨. આપણે ત્યા ફંકશન હોય તો તેમને ઇન્વાઈટ કરવા જેથી તેમને એકલા પણુ ન લાગે.
૩. હવે આપણે ત્યા પણ બીજી એક વાત વિદેશ ની માફક કોમન થઈ ગઈ છે એ છે કે MIND YOUR OWN BUSINESS અને આને કારણે ઘણા લોકો બીજાને મદદ કરત અચકાય છે, ખાસ કરી ને જ્યારે સીનીયર સીટીઝનસ  વ્યકતિ પર ઘર ની અંદર ની વ્યક્તિ દ્વારા હેરાનગતી થતી હોય.
પોલીસ તંત્ર દ્વારા લેવાતી કાળજીઃ( અહી અપાયેલ માહિતિ http://www.mumbaipolice.org/protective/faq.asp પરથી લેવાઈ છે.
૧. એલ્ડર્લાઈન ૧૦૯૦ એક વ્યવથા મુંબઈ પોલિસ દ્વારા ભારતીય નાગરીક, ડોક્ટર્સ, હોસ્પિટલ્સ અને અન્ય સંસ્થાઓ સાથે મળી ને કરવામા આવી છે. જેનો લાભ દરેક સીનીયર સીટીઝનસ લઈ શક છે. આ એક સિમ્પલ રજીસ્ટ્રશન દ્વારા થઈ શકે છે. http://www.mumbaipolice.org/protective/Senior%20Citizens.pdf
૨. આ એક એવી વ્યવસ્થા છે કે જેમા સીનીયર સીટીઝનસ ને ઈમરજન્સી સહાય માટે ભારતીય નાગરીક, ડોક્ટર્સ, હોસ્પિટલ્સ અને અન્ય સમાજસેવી સંસ્થાઓ ના  સહયોગ દ્વારા કરવામા આવી છે, સીનીયર સીટીઝનસને જોઈતી ઇમરજંસી સેવા પુરી પાડવા મા આવે છે.
૩. પોલીસ દ્વારા સમય સર સુચનાઓ અપાતી હોય છે તે પણ ધ્યાન મા લેવી.
મિત્રો આ લેખ પર ના તમારા અભિપ્રાય આપવાનુ ન ચુકશો.
“અલ્પ”

બાળક માટે કોણ મહ્ત્વ નુ છે ? માતા પિતા કે પછી એમના દેશ ની સરકાર ?

બાળક માટે કોણ મહ્ત્વ નુ છે ? માતા પિતા કે પછી એમના દેશ ની સરકાર ? પોતાના બાળક ને કોણ બરાબર સંભાળી શકે માતા પિતા કે એમના દેશ ની સરકાર ? પોતાના બાળક ની માનસીક , શારીરીક અને અન્ય જરુરિયાત ને કોણ બરાબર સમજી શકે માતા પિતા કે એમના દેશ ની સરકાર ?

આવા તો ઘણા સવાલ મન મ ઉઠવા મંડ્યા આજે સ્ટાર ન્યુસ પર એક ભારતીય કપલ ના બે બાળક અંગે ના સમાચાર જોઈ ને…..ધી હીંદુ ન્યુસ પરનુ આર્ટીકલ અને સ્ટાર ન્યુસ જોઈ ને એવુ ફલીત થાય છે કે બાળક ને જે કારણસર માતાપિતા થી અલગ કરવામા આવ્યા છે એમા એમ જણાવવા મા આવ્યુ છે કે માતા ની માનસીક સ્થીતી બરાબર નહોતી , માતા તેના બાળક ને હાથેથી ખવરાવતી હતી ( જાણે કે આદી માનવ છરી કાંટા  સાથે જન્મ્યો હતો અને ક્યારેય હાથે થી ખાતો  નહોતો અને આજે પણ આખી દુનીયા મા બધા લોકો છરી કાંટા  થી જ ખાય છે.) બાળક માતા પિતા સાથે સુવે છે ભાઇ નાના  બાળક ની સલામતી શેમા છે માતા પિતા સાથે સુવા મા. ? મને લાગે છે કે આ આખા કેસ મા નોર્વે ની સરકાર બાળક ની મુળ્ભુત જરુરીયાત ને જ ભુલી ગયી લાગે છે. અને ખરેખર તો આ બાબત ને ફક્ત નોર્વે ની સરકાર જ નહી પરંતુ દરેક દેશ ની સરકાર ને લાગુ પડે છે. 

હા દરેક દેશ મા કાયદા ઓ બને છે  તેમના દેશ ના નાગરીક ની ભલાઈ માટે અને તેમની સલામતી માટે પરંતુ ઘણી  વખત તેનુ પાલન કરતા પહેલા ઘણી બાબતો ને સમજવા ની જરુર છે, સંજોગો ને ધ્યાન મા લેવાની જરુર છે ( આ કેસ મા નોર્વે ની સરકારે ભારતીય અને અન્ય દેશોની સંસ્ક્રુતિ ને સમજવાની અને ત્યાર બાદ નિર્ણય કરવાની ) . હવે આ જ કેસ મા આપણે જોઇએ તો આ લડાઈ બે સંસ્ક્રુતી / કાયદા  વચ્ચે ની લાગે છે. કોની સંસ્ક્રુતી મહાન છે એ પછી ની વાત છે, જ્યા સુધી બાળક ના લાલન પાલન વિશે ની વાત છે ત્યારે એ વાત તો માનવી  જ પડે કે કોઇ પણ બાળક માટે સૌથી મહત્વ ની કોઇ બાબત હોય તો તે છે તેની માનસિક અને શારીરિક  સલામતી અને તે જેટલી તેને તેના માતાપિતા તરફ થી મળશે તેટલી બીજુ  કોઈ નહી આપી શકે. 

અહિયા તો નોર્વે ની સરકાર ને એટલી વિનંતી કરવાની કે તેઓ આ કેસ મા ભારતીય સંસ્ક્રુતી ને સમજે અને બાળકો ને તેમના આતાપિતા ને સોંપી દે.

ડોક્યુમેંટ્સ ની આત્મકથા

ડોક્યુમેંટ્સ ની આત્મકથા
હુ એક મહત્વ નુ ડોક્યુમેંટ છુ કદાચ તમારા જન્મ નુ સર્ટીફીકેટ કે પછી તમારી પ્રોપર્ટી નુ એગ્રીમન્ટ. લોકો કહે છે મારુ મહત્વ તો ઘણુ છે. હુ ખોવાઈ જાઉ તો લોકો ના જીવ અધ્ધર થઈ જાય છે. કહેવાય છે કે પૈસા ખોવાઈ જાય તો મળી જાય પરંતુ હુ ખોવાઇ જાઉ તો લોકોના કામ અટકી જાય છે. અને તેમ છતા મે હમેશા માર્ક કર્યુ છે કે લોકો જેટલી સંભાળ પૈસા માટે લે છે તેટલી મારી માટે નથી લેતા. લોકો પૈસા ની સંભાળ લેવા માટે મેનેજર રાખે છે, મોટી મોટી તિજોરી રાખે છે , અમુક વખતે તો તેની માટે ખાસ સીકયોરીટી વ્યવસ્થા ઉભી કરવા મા આવે છે. પરંતુ મારી સંભાળ માટે ન તો કોઈ તિજોરી છે ન કોઈ વ્યવસ્થા કરતા નથી. અને જ્યારે હુ ખોવાઈ જાઉ કે આગ મા બળી જાઉ કે, પાણી મા ખરાબ થઈ જાઉ ત્યારે હેરાન થાય છે. ઘણી વખત લોકો એ નોકરી ખોવી પડે છે, ઘણી વખત ધંધા મા મોટૂ નુકસાન ઉઠાવવુ પડે છે , ઘણી વખત પ્રોપર્ટી ખોવી પડે છે.
જ્યારે પણ મોટી હોનારત થાય છે ત્યારે મારો નાશ થાય છે અને મારા માલીકે હેરાન થવુ પડે છે. ત્યારે તેમને થાય છે કે મે આ કાગળ માટે કોઈ વ્યવથા કરી હોત તો પરંતુ એ ઘણી વખત આગ લાગે ત્યારે કુવો ખોદવા જેવી બાબત છે. શુ મારા માલીક તરીકે તમને નથી લાગતુ કે તમારે મારી સંભાળ લેવા માટે એક વ્યવસ્થા ઉભી કરવી જોઈએ ?
તમને કદાચ આવો સવાલ ઉભો થાય તો પણ બીજો સવાલ એ થશે કે આવી વ્યવશ્થા અમને કરી કોણ આપે તો એનો એક જવાબ છે મારી પાસે. મારી સંભાળ રાખવાની વ્યવસ્થા માટે એક વ્યક્તી પ્રયાસ કરી રહી છે અને  એમનુ નામ છે મનિશ શાહ તેઓ મારી સંભાળ માટે એક બહુ સરસ વ્યવસ્થા કરી રહ્યા છે એના વિશે હુ તમને હવે પછી જણાવીશ.
Follow

Get every new post delivered to your Inbox.